Vivo Y04s Launch: વીવોનો સસ્તો સ્માર્ટફોન લોન્ચ, 6000mAhની બેટરી અને 6.74 ઇંચની ડિસ્પ્લે

Vivo Y04s ભારતમાં લોન્ચ થયો : વીવો વાય04એસ સ્માર્ટફોનને 6000mAhની મોટી બેટરી અને ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ સહિત તમામ વિગત

Written by Ajay Saroya
Updated : August 05, 2025 16:59 IST
Vivo Y04s Launch: વીવોનો સસ્તો સ્માર્ટફોન લોન્ચ, 6000mAhની બેટરી અને 6.74 ઇંચની ડિસ્પ્લે
Vivo Y04s Price And Features : વીવો વાય04એસ સ્માર્ટફોનમાં સ્ટોરેજ 1 ટીબી સુધીના માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. (Photo: Vivo)

Vivo Y04s Launch Price : ચીનની સ્માર્ટફોન કંપની વીવોએ ઇન્ડોનેશિયામાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Vivo Y04s કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં ઓક્ટા-કોર યુનિસોક ચિપસેટ, એન્ડ્રોઇડ 14, 6.74 ઇંચની એલસીડી ટચસ્ક્રીન અને 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. નવા Vivo Y04s સ્માર્ટફોનમાં સ્ટોરેજને 1TB સુધીના માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. જાણો લેટેસ્ટ વીવો મોબાઇલમાં શું ખાસ છે

Vivo Y04s Price : વીવો Y04s કિંમત

વીવો વાય04એસ ની કિંમત ઇન્ડોનેશિયામાં 13,99,000 IDR (આશરે 7,480 રૂપિયા) રાખવામાં આવી છે. કંપનીએ આ ફોનને ક્રિસ્ટલ પર્પલ અને જેડ ગ્રીન કલરમાં રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનનું વેચાણ ઇન્ડોનેશિયાના સત્તાવાર વીવો સ્ટોર સહિત અન્ય રિટેલ વેબસાઇટ્સ પર શરૂ થઇ ગયું છે.

Vivo Y04s Specifications : વીવો Y04s સ્પેસિફિકેશન

નવો Vivo Y04S સ્માર્ટફોન ડ્યુઅલ સિમ હેન્ડસેટ છે. આ સ્માર્ટફોનમાં 6.74 ઇંચની એલસીડી ટચસ્ક્રીન એચડી+ (1,600×720 પિક્સલ) રિઝોલ્યુશન સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન 60 હર્ટ્ઝથી 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 570 નિટ્સ અને પિક્સેલ ડેન્સિટી 260ppi છે. ફોનમાં ઓક્ટા-કોર યુનિસોક ટી612 ચિપસેટ છે. ફોનમાં 4 જીબી રેમ આપવામાં આવી છે. ડિવાઇસમાં 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

વીવોના આ ફોનમાં સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. કંપનીનું કહેવું છે કે હેન્ડસેટની બેક પેનલને ક્રિસ્ટલલાઇન મેટ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ FuntouchOS 14 સાથે આવે છે.

Vivo Y04Sમાં ફોટો અને વીડિયો કોલિંગ માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. વીવો વાય04એસમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર અને QVGA સેકન્ડરી લેન્સ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં વોટર-ડ્રોપ સ્ટાઇલ નોચ મળે છે. કેમેરા નાઇટ, પોટ્રેટ, પેનોરમા, સ્લો મોશન અને ટાઇમ-લેપ્સ મોડ્સને સપોર્ટ કરે છે.

Vivo Y04s સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 4જી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ સપોર્ટ, બ્લૂટૂથ 5.2, યુએસબી ટાઇપ-સી પોર્ટ, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું માપ 167.30 × 76.95 × 8.19 અને વજન 202 ગ્રામ છે.

લેટેસ્ટ વીવો સ્માર્ટફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 15W ફ્લેશચાર્જને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ