જાપાનની કાર નિર્માતા ટોયોટાએ તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલા મોટર શો (2023 GIIAS- Gaikindo Indonesia International Auto Show)માં તેના ફોર્ચ્યુનરનું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન જાહેર કર્યું હતું. ગયા વર્ષે, ટોયોટાએ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન દ્વારા સંચાલિત કોરોલા હાઇબ્રિડનું પ્રદર્શન કર્યું હતું.
આ કાર પહેલેથી જ બ્રાઝિલમાં વેચાણ માટે અવેલેબલછે. કંપનીએ આ પ્રોટોટાઈપને ઇન્ડિયન માર્કેટમાં માત્ર કેસ સ્ટડી તરીકે લાવ્યા હતા. કંપની છેલ્લા કેટલાક સમયથી ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર કામ કરી રહી છે. પરંતુ હજુ સુધી કંપનીને આ પ્રોજેક્ટમાંથી કોઈ મોટી સફળતા મળી નથી.
ભારતમાં ટોયોટા ફ્લેક્સ ફ્યુઅલ
ભારત સરકાર ફ્લેક્સ ફ્યુઅલના ઉપયોગથી ચાલતી કાર પર ભાર આપી રહી છે. પરંતુ આ દિશામાં ઓટો મેન્યુફેક્ચરરને ખાસ સફળતા મળી નથી. વૈશ્વિક સ્તરે, ટોયોટા તેના ફ્લેક્સ ફ્યુઅલ લાઇનઅપને વિસ્તારવા માંગે છે. કંપની દ્વારા ઇન્ડોનેશિયા મોટર શોમાં ફોર્ચ્યુનરના ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝનની પ્રથમ ઝલક રજૂ કરવામાં આવી હતી. અહીં જણાવી દઈએ કે, પેટ્રોલમાં ઇથેનોલ અથવા મિથેનોલ જેવા આલ્કોહોલ (એક પ્રકારનું કેમિકલ) ભેળવીને ફ્લેક્સ ફ્યુઅલ તૈયાર કરવામાં આવે છે. તેને આલ્કોહોલ આધારિત બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: Maruti Alto 800 Car: ઓછી કિંમતે મારૂતિ અલ્ટો 800 કાર ખરીદવાની તક, શો-રૂમમાં પ્રાઇસ લગભગ 4 લાખ રૂપિયા
ફ્લેક્સ ફ્યુઅલ કાર : ઇકો ફ્રેન્ડલી
જાપાનીઝ કંપની ટોયોટા ફોર્ચ્યુનરમાં પર્યાવરણની ચિંતા કરવા જેવું નથી, સંપૂર્ણ સાઈઝની ફોર્ચ્યુનર એસયુવીનું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન ઇકો-ફ્રેન્ડલી છે. તેને ‘ફોર્ચ્યુનર ફ્લેક્સી ફ્યુઅલ E-100’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન મળે છે જે 100% બાયોઇથેનોલના ઉપયોગ પર ચાલે છે. બાયો ઇથેનોલ પરંપરાગત અશ્મિભૂત ઇંધણ એટલે કે ફોસિલ ફયુઅલની સરખામણીમાં માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ પેટ્રોલ ઇંધણ કરતાં તેની ઓક્ટેન મૂલ્ય પણ વધુ છે.





