Upcoming IPO : ગુજરાતની VMS TMT સહિત 5 કંપનીના IPO ખુલશે, આ સપ્તાહે 11 શેર લિસ્ટેડ થશે

IPO Open And Share Listing This Week : આઈપીઓ રોકાણકાર માટે આગામી સપ્તાહ બહુ ખાસ રહેવાનું છે. ગુજરાતની મેટલ કંપની VMS TMT અને યુરો પ્રતિક સેલ્સ સહિત નવા 5 આઈપીઓ ખુલવાના છે. ઉપરાંત સ્ટોક એક્સચેન્જ પર 11 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Written by Ajay Saroya
September 14, 2025 16:58 IST
Upcoming IPO : ગુજરાતની VMS TMT સહિત 5 કંપનીના IPO ખુલશે, આ સપ્તાહે 11 શેર લિસ્ટેડ થશે
IPO News : આઈપીઓ સમાચાર. (Photo: Freepik)

Upcoming IPO This week: આઈપીઓ માર્કેટમાં આ અઠવાડિયે હલચલ જોવા મળશે. 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવા અઠવાડિયામાં 2 મેઇનબોર્ડ આઈપીઓ સહિત કૂલ 5 નવા આઈપીઓ ખુલી રહ્યા છે. મેઇનબોર્ડ આઈપીઓમાં યુરો પ્રતિક સેલ્સ આઈપીઓ અને વીએમએસ ટીએમટી આઈપીઓ મુખ્ય છે. ઉપરાંત નવી 11 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે.

મેઇનબોર્ડ આઈપીઓ : Mainboard IPO

આવતીકાલથી શરૂ થતા અઠવાડિયામાં એટલે કે સોમવાર 15 સપ્ટેમ્બરથી બે મેઈનબોર્ડ IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. તમે નીચે વિગતો ચકાસી શકો છો.

Euro Pratik Sales IPO : યુરો પ્રતીક સેલ્સ આઈપીઓ

ડેકોરેટિવ વોલ પેનલ બનાવતી કંપની યુરો પ્રતીક સેલ્સ કંપનીનો આઈપીઓ 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખુલશે. આઈપીઓ હેઠળ કંપનીના પ્રમોટર્સ ઓફર ફોર સેલ (OFS) દ્વારા 451.31 કરોડ રૂપિયાના શેર વેચશે. IPO માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 235 થી 247 રૂપિયા છે. રોકાણકારો ઓછામાં ઓછા 60 શેર માટે બોલી લગાવી શકે છે, જેના માટે લગભગ રૂ. 14,820ની જરૂર પડશે. શેર એલોટમેન્ટ 19 સપ્ટેમ્બર ફાઇનલ થશે. ત્યાર પછી 23 સપ્ટેમ્બર 2025ના રોજ BSE અને NSE પર કંપનીનું શેર લિસ્ટિંગ થશે.

VMS TMT IPO : વીએમએસ ટીએમટી આઈપીઓ

વીએમએસ ટીએમટી કંપનીનો આઈપીઓ 17 સપ્ટેમ્બર ખુલશે અને 19 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. ગુજરાત સ્થિત આ મેટલ કંપની IPO દ્વારા, કંપની 1.5 કરોડ શેર વેચીને રૂ. 148.50 કરોડ એકત્ર કરશે. આ આઈપીઓ સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 94 થી રૂ. 99 પ્રતિ શેર અને લોટ સાઇઝ 150 શેર નક્કી કરવામાં આવી છે. શેર એલોટમેન્ટ 22 સપ્ટેમ્બર થશે અને ત્યાર પછી 24 સપ્ટેમ્બરના રોજ BSE અને NSE પર શેર લિસ્ટિંગ થશે. કંપનીએ કહ્યું છે કે આ રકમનો ઉપયોગ કોર્પોરેટ ખર્ચ અને દેવાની ચુકવણી માટે કરવામાં આવશે.

SME IPO : એસએમઇ આઈપીઓ

TechD Cybersecurity IPO : ટેક ડિફેન્સ સાયબરસિક્ટોરિટી આઈપીઓ

સાયબર સુરક્ષા કંપની TechDefence Labs એટલે કે ટેકડી સાયબરસિક્યોરિટી કંપનીનો આઈપીઓ 15 સપ્ટેમ્બર ખુલશે અને 17 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન કરી શકાશે. આ આઈપીઓ સંપૂર્ણપણે રૂ. 38.99 કરોડનો ફ્રેશ ઇશ્યૂ છે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 183 થી રૂ. 193 પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર 22 સપ્ટેમ્બરે NSE SME પર લિસ્ટેડ થશે.

Sampat Aluminium IPO : સંપત એલ્યુમિનિયમ આઈપીઓ

સંપત એલ્યુમિનિયમ કંપનીનો આઈપીઓ 17 થી 19 સપ્ટેમ્બર સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીનો ઉદ્દેશ્ય રૂ. 30.53 કરોડ એકત્ર કરવાનો છે અને શેરની કિંમત રૂ. 114 થી રૂ. 120 અને લોટ સાઇઝ 1200 શેર છે. 22 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 24 સપ્ટેમ્બરના રોજ BSE SME પર શેર લિસ્ટેડ થશે.

JD Cables IPO : જેડી કેબલ્સ આઈપીઓ

જેડી કેબલ્સ કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 18 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ આઈપીઓનું કુલ કદ 95.99 કરોડ રૂપિયા છે અને તેમાં એક ફ્રેશ ઈશ્યૂ અને ઓફર ફોર સેલ બંનેનો સમાવેશ થાય છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 144 થી 152 શેર પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. 25 સપ્ટેમ્બરના રોજ બીએસઈ એસએમઈ પર શેર લિસ્ટેડ થશે.

Upcomint Share Listing : આગામી શેર લિસ્ટિંગ

15 સપ્ટેમ્બર : વશિષ્ઠ લક્ઝરી ફેશન (Vashishtha Luxury Fashion)16 સપ્ટેમ્બર : નિલાચલ કાર્બો મેટલિક્સ, કૃપાલુ મેટલ્સ, ટૌરિયન MPS, કાર્બનસ્ટીલ એન્જિનિયરિંગ17 સપ્ટેમ્બર : મંગલસૂત્રનું શ્રૃંગાર હાઉસ, અર્બન કંપની, દેવ એક્સિલરેટર, જય અંબે સુપરમાર્કેટ્સ, ગેલેક્સી મેડિકેર સપ્ટેમ્બર18 સપ્ટેમ્બર : એરફ્લો રેઇલ ટેક્નોલોજી

આ શેર લિસ્ટિંગ સાથે, રોકાણકારોને નવી તકો મળશે, તેથી રોકાણ કરતા પહેલા કંપનીઓની નાણાકીય સ્થિતિ અને બજારની સંભાવનાઓનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ