બજેટ કાર: સસ્તી કાર ખરીદવી છે? 6 લાખ થી ઓછા બજેટમાં મળતી લોકપ્રિય 5 કાર, જુઓ લિસ્ટ

Top 5 Car Under 6 Lakh in india: કાર ખરીદવી મહત્વપૂર્ણ નિર્ણય છે. અહીં તમારા બજેટમાં આવતી 5 લોકપ્રિય કાર વિશે જાણકારી આપવામાં છે. જે તમને તમારી મનપસંદ કાર ખરીદવામાં મદદરૂપ બની શકે છે.

Written by Ajay Saroya
June 17, 2024 21:44 IST
બજેટ કાર: સસ્તી કાર ખરીદવી છે? 6 લાખ થી ઓછા બજેટમાં મળતી લોકપ્રિય 5 કાર, જુઓ લિસ્ટ

Top 5 Car Under 6 Lakh in india: કાર હવે જીવન જરૂરી બની ગઇ છે. ભારતમાં દર મહિને મોટી સંખ્યામાં નવી કાર રજૂ થાય છે. લોકો પર તેમના બજેટ અનુસાર કાર ખરીદે છે. જો તમે પણ બજેટ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં 6 લાખ રૂપિયામાં મળતી લોકપ્રિય કાર વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને તમારી મનપસંદ કાર ખરીદવામાં મદદ કરશે.

શું બજેટમાં કાર – બાઇક સસ્તી થશે?

મોદી 3.0 સરકારના બજેટની રાહ જોવાઇ રહી છે. બજેટની ચર્ચાઓ વચ્ચે જો તમે તમારા બજેટમાં આવતી કાર શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ભારતીય બજારમાં આવી ઘણી કાર ઉપલબ્ધ છે જે તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ શકે છે. અહીં તમે બજેટ રેન્જમાં આવતા ટોપ 5 સસ્તા વાહનોની યાદી ચકાસી શકો છો.

મારુતિ સુઝુકી અલ્ટો K10 (Maruti Suzuki Alti K10)

મારૂતિ સુઝુકી અલ્ટો હાલમાં ભારતીય બજારમાં વેચાતી સૌથી સસ્તી કાર છે. આ કારની કિંમત 3.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 66bhpનો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે.

મારુતિ સુઝુકી એસ પ્રેસો (Maruti Suzuki S Presso)

સૌથી સસ્તી કારોની યાદીમાં આગળનું નામ મારુતિ સુઝુકી એસ પ્રોસો છે. તે અલ્ટો જેવી જ છે. Maruti Suzuki S-Presso ભારતીય બજારમાં 4.26 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે. તેમાં Alto K10 જેવું જ એન્જિન છે, જે 66bhpનો પાવર જનરેટ કરે છે.

રેનો ક્વિડ (Renault Kwid)

મારુતિ સુઝુકીનું વર્ચસ્વ તોડીને રેનો ક્વિડ પણ બજેટ રેન્જમાં ઉપલબ્ધ વાહનોની આ યાદીમાં સામેલ છે. આ ફ્રેન્ચ કાર ઉત્પાદક કંપની રેનોની સૌથી સફળ કાર પૈકીની છે. Kwid ભારતીય બજારમાં અલ્ટોને સખત સ્પર્ધા આપે છે, પરંતુ તેની બોલ્ડ ડિઝાઇનને કારણે, રેનો હેચબેક એકદમ અદભૂત દેખાય છે. Kwid 4.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે બજારમાં ઉપલબ્ધ છે. તેમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 67bhpનો પાવર જનરેટ કરે છે.

મારુતિ સુઝુકી સેલેરિયો (Maruti Suzuki Celerio)

મારુતિ સુઝુકી સેલેરિયો ભારતમાં લોકપ્રિય કાર પૈકીની એક છે. મારૂતિ સુઝુકી સેલેરિયો લાંબા સમયથી ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. વર્ષોથી વિવિધ અપડેટ્સ જોયા પછી, વર્તમાન પેઢીની સેલેરિયો અત્યાર સુધીની સૌથી સારું વેરિયન્ટ છે, અને તેના લાર્જ ડાયમેન્શનને કારણે, તે અલ્ટો કરતાં સહેજ વધુ વ્યવહારુ પણ છે. મારુતિ સુઝુકી સેલેરિયોની કિંમત રૂ. 5.36 લાખ (એક્સ-શોરૂમ) છે અને તે Alto અને S-Presso જેવા જ 1.0-લિટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 66bhp જનરેટ કરે છે.

આ પણ જુઓ: બાઇક હોય કે એક્ટિવ વરસાદમાં નહીં થાય બંધ, 10 વાત ધ્યાનમાં રાખો

મારુતિ સુઝુકી ઇકો (Maruti Suzuki Eeco)

મારૂતિ સુઝુકી ઇકો ભારતમાં લોકપ્રિય પેસેન્જર વ્હીકલ છે. જો તમે તમારા પૈસાનો વધુ સારો ઉપયોગ કરવા માંગો છો, તો મારુતિ સુઝુકી Eeco એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. Maruti Eeco ભારતીય બજારમાં 5.32 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે. 7-સીટર Eecoને વધારાના રૂ. 30,000માં ખરીદી શકાય છે. Maruti Suzuki Eecoમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 80bhpનો પાવર જનરેટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ