Vivo V30e ની ભારતમાં એન્ટ્રી, 50MP ફ્રન્ટ અને રિયર કેમેરો, 5500mAh ની મોટી બેટરી મળશે

Vivo V30e launched : વીવોના આ નવા ફોનમાં સેલ્ફીના શોખીનોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે

Written by Ashish Goyal
May 02, 2024 15:46 IST
Vivo V30e ની ભારતમાં એન્ટ્રી, 50MP ફ્રન્ટ અને રિયર કેમેરો, 5500mAh ની મોટી બેટરી મળશે
Vivo V30e launched: વીવોએ પોતાની વી-સીરીઝનો લેટેસ્ટ ફોન ભારતમાં લોન્ચ કર્યો

Vivo V30e launched: વીવોએ પોતાની વી-સીરીઝનો લેટેસ્ટ ફોન ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીનો નવો ફોન Vivo V30e છે અને તેમાં 6.78 ઇંચની ફુલએચડી + ડિસ્પ્લે, 50MP આઇ ઓટોફોસ કેમેરા અને 5500mAhની બેટરી આપવામાં આવી છે. વીવોના આ નવા ફોનમાં સેલ્ફીના શોખીનોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ચાલો અમે તમને નવા વીવો વી30ઇની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.

વીવો વી30ઇ ફિચર્સ (Vivo V30e specifications)

Vivo V30e સ્માર્ટફોનમાં 6.78 ઇંચ (2400 ×1080 પિક્સલ) ફુલએચડી + કર્વ્ડ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 6 જેન 14 એનએમ મોબાઇલ પ્લેટફોર્મ છે અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 710 જીપીયુ મળે છે. વીવોના હેન્ડસેટમાં 8 જીબી રેમ સાથે 128 અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ફોનમાં હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

વીવોનો લેટેસ્ટ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત ફન્ટચ ઓએસ 14 સાથે આવે છે. આ હેન્ડસેટમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં એપર્ચર એફ /1.78, સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. કેમેરાથી 4K વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, ડિવાઇસમાં એપર્ચર એફ /2.45 સાથે 50-મેગાપિક્સલનો આઇ ઓટોફોકસ ફ્રન્ટ કેમેરો છે, જે 4કે વીડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો – Oppo Find N3 પર 45000 ની છૂટ! 94,999 રૂપિયાવાળો સ્ટાઇલિશ ફ્લિપ ફોન પર ગજબ ઓફર

વીવો વી30ઇનું ડાઇમેંશન 164.36×74.75×7.75 એમએમછે અને તેનું વજન લગભગ 188 ગ્રામ છે. સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો સાથે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ આઇપી64 રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6 802.11 AX, બ્લૂટૂથ 5.1, જીપીએસ, યુએસબી ટાઇપ-સી USB 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ભારતમાં વીવો 30ઇની કિંમત (Vivo V30e Price in India)

વીવોએ Vivo V30e સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ભારતમાં 27,999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 29,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ફોન ભારતમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે અને તેનો સેલ 9 મેથી વીવો ઇન્ડિયાના ઇ-સ્ટોર, ફ્લિપકાર્ટ અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

Vivo V30e લોન્ચ ઓફર્સ

વીવો વી30ઇ સ્માર્ટફોન આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ, ઇન્ડસઇન્ડ, આઇડીએફસી અને અન્ય બેંક કાર્ડ સાથે 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર મેળવી શકાય છે. 12 મહિનાના ઝીરો ડાઉન પેમેન્ટ પર ફોન લેવાનો પણ ઓપ્શન છે. એચડીએફસી અને એસબીઆઈ બેન્ક સાથે હેન્ડસેટ પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ