scorecardresearch

બ્રિટનમાં શાકભાજી ખરીદી પર લિમીટ, ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે

UK economy and food crisis : બ્રિટન (britain) માં શાકભાજીની અછત સર્જાતા કરિયાણું શાકભાજી રાખતા સુપર માર્કેટો (supermarkets) એ કેટલીક શાકભાજીની ખરીદી પર લિમીટ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટન શાકભાજી, ખાસ કરીને ટામેટાંની અછતનો સામનો કરી રહ્યું.

બ્રિટનમાં શાકભાજી ખરીદી પર લિમીટ, ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે
બ્રિટનમાં શાકભાજી અને ટામેટાની અછત (ફોટો – જનસત્તા)

UK economy and food crisis : યુકેની અર્થવ્યવસ્થા આ દિવસોમાં મંદીમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન બ્રિટનમાં પણ ખાદ્ય કટોકટી સર્જાઈ છે. જેના કારણે ફળો અને શાકભાજીનું રેશનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ રેશનિંગ યુકેની બે સૌથી મોટી સુપરમાર્કેટ – મોરિસન્સ અને એસડા દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ટામેટા, બટેકા, કાકડી, મરચું અને બ્રોકલી જેવી નાશવંત વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરેક ગ્રાહક આમાંથી માત્ર બે કે ત્રણ જ વસ્તુઓ ખરીદી શકે છે, વધુ નહીં.

ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી ખરીદી શકે છે

દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં સુપરમાર્કેટ દ્વારા પુરવઠો ખોરવાયા બાદ બ્રિટન શાકભાજી, ખાસ કરીને ટામેટાંની અછતનો સામનો કરી રહ્યું છે. જેના કારણે બે મોટા કરિયાણા માર્કેટે ગ્રાહકોની ખરીદી પર લિમીટ લગાવી દીધી છે. બ્રિટનની ત્રીજી સૌથી મોટી કરિયાણાની કંપની એસ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે, તેણે ટામેટાં, મરચા, કાકડી, લેટીસ, બ્રોકલી, કોબીજ અને રાસબેરીની ખરીદી પર કામચલાઉ મર્યાદા લગાવી છે. દરેક ગ્રાહક આમાંથી માત્ર ત્રણ વસ્તુઓ જ ખરીદી શકે છે, વધુ નહીં.

એસડાના પ્રવક્તાએ કહ્યું: “અન્ય સુપરમાર્કેટ્સની જેમ અમે દક્ષિણ સ્પેન અને ઉત્તર આફ્રિકામાં ઉગાડવામાં આવતા કેટલાક ઉત્પાદનો પર સોર્સિંગ પડકારોનો સામનો કરી રહ્યા છીએ.”આ દરમિયાન, હરીફ મોરિસન્સે જણાવ્યું હતું કે, તે બુધવારથી ટામેટાં, કાકડી, લેટીસ અને મરચા પર ગ્રાહક દીઠ બે-વસ્તુની મર્યાદા લગાવશે. કંપનીએ કહ્યું કે, ખરાબ હવામાનને કારણે દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ઘણા પાકની ઉપજ પર અસર પડી છે. યુકે સુપરમાર્કેટમાં શાકભાજીના ખાલી રેકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

બ્રિટન 95 ટકા ટામેટાંની નિકાસ કરે છે

BRC ફૂડ એન્ડ સસ્ટેનેબિલિટી ડિરેક્ટર એન્ડ્રુ ઓપીએ કહ્યું: “આ સમસ્યા થોડા અઠવાડિયા સુધી ચાલવાની અપેક્ષા છે. સુપરમાર્કેટ પુરવઠા શૃંખલાના મુદ્દાઓનું સંચાલન કરવામાં અને ગ્રાહકો સુધી તાજા ઉત્પાદનોની વિશાળ સિરીજ લાવવા માટે ખેડૂતો સાથે કામ કરવામાં માહિર છીએ.” આ દરમિયાન, કરિયાણાના વેપારીઓનું કહેવું છે કે, બ્રિટન અને નેધરલેન્ડ્સમાં ઉંચા ઉર્જા ખર્ચને કારણે શિયાળાના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. બીઆરસીના આંકડાઓ અનુસાર, યુકે સામાન્ય રીતે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન તેના 95% ટામેટાં અને 90% લેટીસની આયાત કરે છે.

આ પણ વાંચોઆઇસીએઆરએ એવા ઘઉંનું ઉત્પાદન કરશે જે ગરમી ઓછી કરવામાં થશે મદદગાર

બ્રિટન ખાસ કરીને સ્પેન પર નિર્ભર છે. મોરોક્કોએ આ મહિનાની શરૂઆતમાં સ્થાનિક ભાવ ઘટાડવા અને યુરોપમાં નિકાસ કરવા માટે પશ્ચિમ આફ્રિકન દેશોમાં ટામેટાં, ડુંગળી અને બટાકાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Web Title: Uk economy and food crisis limit on vegetables in britain consumer buy only two tomatoes two cucumbers

Best of Express