Vivo V29e Price Cut In India : વીવો સ્માર્ટફોન સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો આવ્યો છે. 50 એમપી સેલ્ફી કેમેરાવાળા વીવો સ્માર્ટફોનની કિંમત ઘટી છે. વીવો કંપનીએ ઓગસ્ટ 2023માં Vivo V29e સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ Vivo V29Eની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ Vivo હેન્ડસેટ લોન્ચ થયાના છ મહિના પછી ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.
તમને જણાવી દઈએ કે કંપની હવે Vivo V30 સીરિઝને દેશમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અને નવા સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલા, Vivo V29e સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ચાલો V29eની નવી કિંમત અને ફીચર્સ વિશે જાણીયે
વીવો વી29ઇ કિંમત (Vivo V29e Price In India)
વીવો વી29ઇ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટને 26999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટને28,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે બંને વેરિઅન્ટની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા કિંમત ઘટાડ્યા બાદ હવે 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 25,999 રૂપિયા અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 27,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
વીવોનો આ હેન્ડસેટ આર્ટિસ્ટિક રેડ અને આર્ટિસ્ટિક બ્લુ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો આ હેન્ડસેટને અગ્રણી બેંકોના ક્રેડિટ કાર્ડ સાથે રૂ. 2000ના ઇન્સ્ટન્ટ કેશબેક સાથે ખરીદી શકે છે.
વીવો વી29ઇ ફીચર્સ (Vivo V29e Features)
વીવો વી29ઇ (Vivo V29E) સ્માર્ટફોનમાં 6.78 ઇંચ 10-બીટ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીન ફૂલએચડી+ (2400 x 1080 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ડિસ્પ્લે સાથે આવે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz સુધીનો છે અને પીક બ્રાઈટનેસ લેવલ 1300 નિટ્સ છે.
આ પણ વાંચો | સૌથી સસ્તા સ્માર્ટફોન પૈકીનો એક Samsung Galaxy F15 લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
વીવોના આ હેન્ડસેટને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 44W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 ચિપસેટ ઉપલબ્ધ છે. હેન્ડસેટ એન્ડ્રોઇડમાં 14 બેઝ્ડ Funtouch OS 14 આપવામાં આવ્યું છે. ડિવાઇસનું વજન 180.5 ગ્રામ છે. જ્યારે ફોનના રેડ કલર વેરિઅન્ટ પર યુવી લાઇટ પડે છે ત્યારે રંગ બદલાય છે. Vivoના આ ફોનમાં OIS અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર સાથે 64MP પ્રાઈમરી રિયર કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનના ફ્રન્ટમાં 50 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.