દુનિયાની સૌથી સુરક્ષિત ટોપ 10 એરલાઇન્સ, આ યાદીમાં ભારતીય એરલાઇન્સનું નામ છે કે નહીં ચેક કરો

Top 10 Safest Airlines In The World: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઘણા લોકોને વિમાન મુસાફરી કરવામાં ડર લાગે છે. અહીં દુનિયાની સૌથી સુરક્ષિત ટોપ 10 એરલાઇન્સની યાદી છે. આ યાદીમાં ભારતીય એરલાઇન્સનું નામ છે કે નહીં ચેક કરો

Written by Ajay Saroya
June 27, 2025 15:43 IST
દુનિયાની સૌથી સુરક્ષિત ટોપ 10 એરલાઇન્સ, આ યાદીમાં ભારતીય એરલાઇન્સનું નામ છે કે નહીં ચેક કરો
Top 10 Safest Airlines In The World: દુનિયાની સૌથી સુરક્ષિત ટોચની 10 એરલાઇન્સ. (Photo: Freepik)

Top 10 Safest Airlines In The World: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના બાદ વિમાન કેટલા સુરક્ષિત છે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે. વિમાન મુસાફરી પણ આરામદાયક છે. ફ્લાઇટમાં બેસી વ્યક્તિ ઓછા સમયમાં બહુ દૂર સુધી પહોંચી શકે છે. હવાઈ મુસાફરી જેટલી આરામદાયક છે તેટલી જ સલામત હોવી જોઈએ. જ્યારે વિમાન ઊડે છે, ત્યારે તેમાં બેઠેલા દરેક મુસાફરના જીવન માટે એરલાઇન કંપની જવાબદાર હોય છે. એટલા માટે દર વર્ષે જોવામાં આવે છે કે કઈ એરલાઈન સૌથી સુરક્ષિત છે. શું છેલ્લા બે વર્ષમાં કોઈ મોટી દુર્ઘટના થઈ છે?, એરક્રાફ્ટ કેટલા જૂના છે કે નવા?, પાઇલટ્સની ટ્રેનિંગ કેવી છે?, કંપનીનો રેકોર્ડ શું છે અને દેશનો સેફ્ટી રિપોર્ટ શું છે? આ આધાર પર કરવામાં આવે છે.

એરલાઇનરેટિંગ્સ નામની વેબસાઇટ દર વર્ષે વિશ્વની 385 એરલાઇન્સની તપાસ કરે છે અને પછી તેમાંથી 25 સલામત એરલાઇન્સની યાદી આપે છે. હવે વર્ષ 2025ની યાદી પણ જાહેર થઇ ગઇ છે, આવો જાણીએ …

2025 માટે ટોચની 12 સૌથી સુરક્ષિત ફૂલ-સર્વિસ એરલાઇન્સ (Top 10 Safest Full-Service Airlines for 2025)

  1. એર ન્યુઝીલેન્ડ (Air New Zealand)
  2. ક્વાન્ટાસ (Qantas)
  3. કેથે પેસિફિક (Cathay Pacific)
  4. કતર એરવેઝ (Qatar Airways)
  5. અમિરાત (Emirates)
  6. વર્જિન ઓસ્ટ્રેલિયા (Virgin Australia)
  7. એતિહાદ એરવેઝ (Etihad Airways)
  8. એએનએ (ANA – All Nippon Airways)
  9. ઇવા એર (EVA Air)
  10. કોરિયન એર (Korean Air)
  11. અલાસ્કા એરલાઇન્સ (Alaska Airlines)
  12. તુર્કીશ એરલાઇન્સ (Turkish Airlines – THY)

2025 માટે ટોચની 25 સલામત અને લો કોસ્ટ એરલાઇન્સ (Top 25 Safest and low cost airlines for 2025)

AirlineRatings.com 2025 માટે ટોચની 25 સૌથી સલામત લો-કોસ્ટ એરલાઇન્સની પણ યાદી જાહેર કરી છે. આ યાદીમાં બે ભારતીય એરલાઇન્સ ઇન્ડિગો અને એરએશિયાનો સમાવેશ થાય છે.

2025 માટે ટોચની 25 સલામત અને લો કોસ્ટ એરલાઇન્સમાં એચકે એરલાઇન્સ એક્સપ્રેસ એચ કે એક્સપ્રેસ (HK Express), જેટસ્ટાર ગ્રૂપ (Jetstar Group), રયાનએર (Ryanair), ઇઝીજેટ (easyJet), ફ્રન્ટિયર એરલાઇન્સ (Frontier Airlines), એરએશિયા (AirAsia), વીઝ એર (Wizz Air), વિયતજેટ એર (VietJet Air), સાઉથવેસ્ટ એરલાઇન્સ (Southwest Airlines), વોલારિસ (Volaris), ફ્લાઇદુબઇ (flydubai), નોર્વેજિયન (Norwegian), વુએલિંગ (Vueling), જેટ2 (Jet2), સન કન્ટ્રી એરલાઇન્સ (Sun Country Airlines), વેસ્ટજેટ (WestJet), જેટબ્લૂ એરવેઝ (JetBlue Airways), એર અરેબિયા (Air Arabia), ઈન્ડિગો (IndiGo), યૂરોવિંગ્સ (Eurowings), એલીગેંટ એર (Allegiant Air), સેબૂ પેસિફિક (Cebu Pacific), જિપએર (ZIPAIR), સ્કાઇ એરલાઇન (Sky Airline) અને એર બાલ્ટિક (airBaltic) સામેલ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ