Hatchback Car Segment માં કાર કંપનીઓ દ્વારા સતત નવી કારો લોન્ચ થઇ રહી છે. જેમાં ઓછી કિંમત વાળી કારોથી લઈને સ્પોર્ટી ડિઝાઇન વાળી પ્રીમિયમ કાર પણ સામેલ છે. જેમાં અહીં top 5 Hatchback Cars વિષે વાત કરીએ તો જે ઓછા બજેટમાં તમારા માટે લાંબી માઈલેજનો વિકલ્પ બની શકે છે.
Top 5 Hatchback Cars Full Details માં તમે જાણશો કે આ કારની કિંમત, એન્જીન અને માઈલેજની કિંમતની કમ્પ્લીટ ડીટેલ ત્યારબાદ તમે તમારા બજેટ અને જરૂરિયાતની રીતે સાચો વિકલ્પ પસંદ કરી શકો છો.
Maruti Alto 800
મારુતિ અલ્ટો 800 પોતાની કંપનીની સાથે ભારત મળતી સૌથી ઓછી કિંમત વળી એન્ટ્રી લેવલ હેચબેક કાર છે જેના ચાર ટ્રીમ્સને કંપની માર્કેટમાં વહેંચે છે કિંમતની વાત કરીએ તો મારુતિ અલ્ટો 800 ની કિંમત 3.39 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્લી) છે. ટોપ મોડેલમાં જવાથી આ કિંમત 5.03 લાખ રૂપિયા થઇ જાય છે.
આ પણ વાંચો: કાર માટે કેટલા પ્રકારની વીમા પોલિસી હોય છે, શેમાં સૌથી વધુ સુરક્ષા અને ફાયદો મળે છે?
Maruti Alto 800 Engine and Mileage
મારુતિ અલ્ટો 800 માં કંપનીએ 0.8 લીટરનું પેટ્રોલ એન્જીન આપ્યું છે. આ એન્જીન 48 પીએસનો પાવર અને 69 એનેમનો પીક ટોક જનરેટ કરે છે. આ એન્જીનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપ્યું છે. માઈલેજને લઈને કંપની દાવો કરે છે કે પેટ્રોલ પર આ કર 22.5 કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજી પર 31.59 કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ આપે છે.
Datsun redi GO
ડેટસન રેડી ગો બીજી સૌથી ઓછી કિંમત વાળી એન્ટ્રી લેવલ હેચબેક કાર છે જેના 3 વેરિએન્ટ માર્કેટમાં વહેંચાણ માટે ઉપલબ્ધ છે.આ કારની એકસ શોરૂમની કિંમત (દિલ્લી) 3.97 લાખ રૂપિયાથી શરૂ થાય છે જે ટોપ મોડેલમાં 4. 95 લાખ રૂપિયા થઇ જાય છે.
Datsun redi GO Engine and Mileage :
ડેટસન રેડી ગોમાં 0.8 લીટરનું પેટ્રોલ એન્જીન અપાયું છે જે 54 પીએસનો પાવર અને 72 એનએમનું પીક ટોક જનરેટ કરે છે. આ એન્જીનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. માઈલેજને લઈને કંપની દાવો કરે છે કે કાર 22.0 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે.
Maruti Alto K10 :
મારુતિ અલ્ટોના 10 હેચબેક સેગ્મેન્ટની ત્રીજી ઓછી કિંમત વાળી કાર છે જેના 4 ટ્રીમ્સ માર્કેટમાં વહેંચાણ માટે ઉપલબ્ધ છે. તેની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 5.83 લાખ રૂપિયા સુધી થઇ જાય છે.
Maruti Alto K10 Engine and Mileage:
મારુતિ અલ્ટો કે 10 માં 1 લીટર ડ્યુઅલ જેટ પેટ્રીલ એન્જીન અપાયું છે. આ એન્જીન 67 પીએસનો પાવર અને 89 એનેમનો પીક ટોક જનરેટ કરે છે. આ એન્જીનની સાથે 5 સ્પીડ ગિયરબોક્સને જોડ્યા છે. મારુતિ અલ્ટો કે10 ની માઇલેજ પેટ્રોલ પર 24.90 કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજી પર 33. 85 કિલોમીટર પ્રતિ કિલો છે.
આ પણ વાંચો: કેમ્બ્રિજ એનાલિટિકા કેસ પર એક નજર, મેટા $725 મિલિયનમાં સેટલમેન્ટ કરવા માટે તૈયાર
Maruti S-Presso
મારુતિ એસ્પ્રેસો એક માઈક્રો એસયુવી છે જે પોતાના સેગ્મેન્ટ મળતી સૌથી ઓછી કિંમત વાળી કાર છે. આ એસયુવીની ચાર ટ્રીમ્સ કંપની અત્યાર સુધીમાં માર્કેટમાં ઉતારી ચુકી છે. મારુતિ એસ્પ્રેસોની કિંમત 4.25 લાખ રૂપિયા છે જે ટોપ મોડેલમાં 6.10 લાખ રૂપિયા થઇ જાય છે.
Maruti S Presso Engine and Mileage
મારુતિ એસ્પ્રેસોમાં 1 લીટર પેટ્રોલ એન્જીન અપાયેલું છે જે 68 પીએસનો પાવરની સાથે 90 એનેમનું પીક ટોક જનરેટ કરી શકે છે. આ એન્જીનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અપાયેલું છે. મારુતિ એસ્પ્રેસોની પેટ્રોલ પર માઈલેજ 24.76 કિલોમીટર પ્રતિ લીટર છે અને સીએનજી પર આ માઈલેજ 25.30 કિલોમીટર પ્રતિ કિલો થઇ જાય છે.
Renault Kwid
રેનોલ્ટ કીડ હેચબેક સેગ્મેન્ટની પોપ્યુલર કાર છે જે પોતાની કિંમત સિવાય પોતાની ડિઝાઇન અને માઈલેજ માટે પસંદ કરાય છે. આ કારના ચાર ટ્રીમ્સ માર્કેટમાં વહેંચાવવા માટે ઉપલબ્ધ છે. આ કારની કિંમત 6.64 લાખ રૂપિયા થી 5.99 લાખ રૂપિયા વચ્ચે છે.
Renault Kwid Engine and Mileage
રેનોલ્ટ કીડમાં 0.8 લીટર પેટ્રોલ એન્જીન અપાયું છે. આ એન્જીન 54 પીએસનો પાવર અને 72 એનેમનો પીક જનરેટ કરે છે. આ એન્જીનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અપાયેલું છે. રેનોલ્ટ કીડની માઈલેજ 22.25 કિલોમીટર પ્રતિ લીટર છે.