Vivo X Fold 3 Pro Launch: ભારતનો પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ફોલ્ડેબલ ફોન ટુંક સમયમાં લોન્ચ થશે, જાણો તારીખ અને ફીચર્સ

Vivo X Fold 3 Pro 6 Launch in India: વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ગ્રેટર નોઇડા સ્થિત પ્લાનમાં મેન્યુફેક્ચર્ડ કરાયો છે અને તે સેમસંગ ટક્કર આપશે.

Written by Ajay Saroya
May 31, 2024 18:20 IST
Vivo X Fold 3 Pro Launch: ભારતનો પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ફોલ્ડેબલ ફોન ટુંક સમયમાં લોન્ચ થશે, જાણો તારીખ અને ફીચર્સ
Vivo X Fold 3 Pro Launch Date: વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો ભારતનો પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. (Photo - @Vivo_India)

Vivo X Fold 3 Pro Lunch in Gujarati: વીવો કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે સંપૂર્ણપણે ભારતમાં બનેલો એટલે કે Vivo X fold 3 Pro ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. વીવો કંપની આ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી પ્રીમિયમ સેગમેન્ટમાં મોટો હિસ્સો કબજે કરવાની કોશિશ કરે છે. કંપનીએ આ નવા ડિવાઇસને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કરશે. વીવોનો આ નવો સ્માર્ટફોન સંપૂર્ણપણે ભારતમાં મેન્યુફેક્ચર્ડ કરવામાં આવ્યો છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ગ્રેટર નોઇડા સ્થિત પ્લાનમાં મેન્યુફેક્ચર્ડ કરાયો છે.

વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો કઇ તારીખે લોન્ચ થશે? (Vivo X fold 3 Pro Launch Date)

વીવો લેટેસ્ટ ફોલ્ડેબલ ફોન Vivo X fold 3 Pro 6 જૂને લોન્ચ કરી શકે છે. વીવો કંપનીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે જાણકારી આપી છે.

વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો સંભવિત ફીચર્સ (Vivo X fold 3 Pro Features)

વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો ફોલ્ડેબલ ફોન શાનદાર ફીચર્સથી સજ્જ હશે. સંભવિત ફીચર્સ વાત કરીયે તો વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો ને અલ્ટ્રા સ્લિમ બોડી સાથે લોન્ચ કરી શકે છે. આ ફોનનું ડાયમેન્શન 11.2 એમએમ અને અન ફોલ્ડ થાય ત્યારે 5.2 એમએમ હશે. ઉપરાંત આ ફોલ્ડેબલ ફોનમાં 5700mAh બેટરી અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસ આવી શકે છે. Vivo X Fold3 Pro ભારતીય બજારમાં વીવો કંપનીનો સૌથી મોંઘો સ્માર્ટફોન હશે.

આ પણ વાંચો | ભારતમાં સૌથી સસ્તો રેડમી 5જી સ્માર્ટફોન કયો છે? જાણો કિંમત અને ફીચર

વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો સેમસંગને આપશે ટક્કર (Vivo X Fold 3 Pro Price)

અલબત્ત વીવો કંપની દ્વારા વીવો એક્સ ફોલ્ડ 3 પ્રો ફોલ્ડેબલ સ્માર્ટફોન ની કિંમત વિશે કોઇ જાણકારી આપી નથી. વીવોનો આ લેટેસ્ટ સ્માર્ટફોન ભારતીય બજારમાં સેમસંગ જેવી કંપનીઓના ફોલ્ડેબલ ફોન સાથે સ્પર્ધા કરશે. અપકમિંગ સ્માર્ટફોન સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડિયા છે અને કંપની મુખ્યત્વે હાલના ફોલ્ડેબલ ફોન યુઝર્સ, પ્રીમિયમ અર્બન યુઝર્સ અને અહીંયા સુધી કે પ્રીમિયમ કેડીબાર ફોન યુઝર્સને ધ્યાનમાં રાખી આ ડિવાઇસ લોન્ચ કરી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ