Vishal Mega Mart IPO: આઈપીઓ રોકાણ દ્વારા કમાણી કરવાની તક આવી રહી છે. સુપરમાર્ટ કંપની વિશાલ મેગા માર્ટ નો આઈપીઓ 11 નવેમ્બર 2024 ખુલી રહ્યો છે. આ આઈપીઓ 13 નવેમ્બર 2024 સુધી પબ્લિક સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપની IPO દ્વારા રૂ. 8000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જો કે, કંપનીએ હજુ સુધી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ જાહેર કરી નથી. પબ્લિક ઇસ્યુ બંધ થયા બાદ 16 ડિસેમ્બરે શેર એલોટમેન્ટ કરવામાં આવશે અને ત્યારબાદ 18 ડિસેમ્બરના રોજ મેઇનબોર્ડ BSE અને NSE શેર લિસ્ટિંગ થશે.
Vishal Mega Mart IPO : વિશાલ મેગા માર્ટ આઈપીઓ
સેબીમાં કંપની દ્વારા ફાઈલ કરવામાં આવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ, વિશાલ મેગા માર્ટ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) હશે, જેમાં પ્રમોટર સમાયત સર્વિસીસ એલએલપી પોતાનો હિસ્સો વેચશે. આ આઈપીઓમાં કોઈ નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે નહીં. હાલમાં, સમાયત સર્વિસીસ LLP કંપનીમાં 96.55 ટકા હિસ્સો ધરાવે છે.
Vishal Mega Mart IPO : વિશાલ મેગા માર્ટ આઈપીઓ કોની માટે કેટલા શેર અનામત
વિશાલ મેગા માર્ટના IPOમાં 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ IPOમાં 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ એટલે કે QIB માટે રિઝર્વ છે. જ્યારે આ IPOમાં બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા અનામત રાખવામાં આવ્યા છે. આ IPO 10 ડિસેમ્બર 2024ના રોજ એન્કર રોકાણકારો માટે ખુલશે.
Vishal Mega Mart Business : વિશાલ માર્ગ માર્ટ શું બિઝનેસ કરે છે?
વિશાલ મેગા માર્ટ, જે તેના 626 સ્ટોર્સ અને વિશાલ મેગા માર્ટ મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ દ્વારા એપેરલ, જનરલ મર્ચેન્ડાઈઝ અને FMCG કેટેગરીમાં પ્રોડક્ટ ઓફર કરે છે. વિશાલ મેગા માર્ટ બજારમાં મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ, ટાટા ગ્રૂપની ટ્રેન્ટ અને ગ્રોસરી રિટેલર એવન્યુ સુપરમાર્ટ્સ સાથે સ્પર્ધા કરે છે.
રિટેલરની નાણાકીય કામગીરી તાજેતરના વર્ષોમાં મજબૂત રહી છે. માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે લગભગ 44 ટકા વધીને રૂ. 461.9 કરોડ થયો છે. જ્યારે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આવક 17.5 ટકા વધીને રૂ. 8911.9 કરોડ થઈ છે.
આ પણ વાંચો | ટ્રેફિકસોલ ITS ટેકનોલોજી IPO રદ, રોકાણકારોને પૈસા રિફંડ કરવા આદેશ, જાણો સમગ્ર મામલો
વિશાલ મેગા માર્ટ ભારતમાં મધ્યમ અને નિમ્ન મધ્યમ આવક ધરાવતા ગ્રાહકોને પૂરી પાડે છે. તે ગ્રાહકોની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની પોતાની બ્રાન્ડ્સ અને થર્ડ પાર્ટી બ્રાન્ડ પોર્ટફોલિયો દ્વારા ઉત્પાદનોની વિવિધ શ્રેણી ઓફર કરે છે. કંપની Q2FY25 સુધીમાં 645 વિશાલ મેગા માર્ટ સ્ટોર્સના પૅન ઈન્ડિયા નેટવર્ક દ્વારા ત્રણ મુખ્ય કેટેગરીમાં ઉત્પાદનો ઓફર કરે છે – જનરલ મર્ચેન્ડાઈઝ, એપેરલ અને FMCG કન્ઝ્યુમર ગુડ્સ.