IPO Open This Week Share Listing : આઈપીઓ માર્કેટમાં નવું અઠવાડિયે બહુ ખાસ હલચલ જોવા મળશે નહીં. 24 નવેમ્બરથી થયેલા નવા સપ્તાહમાં માત્ર 3 નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જે તમામ SME IPO છે. અલબત્ત પાછલા સપ્તાહે ખુલેલા મેઇનબોર્ડ સેગમેન્ટના સુદીપ ફાર્મા IPO સબ્સક્રાઇબ કરવાનો આ છેલ્લો મોકો મળશે. શેર લિસ્ટિંગની વાત કરયે તો આ અઠવાડિયામાં શેરબજારમાં 3 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે.
Upcoming IPO : આવનાર આઈપીઓ
SSMD Agrotech India IPO : એસએસએમડી એગ્રોટેક ઈન્ડિયા આઈપીઓ
એસએસએમડી એગ્રોટેક ઈન્ડિયા આઈપીઓ 25 નવેમ્બર ખુલશે. 34.09 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 114 – 121 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. આ SME IPO 27 નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. શેર એલોટમેન્ટ બાદ BSE SME પર 2 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થશે.
Mother Nutri Foods IPO : મધર ન્યુટ્રી ફૂડ્સ આઈપીઓ
મધર ન્યુટ્રી ફૂડ્સ આઈપીઓ 26 નવેમ્બર ખુલશે અને 28 નવેમ્બર બંધ થસે. કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા 39.59 કરોડ રૂપિયા ઉભા કરશે. આઈપીઓ પ્રાઇશ બેન્ડ 111 – 117 રૂપિયા અને લોટ સાઇઝ 1200 શેર છે. શેર લિસ્ટિંગ BSE SME પર 3 ડિસેમ્બરે થશે.
K K Silk Mills IPO : કે કે સિલ્ક મિલ્સ આઈપીઓ
કે કે સિલ્ક મિલ્સ આઈપીઓ 26 નવેમ્બર ખુલશે. આઈપીઓ પ્રાઇશ બેન્ડ 36 – 38 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 3000 શેર છે. કંપની આઈપીઓ દ્વારા 28.50 કરોડ રૂપિયા એક્ત્ર કરશે. શેર એલોટમેન્ટ થયા બાદ BSE SME પર 3 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Share Listing This Week : આ અઠવાડિયાના શેર લિસ્ટિંગ
નવા અઠવાડિયામાં 3 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 26 નવેમ્બરે BSE, NSE પર એક્સલસોફ્ટ ટેકનોલોજીસના શેર લિસ્ટેડ થવાના છે. આ જ તારીખે BSE SME પર ગેલાર્ડ સ્ટીલના શેર લિસ્ટિંગ થવાના છે. તો BSE, NSE પર 28 નવેમ્બરે સુદીપ ફાર્માના શેર લિસ્ટિંગ થવાના છે.





