તમે કલ્પના કરો કે એક વ્યક્તિ જેણે પોતાનું કરિયર કપાસના વેપારથી શરૂ કરી હતી, પણ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટર પ્રત્યેના તેના જુસ્સાથી તેણે ભારતની સૌથી મોટી ખાનગી બેંકો ઉભી કરી દીધી. ભારતના અબજોપતિની યાદીમાં સ્થાન ધરાવતા આ દિગ્ગ્જ બિઝનેસ મેન સાધારણ જીવનશૈલી પસંદ કરે છે અને ઘણા પરોપકારી પણ છે. આ બિઝનેસમેનનું નામ છે ઉદય કોટક, જેઓ કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક અને સીઇઓ, ફાઇનાન્સ સેક્ટરના રિયલ લિડર અને અત્યંત મહેનત, દ્રઢ નિશ્ચયી છે અને સર્જનાત્મકતાથી શું પ્રાપ્ત કરી શકાય છે તેનું જ્વલંત ઉદાહરણ.
ચાલો, ઉદય કોટકની બિઝનેસ મેન તરીકેની કારર્કિદી, શિક્ષણ, નેટવર્થ અને અન્ય પાસાંઓ ઝડપથી એક નજર નાખીએ છીએ.
ઉદય કોટકનું શિક્ષણ
ઉદય કોટકે મુંબઈની સિડનહામ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી જમનાલાલ બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં માસ્ટર્સ કર્યું.
ઉદય કોટકની બિઝનેસ જર્ની
પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ ઉદય કોટકે તેમના કૌટુંબિક બિઝનેસમાં જોડાઈને તેમની કારકિર્દીની શરૂઆત કરી, જે મુખ્યત્વે કપાસના વેપાર પર કેન્દ્રિત હતું. જો કે, તેમને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં વધારે રસ હતો અને તેમણે 1985માં બિલ ડિસ્કાઉન્ટિંગ બિઝનેસ શરૂ કર્યો, જે પાછળથી કોટક મહિન્દ્રા ફાઇનાન્સ લિમિટેડ બની.
કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના
તેમણે 2003માં કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના કરી હતી અને ત્યારથી તે ભારતની સૌથી મોટી ખાનગી બેંકો પૈકીની એક છે. કોટક મહિન્દ્રા બેંક પર્સનલ બેંકિંગ, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને એસેટ મેનેજમેન્ટ સહિત ફાઇનાન્સિયલ પ્રોડક્ટો અને સર્વિસની વિશાળ રેન્જ ઓફર કરે છે.
ઉદય કોટકનો પરિવાર
ઉદય કોટકની પત્નીનું નામ પલ્લવી કોટક છે. ઉદય કોટક વર્ષ 1985માં એક પાર્ટીમાં પલ્લવી કોટકને મળ્યા અને પ્રેમમાં પડ્યા હતા. એકબીજાને ડેટ કર્યાના માત્ર બે મહિના બાદ જ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમને જય કોટક નામનો એક પુત્ર અને દિકરી છે. જય કોટકે હાર્વડ બિઝનેસ સ્કૂલમાં ગ્રેજ્યુશન કર્યુ છે અને તેઓ વર્ષ 2007થી કોટક મહિન્દ્રા બેંકમાં કામગીરી કરી રહ્યા છે.
ઉદય કોટક ક્યાંથી કમાણી કરે છે?
ઉદય કોટકની આવકનો મુખ્ય સ્ત્રોત કોટક મહિન્દ્રા બેંકની ઓનરશીપ છે. ઉપરાંત તેઓ ઇન્વેસ્ટમન્ટ અને અન્ય બિઝનેસમાંથી પણ આવક મેળવે છે.
ઉદય કોટક પાસે કેટલી સંપત્તિ છે?
એપ્રિલ 2023ની ગુણતરી અનુસાર કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટક પાસે 14.3 અબજ ડોલરની સંપત્તિ હતી, જે તેમને ભારતના 10માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે.
Disclaimer: આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો