Most Profitable IPO of 2025 : આઈપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સરળ રસ્તો છે. 2025 ભારતના આઈપીઓ બજાર માટે તેજીનું વર્ષ રહ્યું છે. વર્ષની શરૂઆતથી લિસ્ટેડ થયેલા ઘણા IPO એ રોકાણકારોને પ્રભાવશાળી લિસ્ટિંગ લાભ જ નહીં પરંતુ લિસ્ટિંગ પછી પણ સતત મજબૂત પ્રદર્શન કર્યું છે. ગ્રોવ, એથર એનર્જી અને આદિત્ય ઇન્ફોટેક થી લઈ જૈન રિસોર્સ રિસાયક્લિંગ અને ક્વોલિટી પાવર જેવી ઘણી કંપનીઓના આઈપીઓમાં 50 થી 135 ટકા સુધીનું જબરદસ્ત વળતર આપ્યું છે.
લિસ્ટિંગના દિવસે ઉથલપાથલ પછી પણ આ શેરોમાં મજબૂત વલણ દર્શાવે છે કે રોકાણકારોનો વિશ્વાસ ફક્ત પ્રચાર પર આધારિત નથી, પરંતુ બિઝનેસ મોડેલ, રિજનલ ગ્રોથ અને માર્કેટ મોમેન્ટમની મજબૂત મૂળભૂત ફંડામેન્ટલ્સ પર આધારિત છે. 2025માં આવેલા આ IPO ફરી એકવાર સાબિત કરે છે કે યોગ્ય સમયે યોગ્ય કંપનીમાં રોકાણ કરવાથી મજબૂત ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવી શકાય છે.
Groww (ગ્રોવ) : 63 ટકા વળતર
ગ્રોવની પેરેન્ટ કંપની, બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સ કંપનીનો શેર 12 ડિસેમ્બરે, 2025ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. આઈપીઓ ઇશ્યુ પ્રાઇશ 100 રૂપિયા પ્રતિ શેર હતી, જેની સામે બીએસઇ પર શેર 31 ટકાના પ્રીમિયમે 131.33 રૂપિયાના ભાવે શેર લિસ્ટિંગ થયો હતો. હાલ બીએસઇ પર આ કંપનીના શેરનો ભાવ 163 રૂપિયાની આસપાસ બોલાય છે. જે આઈપીઓ ઇશ્યુ પ્રાઇશની તુલનામાં 63 ટકા રિટર્ન દર્શાવે છે.
Epack Prefab Technologies (એપેક પ્રીફેબ ટેક્નોલોજીસ) : 54 ટકા વળતર
ઇપેક પ્રીફેબ ટેક્નોલોજીસ IPO શેર 1 ઓક્ટોબર, 2025 ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર 204 રૂપિયા હતી. જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 5 ટકા ઘટીને 194 રૂપિયાના ભાવે બંધ થયો હતો. વર્તમાન શેર ભાવ 315 રૂપિયા છે, એટલે કે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ આ શેર 54 ટકા ઉંચો ટ્રેડિંગ કરી રહ્યો છે.
Jain Resource Recycling (જૈન રિસોર્સ રિસાયક્લિંગ) : 72 ટકા રિટર્ન
જૈન રિસોર્સ રિસાયક્લિંગ કંપનીનો આઈપીઓ શેર 1 ઓક્ટોબર, 2025ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. આઈપીઓ ઇશ્યુ પ્રાઈસ 232 રૂપિયા પ્રતિ શેર હતી, જેની સામે લિસ્ટિંગના દિવસે શેર 305 રૂપિયાના ભાવે બંધ થયો હતો, જે 31 ટરા લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. વર્તમાન શેર ભાવ 399 રૂપિયા છે. આમ આઈપીઓ રોકાણકારોને હાલ આ શેરમાં 72 ટકા સુધી રિટર્ન મળ્યું છે.
Anand Rathi Share & Stock Brokers (આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સ) : 71 ટકા
આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સનો આઈપીઓ શેર 30 સપ્ટેમ્બર, 2025ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયો હતો. આઈઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર 414 રૂપિયા હતી. શેર લિસ્ટિંગના દિવસે તે 8 ટકા વધીને 446 રૂપિયા બંધ થયો હતો. હાલ શેર ભાવ 709 રૂપિયા છે, જે IPO ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં 71 ટકાનો વધારો દર્શાવે છે.
Anlon Healthcare Ltd (એનલોન હેલ્થકેર લિમિટેડ) : 82 ટકા
એન્લોન હેલ્થકેર લિમિટેડનો આઈપીઓ શેર 3 સપ્ટેમ્બર, 2025 ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. પ્રારંભિક જાહેર ભરણામાં શેર ભાવ 91 હતો, પરંતુ લિસ્ટિંગના દિવસે, તે 92 રૂપિયા બંધ થયો. હાલ શેર ભાવ 166 રૂપિયા છે, જે તેની આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસની તુલનામાં 82 ટકાનો વધારો દર્શાવે છે.
Aditya Infotech Ltd (આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ) : 135 ટકા રિટર્ન
આદિત્ય ઇન્ફોટેક કંપનીનો IPO શેર 5 ઓગસ્ટ, 2025 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયો હતો. પ્રારંભિક જાહેર ઓફરનો ભાવ 675 રૂપિયા હતો. આ શેરનું લિસ્ટિંગ 1,083 રૂપિયાના ભાવે થયું હતું, જે 60 ટકાનો ઉછાળો દર્શાવે છે. વર્તમાન શેર ભાવ 1,586 છે, જે તેના આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસની તુલનામાં આશરે 135 ટકાનો જબરદસ્ત વધારો દર્શાવે છે.
Prostarm Info Systems (પ્રોસટાર્મ ઇન્ફો સિસ્ટમ્સ) : 52 ટકા
પ્રોસટાર્મ ઇન્ફો સિસ્ટમ્સ IPO શેર 3 જૂન, 2025 ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થઈ હતો. પ્રારંભિક જાહેર ઓફર કિંમત 105 રૂપિયા હતી, જ્યારે પરંતુ લિસ્ટિંગના દિવસે શેર 20 ટકા વધીને 126 રૂપિયા બંધ થયો હતો. વર્તમાન શેર ભાવ 160 રૂપિયા છે, જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસની તુલનામાં 52 ટકાનો વધારો દર્શાવે છે.
Belrise Industries Ltd (બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) : 55 ટકા
બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીનો આઈપીઓ શેર 28 મે, 2025ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. પ્રારંભિક જાહેર ભરણામાં શેર ભાવ 90 રૂપિયા હતો, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 8 ટકા વધીને 97 રૂપિયા બંધ થયો. વર્તમાન શેર ભાવ 159 રૂપિયા છે, જે તેના આઈપીઓ ઇશ્યૂ પ્રાઈસની તુલનામાં 77 ટકાનો વધારો દર્શાવે છે.
Ather Energy Ltd (એથર એનર્જી લિમિટેડ) : 116 ટકા
એથર એનર્જી કંપનીનો IPO શેર 6 મે, 2025ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસમાં શેર ભાવ 321 રૂપિયા હતો, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 6 ટકા ઘટીને 302 રૂપિયા બંધ થયો. હાલ શેર ભાવ 693 રૂપિયા છે. આમ આઈપીઓ રોકાણકારોને હાલ અત્યાર સુધી 116 ટકા રિટર્ન મળ્યું છે.
Quality Power Electrical Equipments (ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ) : 75 ટકા
ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનો IPO શેર 24 ફેબ્રુઆરી, 2025ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. આઈપીઓ ઇશ્યૂ પ્રાઈસ પ્રતિ શેર 425 રૂપિયા હતો, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 9 ટકા ઘટીને 388 રૂપિયા પર બંધ થયો. વર્તમાન શેર ભાવ 745 રૂપિયા છે, જે જાહેર ભરણાં બાદ શેર ભાવમાં 75 ટકાનો વધારો દર્શાવે છે.
Stallion India Fluorochemicals Ltd (સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ) : 108 ટકા
સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ કંપનીનો આઈપીઓ શેર 23 જાન્યુઆરી, 2025ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. પ્રારંભિક જાહેર ભરણાનો શેર ભાવ 90 રૂપિયા હતો, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 40 ટકા વધીને 126 રૂપિયા બંધ થયો. વર્તમાન શેર ભાવ 187 રૂપિયા છે, જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઈસથી 108 ટકાનું રિટર્ન દર્શાવે છે.





