UPI Transaction updates : જો તમે યુપીઆઇ દ્વારા પેમેન્ટ કરવા માંગો છો તો એક એપ્રિલથી તમારે ટ્રાન્જેક્શન માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા નાણાંકિય વર્ષમાં ડિજિટલ પેમેન્ટ મોંઘું થવા જઇ રહ્યું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ પેમેન્ટને લઇને એક સર્કુલર રજૂ કર્યું છે. જેમાં કહેવાયું છે કે એક એપ્રિલથી યુપીઆઇથી થનારા મર્ચન્ટ પેમેન્ટ પર PPI ચાર્જ લગાવવામાં આવશે.
શું થશે અસર?
સર્કુલર પ્રમાણે NPCI તરફથી 0.5-1.1 ટકા ચાર્જ ગલાવવાની ભલામણ કરવામાં આવી છે. આ ચાર્જ 2000 રૂપિયાથી વધારે ટ્રાન્જેક્શન પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટૂમેન્ટ એટલે કે પીપીઆઇ લગાવવામાં આવશે. આ ચાર્જ માત્ર એ લેકોને આપવાનો રહેશે જે મર્ચન્ટ ટ્રાન્જેક્શન એટલે કે વેપારીઓ માટે છે. સામાન્ય લોકો માટે આની કોઈ અસર નહીં થાય.
આ પણ વાંચોઃ- નકલી દવા બનાવતી 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ કેન્સલ, ઉઝબેકિસ્તાન- ગામ્બિયાની ઘટના બાદ સરકાર એક્શનમાં
કેમ લેવામાં આવ્યો નર્ણય?
રિપોર્ટ પ્રમાણે યુપીઆઇ થકી પેમેન્ટ થનારા આશરે 70 ટકા પેમેન્ટ 2000થી ઉપરના હોય છે. નવા સર્કુલર પ્રમાણે હવે યુપીઆઇ પેમેન્ટ પર લોકોને હવે ખીસ્સું ઢીલું કરવું પડી શકે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશને અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફીસ નક્કી કરી છે.
આ પણ વાંચોઃ- સોનું, સિગારેટ, ઇલેક્ટ્રિક કિચન ચિમનીની કિંમત વધશે : 1 એપ્રિલથી શું મોંઘુ અને શું સસ્તુ થશે, ચેક કરો યાદી
કોના પર નહીં લાગે ફી?
નવા સર્કુલર પ્રમાણે કૃષિ અને ટેલિકોમ ક્ષેત્રમાં સૌથી ઓછી ઇન્ટરચેજ ફી વસુલવામાં આવશે. જ્યારે બેન્ક એકાઉન્ટ અને પીપીઇ વોલેટ વચ્ચે પીયર-ટૂ પીયર અને પીયર ટૂ પીયર મર્ચન્ટમાં કોઈ પ્રકારનું ટ્રાન્જેક્શન થશે તો તેના ઉપર કોઈ જ ચાર્જ આપવાનો રહેશે નહીં.