Aadhaar Update: આધાર કાર્ડ મફત અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાઇ, જાણો ઘરે બેઠાં ઓનલાઇન અપડેટ કરવાની રીત

Free Aadhaar Update Last Date Extended: આધાર કાર્ડ મફત અપડેટ કરવાની ડેડલાઇન લંબાવાઇ છે. આધાર કાર્ડધારક ઘરે બેઠાં ઓનલાઇન કોઇ ચાર્જ વગર નામ સરનામાંની વિગત અપડેટ કરાવી શકે છે.

Written by Ajay Saroya
June 18, 2025 10:37 IST
Aadhaar Update: આધાર કાર્ડ મફત અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાઇ, જાણો ઘરે બેઠાં ઓનલાઇન અપડેટ કરવાની રીત
Aadhaar Card Free Update: આધાર કાર્ડ મફત અપડેટ કરવાની ડેડલાઇન લંબાવાઇ છે. (Photo: @UIDAI)

Free Aadhaar Update Last Date Extended: આધાર કાર્ડ હજી સુધી અપડેટ કરાવ્યું નથી તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ((UIDAI) એ આધાર કાર્ડ ધારકોને તેમની માહિતી કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન, 2026 સુધી લંબાવી દીધી છે. આ અગાઉ ફ્રી આધાર કાર્ડ અપડેટની છેલ્લી તારીખ 14 જૂન, 2025 હતી.

આધાર રજિસ્ટ્રેશન અને અપડેટ નિયમો, 2016 મુજબ, આધાર કાર્ડ ધારકોએ દર 10 વર્ષે તેમના આધારને અપડેટ કરવું ફરજિયાત છે. ડેડલાઇન વધાર્યા બાદ હવે તમે 14 જૂન 2026 સુધી તમારા આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો, એટલે કે હવે તમારી પાસે ફ્રીમાં તમારો આધાર અપડેટ કરવા માટે આગામી 365 દિવસનો સમય છે. આ સુવિધા માત્ર (UIDAIના સત્તાવાર માયઆધાર પોર્ટલ myaadhaar.uidai.gov.in પર જ ઉપલબ્ધ છે.

Aadhaar Care Update Online : આધાર કાર્ડ અપડેટ કરવાની રીત

  • સૌથી પહેલા તમારા મોબાઇલ કે લેપટોપમાં myaadhaarની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો
  • હવે બ્લુ લોગિન બટન પર ક્લિક કરો અને પછી તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો. આ પછી, ઓટીપી મેળવવા માટે કેપ્ચા દાખલ કરો.
  • લોગિન કર્યા પછી, તમે જોઈ શકો છો કે હાજર સરનામું અને ઓળખનો પુરાવો અપડેટ થયો છે કે નહીં.
  • જો તમે અપ-ટુ-ડેટ નથી, તો પછી ‘Document Update’ વિકલ્પ પર ક્લિક કરો જે પેજની જમણી બાજુ ઉપરની સાઇડમાં દેખાશે.
  • હવે ડ્રોપ-ડાઉન મેનુમાં જાઓ અને તમે અપડેટ કરવા માંગતા હોવ તે દસ્તાવેજ પસંદ કરો.
  • હવે તમારા સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ રિવ્યૂ કરીને સબમિટ કરો.
  • આ પછી, તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર (એસઆરએન) મળશે, જેથી તમે તમારી વિનંતીની સ્થિતિ ટ્રેક કરી શકો.

કેટલા વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી

  • આધાર કાર્ડની વિગત અપડેટ કરાવવી જરૂરી છે. નિયમ મુજબ દર 10 વર્ષે આધાર કાર્ડની વિગત અપડેટ કરાવવી જરૂરી છે. જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારી આધાર ડિટેલ અપડેટ નથી કરી તો આ તમારા માટે ખૂબ જ સારી તક છે. તમે તમારા આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો. તમારે ફક્ત માયઆધર પોર્ટલ દ્વારા મફતમાં અપડેટ કરવાની જરૂર છે.

આધાર અપડેટ કરવાના ફાયદા શું છે?

  • આધાર કાર્ડ અપડેટ કરવાથી બેંક, મોબાઇલ સિમ અને અન્ય KYC સંબંધિત પ્રક્રિયા સરળ બનશે.
  • સરકારી યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી નહીં પડે.
  • ખોટા સરનામા અથવા ઓળખને કારણે પડતી મુશ્કેલી ટાળી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ