IPO This Week: મેશો સહિત 14 કંપનીના આઈપીઓ કરાવશે કમાણી, નવા અઠવાડિયે 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે

Upcoming IPO Opne And Share Listing This Week : 1 ડિસેમ્બરથી શરૂ થયેલા સપ્તાહમાં મેશો, Aequs, વિદ્યા વાયર્સ સહિત 14 કંપનીઓના આઈપીઓ ખુલી રહ્યા છે, જેમાં રોકાણકારોને કમાણી થઇ શકે છે. ઉપરાંત સ્ટોક એક્સચેન્જ પર નવી 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

Written by Ajay Saroya
November 30, 2025 17:09 IST
IPO This Week: મેશો સહિત 14 કંપનીના આઈપીઓ કરાવશે કમાણી, નવા અઠવાડિયે 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે
IPO : આઈપીઓ (Photo: Freepik)

Upcoming IPO And Share Listing This Week : આઈપીઓ માર્કેટ માટે ડિસેમ્બર મહિનાની શરૂઆત ધમાકેદારર રહેવાની છે. 1 ડિસેમ્બરથી શરૂ થનાર અઠવાડિયામાં નવા 14 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 3 મેઇનબોર્ડ સમેગન્ટના IPO છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 3 આઈપીઓમાં આ સપ્તાહે રોકાણ કરવાની તક મળશે, તે તમામ SME IPO છે. ઉપરાંત શેરબજારમાં નવી 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. ચાલો જાણીયે વિગતવાર

Clear Secured IPO : ક્લિયર સિક્યોર્ડ આઈપીઓ

ક્લિયર સિક્યોર્ડ સર્વિસિસ લિમિટેડ આઈપીઓ 1 ડિસેમ્બરે ખુલશે. 85.60 કરોડના એસએમઇ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 125 – 132 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,000 શેર છે. આ IPO 3 ડિસેમ્બરે બંધ થયા બાદ શેર લિસ્ટિંગ NSE SME પર 8 ડિસેમ્બરે થઇ શકે છે.

Speb Adhesives IPO : સ્પેબૂ એધેસિવ્સ આઈપીઓ

સ્પેબ એધેસિવ્સ આઈપીઓ1 થી 3 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શાકશે. કંપની આઈપીઓ દ્વારા 33.73 કરોડ રૂપિયા ઊભા કરવા માંગે છે. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 52- 56 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. શેર લિસ્ટિંગ NSE SME પર 8 ડિસેમ્બરે થવાની શક્યતા છે.

Invicta Diagnostic IPO : ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક આઈપીઓ

ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક આઈપીઓનું કદ 28 . 12 કરોડ રૂપિયા છે. આ પબ્લિક ઇશ્યૂ 1 ડિસેમ્બર ખુલશે અને 3 ડિસેમ્બર બંધ થશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 80 – 85 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,600 શેર છે. NSE SME પર 8 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Ravelcare IPO : રેવલકેર આઈપીઓ

રેવલકેર આઈપીઓ 1 થી 3 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. 24.10 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 123 – 130 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,000 શેર છે. શેર લિસ્ટિંગ 8 ડિસેમ્બરે BSE SME પર થશે.

Astron Multigrain IPO : એસ્ટ્રોન મલ્ટિગ્રેઇન આઈપીઓ

એસ્ટ્રોન મલ્ટિગ્રેઇન આઈપીઓ 1 ડિસેમ્બર ખુલશે. ₹18.40 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 63 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 છે. 3 ડિસેમ્બરે આઈપીઓ બંધ થયા બાદ શેર લિસ્ટિંગ BSE SME પર ડિસેમ્બરે થઇ શકે છે.

Neochem Bio IPO : નિયોકેમ બાયો આઈપીઓ

નિયોકેમ બાયો આઈપીઓ 2 ડિસેમ્બર ખુલશે અને 4 ડિસેમ્બર બંધ થશે. 44.97 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 93 – 98 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,200 શેર છે. શેર એલોટેન્ટ બાદ NSE SME પર 9 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થશે.

Helloji Holidays IPO : હેલોજી હોલીડેઝ આઈપીઓ

હેલોજી હોલીડેઝ આઈપીઓ સબ્સક્રાઇબ 2 થી 4 ડિસેમ્બર સુધી કરી શકાશે. 10.96 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 110 – 118 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,200 શેર છે. કંપનીના શેર લિસ્ટિંદ BSE SME પર 9 ડિસેમ્બરે થઇ શકે છે.

Meesho IPO : મેશો આઈપીઓ

મેશી આઈપીઓ મેનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશયૂ છે. 5,421.20 કરોડ રૂપિયાનો આઈપીઓ 3 ડિસેમ્બરે ખુલશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 105 – 111 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 135 શેર છે. 5 ડિસેમ્બરે IPO બંધ થશે અને ત્યાર પછી BSE, NSE પર 10 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Aequs IPO : એકેસ આઈપીઓ

એકેસ આઈપીઓ 921.81 કરોડ રૂપિયાનો છે. આ આઈપીઓ સબ્સક્રાઇબ 3 થી 5 ડિસેમ્બર સુધી થઇ શકશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 118 – 124 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 120 શેર છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 10 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Vidya Wires IPO : વિદ્યા વાયર્સ આઈપીઓ

વિદ્યા વાયર્સ આઈપીઓ 3 થી 5 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ થઇ શકશે. 300.01 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 48 – 52 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 288 શેર છે. શેર એલોટમેન્ટ બાદ શેર લિસ્ટંગ BSE, NSE પર 10 ડિસેમ્બરે થઇ શકે છે.

Shri Kanha Stainless IPO : શ્રી કાન્હા સ્ટેઇનલેસ આઈપીઓ

શ્રી કાન્હા સ્ટેઇનલેસ આઈપીઓ સબ્સક્રાઇસ 3 થી 5 ડિસેમ્બર સુધી કરી શકાશે. 46.28 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 90 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,600 શેર છે. શેર લિસ્ટિંગ NSE SME પર 10 ડિસમ્બરે થઇ શકે છે.

Luxury Time IPO : લક્ઝરી ટાઇમ આઈપીઓ

લક્ઝરી ટાઇમ આઈપીઓ 4 ડિસેમ્બર ખુલશે અને 8 ડિસેમ્બરે બંધ થશે. કંપનીએ ₹18.74 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 78 – 82 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,600 શેર છે. કંપનીના શેર લિસ્ટિંગ BSE SME પર 11 ડિસેમ્બરે થશે.

Western Overseas Study Abroad IPO : વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી એબ્રોડ આઈપીઓ

વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી એબ્રોડ આઈપીઓ 4 ડિસેમ્બરે ખુલશે. 10.07 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 56 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. રોકાણકારો 8 ડિસેમ્બર સુધી આઈપીઓ માટે બીડ કરી શકશે. કંપનીના શેર લિસ્ટિંગ BSE SME પર 11 ડિસેમ્બરે થશે.

Methodhub Software IPO : મેથડહબ સોફ્ટવેર આઈપીઓ

મેથડહબ સોફ્ટવેર આઈપીઓ 5 થી 9 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. હજી સુધી આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ અને લોટ સાઇઝ નક્કી થયા નથી. શેર લિસ્ટિંગ BSE SME પર 12 ડિસેમ્બરે થઇ શકે છે.

આ ઉપરાંત રોકાણકારોને પાછલા અઠવાડિયા ખુલેલા 3 IPO, Exato ટેકનોલોજીસ આઈપીઓ, લોજિસિઅલ સોલ્યુશન્સ આઈપીઓ અે પર્પલ વેવ ઇન્ફોકોમ આઈપીઓ કંપનીના શેરમાં આ સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે.

Share Listing This Week : નવી 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે

નવા અઠવાડિયે શેરબજારમાં નવી 6 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 2 ડિસેમ્બરે BSE SME પર એસએસએમડી એગ્રોટેક ઈન્ડિયાના શેર લિસ્ટિંગ થશે.તો 3 ડિસેમ્બરે BSE SME પર મધર ન્યુટ્રી ફૂડ્સ અને કે કે સિલ્ક મિલ્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. તો 5 ડિસેમ્બરે BSE SME પર Exato ટેકનોલોજીસ, લોજિસિયલ સોલ્યુશન્સ અને પર્પલ વેવ ઇન્ફોકોમ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. અમે કોઇ પણ રીતે રોકાણ કરવાન સલાહ આપતા નથી. બજાર જોખમોને આધિન છે. આથી રોકાણ સંબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ