Vivo v60e Launch 2025: વીવો વી 60ઇ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 6500mAh બેટરી અને 50MP ફ્રન્ટ કેમેરા

Vivo v60e ભારતમાં લોન્ચ થયો: વીવો વી60ઇ સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં રજૂ થયો છે. કંપનીનું કહેવું છે કે AI Festival Portrait, AI Four Season Portrait અને Image Expander ફીચર્સ સાથે આવનાર આ ભારતનો પહેલો ફોન છે.

Written by Ajay Saroya
October 07, 2025 14:35 IST
Vivo v60e Launch 2025: વીવો વી 60ઇ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 6500mAh બેટરી અને 50MP ફ્રન્ટ કેમેરા
Vivo v60e India Launch 2025 : વીવો વી60ઇ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo: @Vivo_India)

Vivo v60e Price and Specifications : વીવો વી 60ઇ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપની Vivoના નવા હેન્ડસેટમાં લેટેસ્ટ મીડિયાટેક ડાયમેન્સિટી ચિપસેટ, 12 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આવે છે. Vivo V60e હેન્ડસેટમાં AI સંચાલિત ડ્યુઅલ-રીઅર કેમેરા સેટઅપ, 50MP સેલ્ફી કેમેરા અને મોટી 6500mAh બેટરી જેવી ખાસિયતો જોવા મળે છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Vivo V60e Price in India ; ભારતમાં વીવો વી 60ઇ ભાવ

વીવો વી 60ઇ સ્માર્ટફોનની કિંમત 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 31,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઉપરાંત ટોપ એન્ડ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 33,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે.

આ ફોન એલિટ પર્પલ અને નોબલ ગોલ્ડ કલર વેરિઅન્ટમાં આવે છે. Vivo V60e કંપનીના ઑનલાઇન સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

Vivo V60e Specifications : વીવો વી 60 ઇ સ્પેસિફિકેશન્સ

Vivo V60E સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 આધારિત FuntouchOS 15 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.77 ઇંચની ક્વાડ-કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે છે, લોકલ પીક બ્રાઇટનેસ 1600 નિટ્સ છે. સ્ક્રીન લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન પ્રદાન કરે છે. આ સ્ક્રીન ડાયમંડ શિલ્ડ ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે. આ વીવો ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7360-ટર્બો ચિપસેટ છે. ફોનમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે.

Vivo V60e મોબાઇલમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 200MP પ્રાઇમરી રીઅર સેન્સર છે જે 30x ઝૂમને સપોર્ટ કરે છે. તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ-એંગલ લેન્સ અને ઔરા લાઇટ છે જેનો ઉપયોગ એલઇડી ફ્લેશ તરીકે પણ કરી શકાય છે.

નવા વીવો ફોન 50 મેગાપિક્સલનો Eye Auto-Focus Group Selfie કેમેરા સાથે આવે છે જે એઆઈ AI Aura Light Portraitને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે AI Festival Portrait, AI Four Season Portrait અને Image Expander ફીચર્સ સાથે આવનાર આ ભારતનો પહેલો ફોન છે.

નવા Vivo V60E હેન્ડસેટને પાવર આપવા માટે, એક મોટી 6500mAh બેટરી આપવામાં આવી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં એનએફસી, આઇઆર બ્લાસ્ટર અને 360 ડિગ્રી ઓમ્નિડાયરેક્શનલ એન્ટેના જેવા ફીચર્સ છે. આ હેન્ડસેટમાં એઆઈ કેપ્શન, એઆઈ ઇરેઝ 3.0, એઆઈ સ્માર્ટ કોલ આસિસ્ટન્ટ અને જેમિની સપોર્ટ છે. ઉપકરણ ધૂળ અને પાણી પ્રતિરોધક છે અને IP68 + IP69 રેટિંગ્સ સાથે આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ