Top Up Home Loan vs Gold Loan vs Personal Loan Tips: બેંક લોન વડે સરળતાથી નાણાકીય જરૂરિયાત પુરી કરી શકાય છે. બેંકો હોમ લોન, ટોપ અપ હોમ લોન, ઓટો લોન, એજ્યુકેશન લોન, ગોલ્ડ લોન અને પર્સનલ લોન આપે છે. જેમાં એજ્યુકેશન લોન અને પર્સનલ લોન અનસિક્યોર્ડ લોન હોવાથી વ્યાજદર ઉંચા હોય છે. દરેક લોનના અલગ અલગ નિયમ અને ફાયદા અને ગેરફાયદા હોય છે. સમય અને જરૂરિયાત મુજબ લોકો ટોપ અપ લોન, પસર્નલ લોન કે ગોલ્ડ લોન લેતા હોય છે. ચાલો જાણીયે વિગતવાર
Top Up Home Loan : ટોપ અપ હોમ લોન
ટોપ અપ હોમ લોન માં વ્યક્તિ પોતાની ચાલી રહેલી હોમ લોન પર નવી લોન લે છે. અન્ય લોનની તુલનામાં તેનો વ્યાજદર નીચો હોય છે. બેંક લોન રિપેમેન્ટ માટે પુરતા સમય આપે છે. ટોપ અપ હોમ લોનનો ઉપયોગ મકાનનું રિનોવેશન, એજ્યુકેશન કે કોઇ મેડિકલ ઇમરજન્સી માટે લઇ શકાય છે. ટોપ અપ હોમ લોન માત્ર એવા વ્યક્તિને મળે છે જેમની અગાઉથી હોમ લોન ચાલી રહી છે. જો કોઇ વ્યક્તિએ હોમ લોન લીધી નથી તો તેન ટોપ અપ હોમ લોન મળશે નહીં.
Gold Loan : ગોલ્ડ લોન
ગોલ્ડ લોન સૌથી સરળતાથી મળી જતી લોન છે. ઘણી બેંકો અને એનબીએફસી સોના સામે લોન આપે છે. સામાન્ય રીતે સોનાના દાગીના કે લગડી – સિક્કાના પ્રવર્તમાન બજાર મૂલ્યના 75 ટકા સુધી ગોલ્ડ લોન મળે છે. ધિરાણકર્તા બેંકો માટે ગોલ્ડ લોન સૌથી સુરક્ષિત લોન ધિરાણ માનવામાં આવે છે. કારણ કે તેમા લેણદાર વ્યક્તિ તેના સોનાના દાગીના કે લગડી સિક્કા ગીરવે મૂકે છે. જો લેણદારા લોન રિપેમેન્ટ ન કરે તો બેંક સોનાના દાગીના જપ્ત કરી શકે છે અને તે વેચીને પોતાની લોન વસૂલાત કરી શકે છે.
Personal Loan : પર્સનલ લોન
પર્સનલ લોન માટે બેંક કે એનબીએફસી પાસે કોઇ વસ્તુ ગીરવે મૂકવી પડતી નથી. આથી આ સિક્યોર્ડ લોન આપવામાં બેંકો ઘણી સાવચેતી રાખે છે. સૌથી ખાસ વાત અન્ય બેંક લોન કરતા પર્સનલ લોનના વ્યાજદર ઘણા ઉંચા હોય છે. હાલ ઘણી બેંકો અને એનબીએફસી કંપનીઓ પર્સનલ લોન ઓફર કરે છે. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો ઘણી બેંકો ક્રેડિટ કાર્ડ પર પણ પર્સનલ લોન ઓફર કરે છે.
ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સનું શું કહે છે…
ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો લોનની રકમ નાની હોય તો સોનાના દાગીના કે લગડી સિક્કા બેંક પાસે ગીરવે મૂકવાનું ટાળવું જોઇએ. સોનું એવી સંપત્તિ છે જ્યારે કોઇ વિકલ્પ ન બચ્યો હોય ત્યારે તે ગીરવે મૂકવું જોઇએ. જો તમારી પહેલાથી હોમ લોન ચાલી રહી છે તો સૌથી પહેલા તેના ટોપ અપ હોમ લોન લેવી યોગ્ય રહેશે. ટોપ અપ હોમ લોન સરળતાથી મળી જશે અને વ્યાજદર પણ બહુ ઉંચા નહીં હોય. જો હોમ લોન નથી મળી રહી તો તમે પર્સનલ લોન લેવા વિચારી શકો છો.





