Top 10 Best Selling Cars in India: ઓટો કંપનીઓ સતત નવી કાર અને ટુ વ્હીલર લોન્ચ કરી રહ્યા છે. જો તમે નવી કાર અને બાઈક ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો સૌથી પહેલા બજારમાં સૌથી વધુ વેચાતી ટોપ સેલિંગ કાર એસયુવી અને ટુ વ્હીલરન યાદી ચેક કરવી જોઇએ. જેનાથી તમે ઓટો માર્કેટના ટ્રેન્ડ્સ વિશે સરળતાથી સમજી શકો. અહીં જુલાઇ 2024માં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 એસયુવી કારની યાદી રજૂ કરવામાં આવી છે.
Hyundai Creta : હ્યુન્ડાઇ ક્રેટા ફરી નંબર 1 કાર
હ્યુન્ડાઇ ક્રેાટ ભારતીય બજારમાં નંબર 1 વેચાતી કાર બની ગઈ છે. ક્રેટાએ ટાટા પંચ અને મારુતિ સ્વિફ્ટને પાછળ રાખી ફરી બેસ્ટ સેલિંગ કારમાં નંબર 1 સ્થાન હાંસલ કર્યું છે. આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સના વાહનો જે નંબર 1 પર હતા તે વેચાણના મામલામાં પાછળ રહી ગયા છે. હ્યુન્ડાઈ કંપનીએ જુલાઈમાં દેશમાં 17350 ક્રેટા મોડલનું વેચાણ કર્યું હતું. અગાઉ, ક્રેટા જૂન 2024માં ત્રીજા ક્રમની સૌથી વધુ વેચાતી અને અગાઉ માર્ચમાં બીજા ક્રમની સૌથી વધુ વેચાતી કાર બની હતી.
2024ના આંકડાઓ પર નજર કરીએ તો આ વર્ષે જાન્યુઆરીમાં હ્યુન્ડાઇ ક્રેટા 13212 યુનિટના વેચાણ સાથે 12મા નંબરે હતી. તે મહિને, ભારતીય બજારમાં સૌથી વધુ 19630 યુનિટના વેચાણ સાથે મારુતિ સુઝુકી બલેનો સૌથી વધુ વેચાતી કાર હતી. ફેબ્રુઆરીમાં હ્યુન્ડાઇ ક્રેટા 15276 યુનિટના વેચાણ સાથે સાતમા સ્થાને પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન મારુતિ સુઝુકી વેગનઆરના 19412 યુનિટ વેચાયા હતા, જે સૌથી વધુ વેચાતી કાર બની હતી.
માર્ચ 2024માં હ્યુન્ડાઇ ક્રેટા 16458 યુનિટના વેચાણ સાથે બીજી સૌથી વધુ વેચાતી કાર બની હતી અને 17547 યુનિટના વેચાણ સાથે ટાટા પંચ બેસ્ટ સેલિગ નંબર 1 કાર બની હતી. હ્યુન્ડાઇ ક્રેટા એપ્રિલમાં પાંચમી સૌથી વધુ વેચાતી કાર હતી. આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઈએ 15447 વાહનોનું વેચાણ કર્યું હતું અને 19158 એકમોના વેચાણ સાથે ટાટા પંચ ફરી ટોપ સેલિંગ નંબર 1 કાર બની હતી.
મે મહિનામાં 14662 યુનિટના વેચાણ સાથે હ્યુન્ડાઇ ક્રેટા ટોપ 10 બેસ્ટ સેલિંગ કારમાં ચોથા ક્રમે હતી જ્યારે મારુતિ સુઝુકી સ્વિફ્ટ 19393 યુનિટના વેચાણ સાથે ભારતની બેસ્ટ સેલિંગ નંબર 1 કાર બની હતી. હ્યુન્ડાઇ ક્રેટા જૂનમાં 16293 યુનિટના વેચાણ સાથે ત્રીજી સૌથી વધુ વેચાતી કાર હતી અને એક મહિનાના અંતરાલ પછી, ટાટા પંચ ફરીથી સૌથી વધુ વેચાતી કાર બની હતી. જૂન 2024માં 18238 ટાટા પંચ કાર દેશમાં વેચાઇ હતી.
જાન્યુઆરીથી જૂન સુધીના લાંબા ગાળાના ઉતાર-ચઢાવ બાદ હ્યુનાઇડ ક્રેટા હવે જુલાઈમાં 17350 યુનિટના વેચાણ સાથે દેશમાં સૌથી વધુ વેચાતી નંબર 1 કાર બની ગઈ છે. આ યાદીમાં મારુતિ સ્વિફ્ટ 16854 યુનિટના વેચાણ સાથે બીજા અને મારૂતિ વેગનઆર 16191 કારના વેચાણ સાથે ટોપ 10માં ત્રીજા સ્થાન પર છે. મારુતિના બંને વાહનો હેચબેક સેગમેન્ટના છે. અહીં તમે દેશમાં વેચાતા ટોપ 10 વાહનોની યાદી ચકાસી શકો છો.
બેસ્ટ સેલિંગ ટોપ 10 કારની યાદી : જુલાઇ 2024
ભારતમાં જુલાઈ 2024માં બેસ્ટ સેલિંગ ટોપ 10 કારમાં સામેલ 6 કારના માસિક વેચાણમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી છે. તો બીજી બાજુ 4 કારના વેચાણમાં ઘટાડો થયો છે. જુલાઈમાં કઈ કારનું કેટલા યુનિટમાં વેચાણ થયું હતું અને ગયા વર્ષની સરખામણીમાં તેમા કેટલો વધારો થયો છે તેની વિગત રજૂ કરવામાં આવી છે.
બ્રાન્ડ અને મોડલ જુલાઈ 2024 જુલાઈ 2023 વેચાણ (વધ/ઘટ) સેગમેન્ટ હ્યુન્ડાઇ ક્રેટા 17350 14062 + 23 ટકા suv મારુતિ સ્વિફ્ટ 16854 17876 – 6 ટકા હેચબેક મારુતિ વેગનઆર 16191 12970 + 25 ટકા હેચબેક ટાટા પંચ 16121 12019 + 34 ટકા suv મારુતિ અર્ટિગા 15701 14352 + 9 ટકા MUV મારુતિ બ્રેઝા 14676 16543 – 11 ટકા suv ટાટા નેક્સન 13902 12349 + 13 ટકા suv મહિન્દ્રા સ્કોર્પિયો 12237 10522 + 16 ટકા suv મારુતિ ઈકો 11916 12037 – 1 ટકા વાન મારુતિ ડિઝાયર 11647 13395 – 13 ટકા સેડાન