Vishal Mega Mart IPO GMP Share Listing: વિશાલ મેગા માર્ટ આઈપીઓ સબ્સક્રાઇબ કરવા માટે 11 ડિસેમ્બરે ખુલી ગયો છે. વિશાલ મેગા માર્ટ આઈપીઓ વડે 8000 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. આ મેઇનબોર્ડ આઈપીઓ શેર છે. આ આઈપીઓ માટે રોકાણકારોમાં ખાસ્સો ઉત્સાહ દેખાય છે અને ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. જો તમે સુપરમાર્ટ કંપનીના વિશાલ મેગા માર્ટ આઈપીઓમાં રોકાણ કરવા માંગો છો તો પહેલા આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ, જીએમપી અને કંપનીના સારા અને નબળાં પાસા જાણો અને પછી સબ્સક્રાઇબ કરવાનો નિર્ણય લો.
Vishal Mega Mart IPO Issue Price : વિશાલ મેગા માર્ટ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ
વિશાલ મેગા માર્ટ કંપનીનો આઈપીઓ 8000 કરોડ રૂપિયાનો છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 74 થી 78 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 190 શેર છે. આઈપીઓ 13 ડિસેમ્બર બંધ થશે. આઈપીઓમાં માત્ર 102.56 કરોડ શેરનું ઓફર ફોર સેલ (OFS) થશે. એક પણ નવો શેર જારી કરવામાં આવશે નહીં. એટલે કે આઈપીઓ માંથી મેળવેલા પૈસા શેરધારકો પાસે જશે. ઉલ્લેખનિય છે કે, રિટેલ રોકાણકારો માટે આઈપીઓ ખુલવાના 1 દિવસ પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટરો પાસેથી 2400 કરોડ રૂપિયા એક્ત્ર કરી લીધા છે.
Vishal Mega Mart IPO : વિશાલ મેગા માર્ટ આઈપીઓ કોની માટે કેટલા શેર અનામત
વિશાલ મેગા માર્ટના IPOમાં 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ IPOમાં 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ એટલે કે QIB માટે રિઝર્વ છે. જ્યારે આ IPOમાં બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા અનામત રાખવામાં આવ્યા છે.
Vishal Mega Mart Shart Listing Date : વિશાલ મેગા માર્ટ શેર લિસ્ટિંગ તારીખ
આઈપીઓ 13 ડિસેમ્બર બંધ થયા બાદ 16 ડિસેમ્બરે વિશાલ મેગા માર્ટના શેર એલોટમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ 18 ડિસેમ્બરના રોજ વિશાલ મેગા માર્ટનો શેર મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે.
Vishal Mega Mart IP0 GMP : વિશાલ મેગા માર્ટ આઈપીઓ જીએમપી
વિશાલ મેગા માર્ટ આઈપીઓ સબ્સક્રાઇબ કરવા રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે. આઈપીઓ ખુલવાની પહેલા જ વિશાલ મેગા માર્ટ શેર માટે ગ્રે માર્કેટમાં સારું પ્રીમિયમ બોલાતું હતું. વિશાલ મેગા માર્ટ કંપનીનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં 25 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. અપર પ્રાઇસ બેન્ડ 78 રૂપિયાના રેફરન્સમાં આ પ્રીમિયમ 32 ટકા છે. આ પ્રીમિયમ સૂચવે છે કે, કંપનીનો શેર આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 78 રૂપિયાની સરખામણીમાં 103 રૂપિયાની આસપાસ લિસ્ટેડ થઈ શકે છે.
Vishal Mega Mart : વિશાલ મેગા માર્ટ કંપનીના સારા પાસાં
- ભારતીય વસ્તીના વિશાળ અને વિકસતા વર્ગને સેવા પૂરી પાડવી
- ગ્રાહક કેન્દ્રિત અભિગમને પરિણામે વિશાળ અને વફાદાર કસ્ટમર બેઝ મળે છે
- વિવિધ અને ઝડપથી વિકસતા પોર્ટફોલિયોમાં પોતાની બ્રાન્ડનો તમામ પ્રોડક્ટ કેટેગરીઓ
- સમગ્ર સ્ટોર્સમાં સતત વૃદ્ધિના ટ્રેક રેકોર્ડ સાથે સમગ્ર ભારતમાં હાજરી
- ટેકનોલોજી સક્ષમ અને સિસ્ટમ આધારિત કામગીરી
- વ્યવસાયિક અને અનુભવી સંચાલન ટીમ
- આવક, નફામાં વૃદ્ધિ અને મૂડી કાર્યક્ષમતા પહોંચાડવાનો ટ્રેક રેકોર્ડ
Vishal Mega Mart : વિશાલ મેગા માર્ટ કંપનીના નબળા પાસાં
- વૈશ્વિક આર્થિક ગતિવિધિ સામાન્ય મંદી
- સ્ટોર્સમાં વેચાતી પ્રોડક્ટના ઉત્પાદન માટે થર્ડ પાર્ટી સેલર પર નિર્ભરતા
- વપરાશકોરની પસંદગીમાં ફેરફાર
- ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આસામમાં સ્ટોર્સમાંથી આવકનું કેન્દ્રીકરણ
- કામકાજ માટે રિયલ એસ્ટેટની લીઝ છોડી દેવાનું જોખમ
- રિટેલ મોલ સેક્ટરમાં કટ્ટર સ્પર્ધા
- (સ્રોતઃ બ્રોકરેજ હાઉસ ચોઈસ બ્રોકિંગ)
Vishal Mega Mart IPO Subscribe Or Not : વિશાલ મેગા માર્ટ આઈપીઓ સબ્સ્ક્રાઇબ કરવો કે નહીં
બ્રોકરેજ હાઉસ ચોઈસ બ્રોકિંગે વિશાલ મેગા માર્ટના આઈપીઓમાં લાંબા ગાળા માટે સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ કહે છે કે વિશાલ મેગા માર્ટ એ વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે, જે ભારતમાં મધ્યમ અને ઓછી મધ્યમ આવક ધરાવતા ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તે દેશભરમાં 645 સ્ટોર્સ દ્વારા એપેરલ, જનરલ મર્ચેન્ડાઇઝ અને એફએમસીજી પ્રોડક્ટની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ગ્રાહકોની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા સ્ટોર પાસે તેની પોતાની અને થર્ડ પાર્ટી બ્રાન્ડ્સ છે.
કંપનીની મોટાભાગની આવક (70%) તેની પોતાની બ્રાન્ડ્સમાંથી આવે છે. FY24 મુજબ, કંપનીના સ્ટોર્સનો મોટો હિસ્સો ઉત્તર ભારતમાં છે, ત્યારબાદ પૂર્વ ભારતમાં છે અને ભવિષ્યમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વિસ્તરણ કરવાની યોજના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની ટોપ અને બોટમ લાઇન સતત વધી રહી છે. કંપની મુખ્યત્વે ટાયર-2 શહેરોને ટાર્ગેટ બનાવે છે, જેઓ તેમના વૈવિધ્યસભર રિટેલ સેક્ટરને CY23 અને CY28 વચ્ચે 32% CAGR પર વૃદ્ધિ કરશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો | IPO This Week: આ સપ્તાહે ખુલશે 18500 કરોડના 11 IPO, નવા 3 શેર લિસ્ટિંગ થશે
બ્રોકરેજ હાઉસ AUM કેપિટલે વિશાલ મેગા માર્ટના IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ કહે છે કે વિશાલ મેગા માર્ટ લિમિટેડ એ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા સુપરમાર્કેટ રિટેલ ચેઇન સ્ટોર્સમાંનું એક છે. વસ્તીમાં વધતી જતી ખર્ચપાત્ર આવક અને ગુણવત્તા અને આરોગ્યપ્રદ પ્રોડક્ટ માટેની પસંદગી વિશાલ મેગા માર્ટ જેવી સ્થાપિત કંપનીઓને અસંગઠિત ક્ષેત્ર પર પકડ વધારે છે. તે સ્પેન્સર્સ અને રિલાયન્સ સ્માર્ટ બજાર જેવી અન્ય સ્થાપિત બ્રાન્ડેડ રિટેલ ચેન માટે પણ મજબૂત હરીફ તરીકે ઉભરી આવે છે. સ્વસ્થ નાણાકીય સ્થિતિ અને દેવું મુક્ત સ્થિતિ આને પ્રોત્સાહિત કરે છે.