Top 5 Upcoming Suv Cars: મહિન્દ્રા થાર 5 ડોર થી ટાટા નેક્સન આઈસીએનજી, ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 એસયુવી કાર

Top 5 Upcoming Suv Cars In India: ભારતમાં તહેવારોની સિઝન દરમિયાન લોન્ચ થનાર સંભવિત ટોપ 5 અપકમિંગ એસયવી કારમાં મહિન્દ્રા થાર 5, ટાટા કર્વ થી લઇ ટાટા નેક્સન આઈસીએનજી સામેલ છે.

Written by Ajay Saroya
July 19, 2024 17:26 IST
Top 5 Upcoming Suv Cars: મહિન્દ્રા થાર 5 ડોર થી ટાટા નેક્સન આઈસીએનજી, ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 એસયુવી કાર
પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)

Top 5 Upcoming Suv Cars In India: ભારતમાં તહેવારોની મોસમ નજીક આવી રહી છે અને ઓટોમોબાઈલ ઉદ્યોગ નવા વાહન કાર ટુ વ્હીલર લોન્ચ માટે તૈયારી કરી રહ્યું છે. સૌથી વધુ નવી લોન્ચ થયેલી કારમાં સૌથી વધુ સંખ્યા એસયુવી છે કારણ કે તાજેતરના વર્ષોમાં ભારતીય ગ્રાહકોમાં એસયુવી કાર ઝડપથી લોકપ્રિય થઇ છે. જો તમે આગામી મહિનાઓમાં નવી એસયુવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો અપકમિંગ ટોપ 5 એસયુવી વિશે જે ટૂંક સમયમાં ભારતીય બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઇ રહી છે.

અપકમિંગ નિસાન એક્સ-ટ્રેઇલ (Upcoming Nissan X-Trail)

નિસાન ઇન્ડિયા મેગ્નાઇટ અને તેના વિવિધ વેરિયન્ટ સાથે આખરે તેના પોર્ટફોલિયો વિસ્તારી રહી છે. છે. એક્સ-ટ્રેઇલ સીધા આયાત માર્ગ દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરશે. વૈશ્વિક બજારમાં, નિસાન એસયુવી 5 અને 7 સીટર તરીકે ઉપલબ્ધ છે, પરંતુ, ભારતમાં ત્યાર પછીનું મોડલ આવશે. ભારત માટે એક્સ-ટ્રેઇલ વર્ઝન 12Vની માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે 1.5-લિટર 3-સિલિન્ડર ટર્બો સાથે પેટ્રોલમાં જ ઉપલબ્ધ થશે. એકંદર આઉટપુટ 161 બીએચપી અને 300 એનએમ છે અને તે સીવીટી ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.

અપકમિંગ મહિન્દ્રા થાર 5 ડોર (Upcoming Mahindra Thar 5-door)

મહિન્દ્રા થાર 5 ડોર અથવા થાર આર્મડા વિશે ઘણું કહેવામાં આવ્યું છે અને આખરે તે 15 ઓગસ્ટે લોન્ચ થશે. 5 ડોર વાળી થારમાં નાના બાહ્ય ફેરફારો કરવામાં આવશે, પરંતુ, કેબિનને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવે તેવી અપેક્ષા છે. તેમાં ટ્વીન 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્રાઇવર કન્સોલ મળશે. તેમાં લેવલ 2 ADAS પ્રોટેક્શન, 360 ડિગ્રી કેમેરા અને XUV700 અને 3X0 જેવા નવા એચવીએસી કન્ટ્રોલ્સ મળવાની અપેક્ષા છે. તેમાં 2 લિટર પેટ્રોલ અને 2.2 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવશે. બંને પાવરટ્રેન 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર બંનેમાં ઉપલબ્ધ હશે.

અપકમિંગ ટાટા કર્વ (Upcoming Tata Curvv)

ટાટા મોટર્સની નવી કુપે એસયુવી 7 ઓગસ્ટે લોન્ચ થવાની સંભાવના છે. અગાઉ જણાવ્યું તેમ, કર્વ ઇવી 7 ઓગસ્ટના રોજ તેના આઇઇસી વર્ઝન પહેલા લોન્ચ કરવામાં આવશે. તેની નવી ડિઝાઇન લેંગ્વેજને અનુરૂપ, કર્વ ઇવીમાં વાઇડ ફ્રન્ટ ફાસિયા અને બોલ્ડ ફ્રન્ટ બમ્પર સાથે સ્પ્લિટ હેડલાઇટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેમાં ફ્રન્ટ ગ્રિલ પર ટાટા મોટર્સના સિગ્નેચર એલઈડી ડીઆરએલ પણ હશે. ટાટા મોટર્સે હજુ સુધી કર્વ ઇવીના સ્પેસિફિકેશનનો ખુલાસો કર્યો નથી, પરંતુ કંપનીએ કહ્યું છે કે તે 500 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ અને 50 કિલોવોટ ડીસીની ચાર્જિંગ ક્ષમતા આપશે.

અપકમિંગ સિટ્રોએન બાસાલ્ટ (Upcoming Citroen Basalt)

સિટ્રોન સત્તાવાર રીતે 2 ઓગસ્ટના રોજ બેસાલ્ટ લોન્ચ કરશે, પરંતુ આ મહિનાના અંતમાં કિંમત જાહેર થવાની ધારણા છે. બેસાલ્ટ સી3 હેચબેક અને સી3 એરક્રોસ એસયુવી પછી સીએમપી પર આધારિત ત્રીજું વાહન હશે. આ કુપે એસયુવીમાં મોટા લોઅર એર ડેમ સાથે આક્રમક ડિઝાઇન આપવામાં આવી છે. સ્ટાઇલિશ સ્લોપિંગ રૂફલાઇન સાથે, કૂપ એસયુવીમાં નવી રેપ-અરાઉન્ડ એલઇડી ટેલ લાઇટ્સ મળશે. તે 1.2 લિટર ટર્બો પેટ્રોલથી સંચાલિત હશે જે 109 બીએચપીનું આઉટપુટ આપે છે, પરંતુ મેન્યુઅલ વર્ઝનમાં 190 એનએમ ટોર્ક હોય છે અને ઓટોમેટિકમાં 205 એનએમ મળે છે.

આ પણ વાંચો | બજાજ ફ્રીડમ 125 CNG બાઈક માટે બુકિંગ શરૂ, જાણો ગુજરાતમાં ક્યારે ડિલિવરી મળશે

અપકમિંગ ટાટા નેક્સન આઈસીએનજી. (Upcoming Tata Nexon ICNG)

ટાટા મોટર્સ સીએનજી માર્કેટ પર ફોકસ કરી રહી છે અને નેક્સન આઈસીએનજી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ તેને ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. નેક્સન સૌથી લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી પૈકીની એક છે અને તે ટ્વીન-સિલિન્ડર સીએનજી ટેન્ક સાથે આવવાનું ચાલુ રાખશે. ટાટા મોટર્સે સ્પેસિફિકેશન વિશે ઘોષણા કરી નથી, પરંતુ તેમાં બે ફ્યુઅલ પેટ્રોલ થી સીએનજી અને તેનાથી વિપરિત વચ્ચે સીમલેસ શિફ્ટ માટે એક જ ઇસીયુ હશે. નેક્સન આઈસીએનજી સીધા સીએનજી મોડમાં શરૂ કરી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ