Top 5 Affordable 7 Seater Cars: મોટા પરિવાર માટે સસ્તી 7 સીટર કાર, કિંમત 10 લાખથી ઓછી

Top 5 Affordable 7 Seater Cars In India : ભારતમાં 7 સીટર કાર કોમર્શિયલ કે મોટા પરિવારો માટે એક ઉત્તમ વિકલ્પ છે. અહીં 10 લાખના બજેટમાં શાનદાર ફીચર્સ, એન્જિન, માઇલેજ અને ડિઝાઇન સાથે ઉપલબ્ધ સૌથી સસ્તી પાંચ કારની વિગતો આપવામાં આવી છે.

Written by Ajay Saroya
July 28, 2025 14:28 IST
Top 5 Affordable 7 Seater Cars: મોટા પરિવાર માટે સસ્તી 7 સીટર કાર, કિંમત 10 લાખથી ઓછી
Top 5 Affordable 7 Seater Cars : ટોપ 5 વાજબી કિંમતની 7 સીટર કાર. (Photo: Freepik)

Top 5 Affordable 7 Seater Cars Under 10 Lakh Rupee In India : ભારતમાં 7 સીટર કાર ઘણી લોકપ્રિય થઇ છે, જેમાં તે મોટા પરિવારો તેમજ કોમર્શિયલ ઉપયોગ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. જો તમારો પરિવાર મોટો છે અથવા તમે ટૂર અને ટ્રાવેલ કે અન્ય કોઇ બિઝનેસ એક્ટિવિટી શરૂ કરવા માંગો છો તો અહીં બજેટ ફ્રેન્ડલી 7 સીટર કારના પાંચ ઓપ્શન આપવામાં આવ્યા છે જે 10 લાખના બજેટમાં આવે છે. આ વિકલ્પોમાં મારુતિ સુઝુકીથી લઇ મહિન્દ્રા મહિન્દ્રા સુધીના એસયુવીનો સમાવેશ થાય છે, જે તેમની ડિઝાઇન, પાવર, ફીચર્સ અને માઇલેજ માટે પસંદ કરવામાં આવે છે.

Top 5 Affordable 7 Seater Cars Under 10 Lakh : 10 લાખથી ઓછ કિંમતની ટોપ 5 અફોર્ડેબલ 7 સીટર કાર

Renault Triber રેનો ટ્રાઈબર

રેનો ટ્રાઈબર 7 સીટર કાર સેગમેન્ટમાં સૌથી સસ્તો સસ્તો વિકલ્પ છે, જેમાં પાવર સ્ટીયરિંગ, પાવર વિંડોઝ, ફ્રન્ટ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), એર કન્ડીશનર, ડ્રાઈવર એરબેગ, પેસેન્જર એરબેગ, વ્હીલ કવર, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રેનો ટ્રાઇબર 7 સીટર કારની એક્સ શો રૂમ કિંમત 6.3 લાખથી 9.17 લાખ રૂપિયા વચ્ચે છે.

Renault Triber
Renault Triber : રેનો ટ્રાઇબર (Photo: Jansatta)

રેનો ટ્રાઇબરમાં 999cc 3-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 71.01bhp અને 96Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 7 ટ્રાન્સમિશન ઓપ્શન ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આ કાર 17 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે, જેને એઆરએઆઈ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે.

Maruti Ertiga : મારુતિ અર્ટિગા

મારુતિ અર્ટિગા 7 સીટર કારમાં બીજા ક્રમનો સૌથી સસ્તો અને વિશ્વસનીય વિકલ્પ છે, જે ટોયોટા ઇનોવા પછી દેશમાં બીજા ક્રમે સૌથી વધુ વેચાતું 7-સીટર એમપીવી છે. અર્ટિગામાં પાવર સ્ટીયરિંગ, પાવર વિંડોઝ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), એર કન્ડીશનર, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એલોય વ્હીલ્સ, મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ મળે છે. મારૂતિ અર્ટિગા કારની એક્સ શોરૂમ કિંમત 9.12 લાખ થી 13.41 લાખ રૂપિયા વચ્ચે છે.

Maruti Ertiga
Maruti Ertiga : મારૂતિ અર્ટિગા (Photo: Jansatta)

મારુતિ અર્ટિગામાં 1462સીસી 4-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 6000rpm પર 101.64bhp અને 4300rpm પર 139Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એમપીવીની માઇલેજ 20.3 પ્રતિ કિમી છે, જે એઆરએઆઈ દ્વારા પ્રમાણિત છે.

Mahindra Bolero : મહિન્દ્રા બોલેરો

મહિન્દ્રા બોલેરો આ લિસ્ટમાં ત્રીજું નામ છે, જે પોતાની મજબૂતી અને મજબૂત પ્રદર્શનના કારણે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. માત્ર ડીઝલ મોડલમાં ઉપલબ્ધ મહિન્દ્રા બોલેરોને પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), એર કન્ડિશનર, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, વ્હીલ કવર અને બીજું ઘણું બધું મળે છે. મહિન્દ્રા બોરેલાની એક્સ શો રૂમ કિંમત 9.81 લાખ રૂપિયા થી 10.93 લાખ રૂપિયાની વચ્ચે છે.

Mahindra Bolero
Mahindra Bolero : મહિન્દ્રા બોલેરો (Photo: Jansatta)

મહિન્દ્રા બોલેરોમાં 1493સીસી 3-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 74.96 બીએચપી પાવર અને 210 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ 7 સીટરની ARAI માઇલેજ 16 kmpl છે.

Mahindra Bolero Neo : મહિન્દ્રા બોલેરો નીયો

મહિન્દ્રા બોલેરો નિયો વર્તમાન બોલેરોનું સ્ટાઇલિશ વર્ઝન છે, જેમાં પાવર સ્ટીયરિંગ, પાવર વિંડોઝ, ફ્રન્ટ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), એર કન્ડીશનર, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, એલોય વ્હીલ્સ, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, વ્હીલ કવર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. માત્ર ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ મહિન્દ્રા બોલેરો નિયોની એક્સ શો રૂમ કિંમત 9.97 લાખ થી 12.18 લાખ રૂપિયા વચ્ચે છે.

Mahindra Bolero Neo
Mahindra Bolero Neo : મહિન્દ્રા બોરેલો નિયો (Photo: Jansatta)

મહિન્દ્રા બોલેરો નીયો 1493સીસી 3-સિલિન્ડર એન્જિનથી સંચાલિત છે, જે 98.56 બીએચપી અને 260એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ 7 સીટરની માઇલેજ 17.29 પ્રતિ કિમી છે, જેને ARAI દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે.

Toyota Rumion : ટોયોટા રૂમિયન

ટોયોટા રૂમિયન 7 સીટર કારના ટોપ 5 ઓપ્શનમાં પાંચમા સ્થાને છે, જે ઓછી કિંમતમાં આકર્ષક ડિઝાઇન અને સારા ફીચર્સ સાથે ઉત્તમ વિકલ્પ બની શકે છે. ટોયોટા રુમિયનમાં પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો, ફ્રન્ટ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), એર કન્ડિશનર, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, એલોય વ્હીલ્સ, મલ્ટિ-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ મળે છે. ટોયોટા રૂમિયન કારની એક્સ શોરૂમ કિંમત 10.67 લાખ થી 13.96 લાખ રૂપિયા વચ્ચે છે.

Toyota Rumion
Toyota Rumion : ટોયોટા રૂમિયન (Photo: Jansatta)

ટોયોટા રૂમિયન કાર 1462સીસી 4-સિલિન્ડર એન્જિનથી સંચાલિત છે, જે 101.64 બીએચપી અને 136.8 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ 7 સીટર એમયુવીની માઇલેજ 20.11 પ્રતિ લિટર કિમી છે, જે એઆરએઆઈ સર્ટિફાઇડ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ