Electric Two Wheelers ની ભારતમાં વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં રાખી વાહન નિર્માતા કંપનીઓએ આ સેગમેન્ટમાં પોતાના નવા ઇલેકટ્રીક સ્કૂટર અને બાઈક લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે જેમાં હીરો, ટીવીએસ, ઓલા ઇલેકટ્રીક અને ઓકિનાવા જેવી મોટી કંપનીઓ સિવાય ઘણી નાની કંપનીઓએ અને નવા પણ સ્ટાર્ટઅપ પણ સામેલ છે.
આજ અમે તમને Upcoming Electric Two Wheelers વિષે જલ્દી ભારતના ઘરેલુ માર્કેટમાં લોન્ચ થશે. આ ઇલેકટ્રીક ટુ વહીલરમાં શામેલ છે ઈલેકટ્રીક સ્કૂટર અને બાઈક જેની સંપૂર્ણ ડીટેલ તમે અહીં જાણી શકો છો.
Oben Rorr
ઓબેન રોર એક ઇલેકટ્રીક બાઈક છે જેની રેન્જને લઈને કંપની દવા કરે છે કે સિંગલ ચાર્જ પર આ બાઈક 200 કિલોમીટરની રેન્જ આપે છે અને આ રેન્જને IDC દ્વારા પ્રમાણિત કરાયું છે.
આ પણ વાંચો: માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની મંદી ભારે પડી, ભારતનો વિકાસદર ઘટીને 6.3 ટકા
કંપનીએ આ બાઈકની લોન્ચ ડેટ અને ડિલિવરી ડેટને લઈને હજુ કોઈ ખુલાસો થયો નથી પરંતુ રિપોર્ટ્સના મત મુજબ, આ બાઈકને જાન્યુઆરી 2023 માં 1 લાખ રૂપિયાના શરૂઆતી કિંમત સાથે લોન્ચ થઇ શકે છે.
Simple One
સિમ્પલ વન ઇલેકટ્રીક સ્કૂટરને કંપની જુલાઈ 2022 માં જાહેર કરી ચુકી છે પરંતુ આ ઇલેકટ્રીક સ્કૂટરના માર્કેટમાં ઉતરવાની રાહ જોવાઈ રહી છે. કંપની તેના વિષે જાન્યુઆરી 2023 માં માર્કેટમાં ઉતારી શકે છે જેમાં અપડેટેડ બેટરી પેક લગાવી છે જેના દ્વારા સિંગલ ચાર્જ પર 300 કિલોમીટરની રેન્જનો દાવો કર્યો છે.
Raptee Electric Motorcycle
રાપ્તી ઈલેકટ્રીક બાઈક એક સ્પોર્ટી ડિઝાઇન અને ઝડપી રફ્તાર ધરાવતી બાઈક છે જે અલ્ટ્રાવાયોલેટ 77 ની જેમ જ પરંતુ નેકેડ સ્પોર્ટ્સ બાઈક છે. કંપની આ બાઈકની રેન્જને લઈને દાવો કરે છે કે એક વાર ફૂલ ચાર્જ થયા પછી બાઈક 150 કિલોમીટરની રેન્જ આપે છે અને તેની સાથે 135 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે. કંપનીનો આ પણ દાવો છે કે બાઈક 3.5 સેકેંડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે.
Suzuki Burgman Street Electric
સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ એક સ્ટાઇલિશ સ્કૂટર છે જેનું ઇલેક્ટ્રિક વર્ઝન કંપની બહુ જલ્દી લોન્ચ કરી શકે છે. હાલમાં જ આ ઇલેક્ટ્રિક સ્કૂટર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. કંપની તેને ઓટો એક્સપો 2023માં રજૂ કરી શકે છે.