Top 5 Highest Mileage Bikes in 150 160cc in India : ભારતીય ટુ વ્હીલર માર્કેટમાં પર્ફોર્મન્સનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ સામાન્ય ખરીદદાર માટે માઇલેજ હજી પણ એક મોટું પરિબળ છે. ખાસ કરીને 150 – 160 સીસી સેગમેન્ટમાં જ્યાં લોકો પાવર, કમ્ફર્ટ અને ફ્યુઅલ એફિશિયન્સનું સંપૂર્ણ સંતુલન શોધી રહ્યા છે. જો તમે આ કેટેગરીમાં સસ્તા અને વિશ્વસનીય બાઇક શોધી રહ્યા છો, તો 2025 માં, આ પાંચ મોડેલો સૌથી વધુ માઇલેજ આપવાન મામલે સૌથી આગળ છે.
Honda SP160/Honda Unicorn : હોન્ડા એસપી 160 / હોન્ડા યુનિકોર્ન

હોન્ડા આ સેગમેન્ટમાં યુનિકોર્ન અને એસપી 160 જેવા બે મોડેલ ઓફર કરે છે. બંનેમાં સમાન 162.7 સીસી, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન મળે છે.
- યુનિકોર્ન માઇલેજઃ 60 કિમી પ્રતિ લિટર
- એસપી 160 માઇલેજઃ 65 કિમી પ્રતિ લિટર
SP160 માત્ર વધુ માઇલેજ ઓફર કરે છે, પરંતુ તે 13.27 બીએચપી પણ ઉત્પન્ન કરે છે, જે યુનિકોર્નની 12.73 બીએચપી કરતા વધુ છે.
TVS Apache RTR 160 : ટીવીએસ અપાચે આરટીઆર 160

ટીવીએસ હજી પણ તેના જૂના પરંતુ લોકપ્રિય આરટીઆર 160 ને 2-વાલ્વ એન્જિન સાથે વેચે છે.તેમાં 159.7 સીસી એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે:
- પાવરઃ 15.82 bhp
- ટોર્કઃ- 13.85 Nm
- માઇલેજઃ 60 kmpl
કિંમતઃ 1.20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)
Bajaj Pulsar N160 : બજાજ પલ્સર એન 160

નવી જનરેશનની પલ્સર એન 160 પરફોર્મન્સ અને માઇલેજનું સરસ સંતુલન પ્રદાન કરે છે.
- માઇલેજઃ 51.6 kmpl (ARAI)
- કિંમતઃ 1.33 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)
Hero Xtreme 160R : હીરો એક્સટ્રીમ 160 આર

હીરો આ બાઇકને 2 વાલ્વ અને 4-વાલ્વ બંને વેરિઅન્ટમાં વેચે છે. 2 વાલ્વ મોડલ વધુ માઇલેજ આપે છે.
- એન્જિન: 160 સીસી એર-કૂલ્ડ
- પાવરઃ 5 bhp @ 8,500rpm
- ટોર્કઃ 14 Nm @ 6,500rpm
- માઇલેજઃ 49 kmpl
Bajaj Pulsar N150 : બજાજ પલ્સર એન 150

પલ્સર એન 150 ની માઇલેજ N160 કરતા ઓછી છે, જ્યારે એન્જિન નાનું છે. આ પલ્સર પી 150 નું અપગ્રેડેડ વર્ઝન છે.
- માઇલેજઃ 47.5 kmpl
- કિંમત: ₹1.18 લાખ – ₹1.33 લાખ (એક્સ-શોરૂમ)
Disclaimer: માઇલેજના આંકડા સંબંધિત કંપનીઓના દાવા પર આધારિત છે. gujarati.indianexpress.com દ્વારા આ દાવાઓની સ્વતંત્ર તપાસ હાથ ધરી નથી.





