એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ઇન્કને ટેકઓવર કર્યા બાદ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે આ સોશિયલ મીડિયા કંપનીના ટોચના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા ટોચના 3 અધિકારીઓમાં ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ઉપરાંત ચીફ ફાઇનાન્સ ઓફિસર નેડ સેગલ અને લિગલ પોલિસી અને ટ્રસ્ટના હેડ વિજય ગાડ્ડેનો સમાવેશ થાય છે.
ટોચના આ ત્રણેય અધિકારીઓને બરતરફ કરવાની સાથે ટ્વિટરે તેમને સંયુક્ત કુલ રીતે 10 કરોડ ડોલરથી વધારે ચૂકવણી કરવી પડશે.
ઉલ્લેખનિય છે કે, ગત એપ્રિલમાં જ્યારે એલન મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલરના સોદામાં ટેકઓવર કરવાની ઓફર કરી હતી ત્યારથી જ પરાગ અગ્રવાલને તેમના પદેથી હટાવાશે તેવી પ્રબળ ધારણા હતી જે છેવટે સાચી સાબિત થઇ છે.
ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલ, જેમની એક વર્ષથી થોડાંક ઓછા સમય પહેલા જ આ પદે નિમણુંક થઇ હતી, તેમને બ્લૂમબર્ગની ગણતરી મુજબ આશરે 5 કરોડ ડોલર મેળવવા પાત્ર છે. તો ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલ 3.7 કરોડ ડોલર અને લીગલ, પોલિસી અને ટ્રસ્ટના વડા વિજય ગાડ્ડેને 1.7 કરોડ ડોલર મળી શકે છે.
ભારતીય ચલણમાં વાત કરીયે તો પરાગ અગ્રવાલને ટ્વિટરમાંથી બહાર નીકળવા બદલે લગભગ 346 કરોડ રૂપિયા જેટલી તગડી રકમ મળી શકે છે. ગત વર્ષે નવેમ્બરમાં ટ્વિટરના સીઇઓ બનેલા પરાગ અગ્રવાલ અગાઉ કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર હતા. વર્ષ 2021માં તેમને પગાર અને અન્ય ભથ્થાઓ સહિત 3.04 કરોડ ડોલર મળ્યા હતા.
આ પણ વાંચોઃ- twitterના બોસ બનતા જ એલોન મક્સે CEO પરાગ અગ્રવાલને કર્યા ટર્મિનેટ, હેડક્વાર્ટરમાંથી પણ કરાયા બહાર
મસ્કની આગેવાનીમાં ટ્વિટરના કર્મચારીઓનું ભવિષ્ય અધંકારમયી
એલન મસ્કે ટ્વિટરને ખરીદવાની ઓફર કરી ત્યારથી જ પરાગ અગ્રવાલને આ સોશિયલ મીડિયા કંપનીમાંથી બરતરફ કરાશે તેવું લગભગ નક્કી માનવામાં આવ્યુ હતુ. પરાગ અગ્રવાલે ત્યારે કર્મચારીઓને કહ્યુ હતુ કે, મસ્કની લીડરશિપમાં ટ્વિટરનું ભવિષ્ય અંધકારમયી છે. કોઇને પણ ખબર નથી કે હવે કંપની કઇ દિશામાં જશે.