IPO : અર્બન કંપની સહિત 10 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, મંગળવારે Amanta હેલ્થકેરનો શેર લિસ્ટિંગ થશે

IPO Open This Week And Share Listing : આ અઠવાડિયામાં અર્બન કંપની સહિત 10 આઈપીઓ ખુલવાના છે, જેમા 3 મેઇનબોર્ડ આઈપીઓ છે. ઉપરાંત નવી 7 કંપનીઓના શેર લિસ્ટિંગ પણ થવાના છે. 9 સપ્ટેમ્બરે Amanta Healthcareનો શેર લિસ્ટિંગ થશે.

Written by Ajay Saroya
Updated : September 08, 2025 10:32 IST
IPO : અર્બન કંપની સહિત 10 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, મંગળવારે Amanta હેલ્થકેરનો શેર લિસ્ટિંગ થશે
IPO : આઈપીઓ (Photo: Freepik)

Upcoming IPO This Week: આઈપીઓ રોકાણકારો માટે આગામી સપ્તાહે બહુ ખાસ રહેવાનું છે. 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા સપ્તાહમાં 10 આઈપીઓ ખુલવાના છે, જેમા 3 મેઇનબોર્ડ આઈપીઓ છે. મેઇનબોર્ડ આઈપીઓમાં અર્બન કંપની, દેવી એક્સિલરેટર અને શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર કંપનીના આઈપીઓ સામેલ છે. ઉપરાંત 8 થી 12 સપ્ટેમ્બર દરમિયાન 7 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

Mainboard IPO : મેઇનબોર્ડ આઈપીઓ

Urban Company IPO : અર્બન કંપની આઈપીઓ

અર્બન કંપનીનો આઈપીઓ 10 સપ્ટેમ્બરે ખુલશે. 1900 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 98 -103 રૂપિયા પ્રતિ શેર છે અને રોકાણકારો ઓછામાં ઓછા 145 શેર માટે બીડ કરવાની રહેશે. તેમા 471 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને 1428 કરોડ રૂપિયાનો OFS સામેલ છે. આ આઈપીઓ 12 સપ્ટેમ્બરે બંધ થયા બાદ 15 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ છે. ત્યાર પછી 17 સપ્ટેમ્બરે BSE અને NSE પર કંપનીના શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Dev Accelerator IPO : દેવી એક્સિલરેટર આઈપીઓ

DevX બ્રાન્ડનું સંચાલન કરતી ડેવ એક્સિલરેટર કંપનીનો આઈપીઓ 10 થી 12 સપ્ટેમ્બર સબ્સક્રિપ્શન માટે ખુલશે. 143.35 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 56 – 61 રૂપિયા અને લોટ સાઇઝ 235 શેર છે. આ IPO સંપૂર્ણે ફ્રેશ ઇશ્યૂ છે. આઈપીઓના ભંડોળનો ઉપયોગ નવા સેન્ટર ખોલવા, સિક્યોરિટી ડિપોઝિટ, દેવાની ચૂકવણી અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. 15 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ 17 સપ્ટેમ્બરે BSE, NSE પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.

Shringar House of Mangalsutra IPO : શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસુત્ર આઈપીઓ

મુંબઇ સ્થિત જ્વેલરી કંપની શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસુત્રન આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 10 સપ્ટેમ્બર ખુલ્યા બાદ 12 સપ્ટેમ્બરે બંધ થશે. 400.95 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 155 – 165 રૂપિયા અને લોટ સાઇઝ 90 શેર નક્કી છે. કંપની ખાસ કરીને અમેરિકન ડાયમંડ, મોટી, ક્યૂબિક જિરકોનિયા અને કિંમતી રત્નો જડીત મંગળસુત્ર બનાવવામાં નિષ્ણાંત છે. 15 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ 17 સપ્ટેમ્બરે BSE, NSE પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.

SME IPO : એસએમઇ આઈપીઓ

નવા સપ્તાહે ઘણી એસએમઇ કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે. ઘણી એસએમઇ કંપનીઓ ભંડોળ એક્ત્ર કરવા માટે મૂડીબજારમાં આવી રહી છે.

Krupalu Metals IPO : કૃપાળુ મેટલ્સ આઈપીઓ

કુપાળ મેટલ્સ આઈપીઓ 8 થી 10 સપ્ટેમ્બર ખુલશે. કંપનીના 13.48 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 72 રૂપિયા પ્રતિ શેર છે.

Karbonsteel Engineering IPO : કાર્બનસ્ટીલ એન્જિનિયરિંગ આઈપીઓ

કાર્બનસ્ટીલ એન્જિનિયરિંગ કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 59.30 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. પબ્લિક ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 151 – 159 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.

Nilachal Carbo Metalicks IPO | નીલાચલ કાર્બો મેટાલિક આઈપીઓ

નીલાચલ કાર્બો મેટાલિકન કંપનીનો 56.10 કરોડ રૂપિયાનો આઈપીઓ 8 સપ્ટેમ્બરે ખુલશે અને 10 સપ્ટેમ્બર બંધ થશે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 85 રૂપિયા પ્રતિ શેર છે. કંપની સ્ટીલ અને મિશ્ર ધાતુનો વેપાર કરે છે.

Jay Ambe Supermarkets IPO : જય અંબે સુપરમાર્કેટ્સ આઈપીઓ

રિટેલ ચેઇન જય અંબે સુપરમાર્કેટ્સ કંપનીનો આઈપીઓ 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન સબ્સક્રિશન કરી શકાશે. 18.45 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 74 થી 78 રૂપિયા પ્રતિ શેર છે.

Taurian MPS IPO : ટૌરિયન એમપીએસ આઈપીઓ

એન્જિનિયરિંગ કંપની ટૌરિયન એમપીએસનો આઈપીઓમાં 9 થી 11 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાશે. કંપની 162 થી 172 રૂપિયાના ભાવે શેર વેચશે. કંપની આઈપીઓ દ્વારા 42.53 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે.

Airfloa Rail Technology IPO : એરફ્લોઆ રેલ ટેકનોલોજી આઈપીઓ

એરફ્લોઆ રેલ ટેકનોલોજી આઈપીઓ 11 સપ્ટેમ્બર ખુલશે. 91.10 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 133 – 140 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. રોકાણકારો 15 સપ્ટેમ્બર સુધી આઈપીઓ સબ્સક્રિપ્શન કરી શકે છે.

Share Listing This Week : આ અઠવાડિયાના શેર લિસ્ટિંગ

આ સપ્તાહે શેરબજારમાં ઘણી કંપનીઓના શેર લિસ્ટિંગ કરી રહ્યા છે. જેમા 8 સપ્ટેમ્બર Rachit Prints નો શેર બીએસઇ એસએમઇ પર લિસ્ટિંગ કરવાનો છે. તો 9 સપ્ટેમ્બરે અમાન્ટા હેલ્થકેરનું શેર લિસ્ટિંગ BSE, NSE પર થશે. 10 સપ્ટેમ્બરે એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર Optivalue Tek Consulting અને Goel Construction કંપનીનો શેર BSE SME પર લિસ્ટેડ થશે. 11 સપ્ટેમ્બરે બીએસઇ એસએમઇ પર Austere Systems શેર લિસ્ટિંગ કરવાનો છે. 12 સપ્ટેમ્બરે Sharvaya Metalsનો શેર BSE SME અને વિગર પ્લાસ્ટનો શેર NSE SME પર લિસ્ટિંગ કરવાનો છે.


Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ