Vivo X300 Pro Launch : 200MP કેમેરા વાળા વીવોના બે 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણો

Vivo X300 and X300 Pro Launch Today: વીવો એક્સ 300 અને વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોન 200 એમપી કેમેરા, પાવરફુલ ચિપસેટ અને બેટરી તેમજ શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ વીવો 5G સ્માર્ટફોન 4 કેમેરાથી સજ્જ છે.

Written by Ajay Saroya
Updated : December 02, 2025 15:58 IST
Vivo X300 Pro Launch : 200MP કેમેરા વાળા વીવોના બે 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણો
Vivo X300 & X300 Pro Price And Specification : વીવો એક્સ 300 અને વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોનમાં 4 કેમેરા આવે છે. (Photo: Vivo)

Vivo X300 series India launch Today: વીવો એક્સ 300 સીરિઝ સ્માર્ટફોન ભારતમાં સત્તાવાર લોન્ચ થયા છે. વીવો કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન બે વેરિયન્ટ વીવો એક્સ 300 (Vivo X300) અને વીવો એક્સ 300 પ્રો (Vivo X300 Pro) રજૂ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન વીવો કંપનીના સૌથી પાવરફુલ મોબાઇલ ફોન માનવામાં આવી રહ્યા છે. આ ડિવાઇસ MediaTek Dimensity 9500 ચિપસેટ અે Zeiss ટ્યૂન્ડ કેમેરા સાથે આવે છે, જે શાનદાર ફોટોગ્રાફી આપે છે. ચાલો જાણીયે વીવો એક્સ 300 સ્માર્ટફોનની કિંમત, કેમેરા, બેટરી અને ફીચર્સ વિશે વિગતવાર.

Vivo X300, Vivo X300 Pro ફીચર્સ

લેટેસ્ટ વીવો સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીયે તો Vivo X300 સીરિઝને 3nm MediaTek Dimensity 9500 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં Pro Imaging VS1 ચિપ પણ આવે છે. ડિવાઇસમાં V3+ ઇમેજિંગ ચિપ આપવામાં આવી છે. તેની સાથે જ ફ્લેગશિપ ડિવાઇસમાં Android 16 બેઝ્ડ OriginOS 6 આવે છે.

વીવો એક્સ 300 પ્રો ડિવાઇસમાં 6.78 ઇંચની 1.5K LTPO AMOLED ડિસ્પ્લે છે, જેમા 120Hz સુધી રિફ્રેશ રેટ, 94.85 ટકા સ્કીન ટુ રેશિયો, 300Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ આવે છે. ડિવાઇસની ડિસ્પ્લે HDR10+ કન્ટેન્ટ સપોર્ટ કરે છે અને તેમા SGS લો બ્લૂ લાઇટ સર્ટિફિકેશન અને TUV રિનલેન્ડ ફ્લિકર ફ્રી સર્ટિફિકેશન પણ છે. વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે આ સ્માર્ટફોનને IP68 + IP69 રેટિંગ મળ્યું છે.

વીવો એક્સ 300 (Vivo X300) સ્માર્ટફોનમાં 6.31 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જેમા 120Hz સુધી રિફ્રેશ રેટ મળે છે. ડિવાઇસમાં 300Hz સુધીનું ટચ સેમ્પલિંગ રેટ HDR સપોર્ટ મળે છે. આ હેન્ડસેટ 16GB સુધી LPDDR5x Ultra RAM અને 512GB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ છે.

Vivo X300 Pro કેમેરા

ફોટોગ્રાફી માટે Vivo X300 Pro સ્માર્ટફોનમાં Zeiss ટ્યૂન્ડ ટ્રિપલ કેમેરા સેટઅપ આવે જોવા મળે છે. ડિવાઇસમાં 50MP (f/1.57) Sony LYT 828 પ્રાયમરી કેમેરા, 50MP (f/2.0) Samsung JN1 અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા અને 200MP (f/2.67) HPB APO ટેલીફોટો લેન્સ આવે છે. જ્યારે ડિવાઇસમાં સામેની તરફ 50MP (f/2.0) Samsung JN1 સેલ્ફી કેમેરા આવે છે.

Vivo X300 કેમેરા

વીવો એક્સ 300 સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 200 MP HPB પ્રાયમરી કેમેરા આવે છે. સાથે જ ડિવાઇસમાં OIS સાથે 50 MP (f/2.57) Sony LYT 602 ટેલીફોટો લેન્સ અને 50 MP (f/2.0) સેમસંગ JN1 અલ્ટ્રાવાઇડ કેમેરા આવે છે. સેલ્ફી ફોટો અને વીડિયો કોલ માટે 50 MP ફ્રન્ટ કેમેરા આવે છે.

Vivo X300 Pro Price : વીવો એક્સ 300 પ્રો કિંમત

વીવો એક્સ 300 પ્રો (Vivo X300 Pro) સ્માર્ટફોનની કિંમત 1,09,999 રૂપિયા છે. તેમા સિંગલ 16GB RAM + 512GB સ્ટોરેજ વેરિયન્ટ આવે છે. આ સ્માર્ટફોન ડ્યૂન ગોલ્ડ અને એલીટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનનું વેચાણ 10 ડિસેમ્બરથી શરૂ થશે.

Vivo X300 Price : વીવો એક્સ 300 કિંમત

વીવો એક્સ 300 (Vivo X300) સ્માર્ટફોનના 12GB + 256GB વેરિયન્ટની કિંમત 75,999 રૂપિયા છે. તો 12GB + 512GB અને 16GB + 512GB RAM સ્ટોરેજ વેરિયન્ટની કિંમત અનુક્રમે 81,999 રૂપિયા અને 85,999 રૂપિયા છે. તો આ ડિવાઇસ એલીટ બ્લેક, મિસ્ટ બ્લૂ અને સમિટ રેડ કલરમાં ઉપલબ્ધ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ