Vivo SmartPhone : Vivo એ ચીનમાં તેના બે નવા બજેટ સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. Vivo Y78 (t1) અને Vivo Y78m (t1) કંપનીના બે નવા સ્માર્ટફોન છે. તમને જણાવી દઈએ કે Vivo T1 એડિશન ફોનમાં સામાન્ય રીતે ઓરિજિનલ વેરિઅન્ટની જેમ જ સ્પેસિફિકેશન હોય છે પરંતુ ચિપસેટમાં તફાવત છે. નવા Vivo Y78 (T1) અને Vivo Y78M (T1)માં પણ ડાઉનગ્રેડેડ ચિપસેટ છે. અહીં આ બે લેટેસ્ટ Vivo ફોન વિશે વિગતવાર જણાવીએ…
તમને જણાવી દઈએ કે અસલ Vivo Y78 અને Vivo Y78mને સૌથી પહેલા ચીનમાં અનુક્રમે મે 2023 અને ઓગસ્ટ 2023માં લૉન્ચ કરવામાં આવ્યા હતા.
Vivo Y78M 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. જ્યારે Vivo Y78 સ્માર્ટફોન 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ અને 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે.
હવે કંપનીએ આ બંને ફોનના T1 એડિશન લોન્ચ કર્યા છે. નવા મોડલમાં કલર સિવાય અન્ય તમામ ફીચર્સ સમાન છે. આ વખતે Vivo એ બંને ફોન 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે અને તેમની કિંમત લગભગ 1,999 યુઆન (લગભગ રૂ. 22,800) છે.
Vivo Y78 (t1), Viv Y78m (t1) એડિશન ફીચર્સ
ઓરિજિનલ વેરિઅન્ટની સરખામણીમાં લેટેસ્ટ હેન્ડસેટમાં સ્પષ્ટીકરણો ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. આમાં ઓછા પાવરફુલ ચિપસેટ અને સ્લો ડિસ્પ્લે છે.
Vivo Y78 (T1) અને Vivo Y78M (T1) હેન્ડસેટ ઓછા શક્તિશાળી MediaTek ડાયમેન્સિટી 6020 ચિપસેટ ધરાવે છે. આ ચિપસેટને ડાયમેન્સિટી 700 તરીકે પણ ઓળખવામાં આવે છે. Vivoના આ ફોનમાં 60 Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે છે. આ બંને Vivo સ્માર્ટફોનમાં 5000mAh બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ બંને સ્માર્ટફોન Android 13 આધારિત FunTouch OS સાથે આવે છે.
Vivo Y78 (T1 Edition) અને Vivo Y78M (T1 Edition) પાસે 64MP પ્રાઈમરી, 2 મેગાપિક્સલ ડેપ્થ અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ સેલ્ફી સેન્સર છે.





