Vivo X100s, Vivo X100s Pro સ્માર્ટફોનથી ઊંચકાયો પડદો, 16 GB રેમ, 1TB સુધીનું સ્ટોરેજ અને ફાસ્ટ ચાર્જિંગ

Vivo X100s, Vivo X100s Pro : સ્ટાન્ડર્ડ Vivo X100Sને પાવર આપવા માટે 5100mAhની બેટરી આપવામાં આવી છે અને પ્રો મોડલમાં 5400mAhની બેટરી આપી છે

Written by Ashish Goyal
May 15, 2024 00:07 IST
Vivo X100s, Vivo X100s Pro સ્માર્ટફોનથી ઊંચકાયો પડદો, 16 GB રેમ, 1TB સુધીનું સ્ટોરેજ અને ફાસ્ટ ચાર્જિંગ
Vivo X100s, Vivo X100s Pro Launched : વીવોએ ચીનમાં પોતાની X100 સીરીઝના ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે

Vivo X100s, Vivo X100s Pro Launched : વીવોએ ચીનમાં પોતાની X100 સીરીઝના ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. વીવો એક્સ 100 સીરીઝમાં કંપનીએ Vivo X100s, Vivo X100s Pro અને Vivo X100 Pro સ્માર્ટફોન રજૂ કર્યા હતા. Vivo X100S અને Vivo X100 Pro સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમેરા, 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો અમે તમને નવા વીવો એક્સ 100 અને વીવો એક્સ 100 ના પ્રો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.

વીવો એક્સ 100એસ, વીવો એક્સ 100એસ પ્રો કિંમત (Vivo X100s, Vivo X100s Pro price)

Vivo X100Sના 12 જીબી રેમ અને 256 જીબી વેરિએન્ટની કિંમત 3,999 યુઆન (લગભગ 46,100 રૂપિયા) છે. તે જ સમયે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 4,399 યુઆન (લગભગ 50,800 રૂપિયા) માં આવે છે. ફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,699 યુઆન (લગભગ 54,200 રૂપિયા) અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,199 યુઆન (લગભગ 60,000 રૂપિયા) છે.

જ્યારે Vivo X100s Pro ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,999 યુઆન (લગભગ 57,700 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 5,599 યુઆન (લગભગ 64,600 રૂપિયા) અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ 6,199 યુઆન (લગભગ 71,500 રૂપિયા) છે. આ બંને વીવો સ્માર્ટફોન વીવોના ઇ-સ્ટોર પર ચીનમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે.

વીવો એક્સ 100એસ, વીવો એક્સ 100એસ પ્રો ફીચર્સ (Vivo X100s, Vivo X100s Pro, features)

વીવો એક્સ 100એસ અને વીવો એક્સ100એસ પ્રોમાં 6.78 ઇંચની AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2800×1260 પિક્સલ છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ ઓફર કરે છે. આ બંને સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 9300+ પ્રોસેસર અને Arm Immortalis-G720 GPU આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 16 જીબી સુધીની રેમ છે. વીવોનો આ ફોન 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 આધારિત ઓરિજિનઓએસ 4 પર ચાલે છે.

આ પણ વાંચો – OPPO K12x સ્માર્ટફોન લોન્ચ; જાણો કિંમત અને ફીચર્સ

વીવો એક્સ 100ના આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 64 મેગાપિક્સલનો ટેલિફોટો અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. Vivo X100s Proમાં સ્ટાન્ડર્ડની જેમ જ પ્રાઇમરી અને અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા સેટઅપ છે પરંતુ તેમાં 50 મેગાપિક્સલનું ઝેઇસ એપીઓ ટેલિફોટો સેન્સર આપવામાં આવ્યું છે. બંને હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

સ્ટાન્ડર્ડ Vivo X100Sને પાવર આપવા માટે 5100mAhની બેટરી આપવામાં આવી છે અને પ્રો મોડલમાં 5400mAhની બેટરી આપવામાં આવી છે. બંને ફોનને પાવર આપવા માટે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ મળે છે. સિક્યોરિટી માટે હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ 5જી, વાઇ-ફાઇ 7, જીપીએસ, ઓટીજી, એનએફસી, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ