Vivo Y18s Launch: વિવો વાય18એસ સ્માર્ટફોન લોન્ચ થયો છે. વિવોએ પોતાનો નવો વાય-સીરીઝનો બજેટ સ્માર્ટફોન વિયેતનામમાં લોન્ચ કર્યો છે. Vivo Y18s ને ફીચર્સ સાથે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. નવા વિવો સ્માર્ટફોનમાં પાવરફુલ 5000mAhની બેટરી, 12 જીબી સુધી રેમ સપોર્ટ અને 6.56 ઇંચ ડિસ્પ્લે જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો જાણીયે લેટેસ્ટ વિવો વાય18એસ સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે
વિવો વાય18એસ સ્પેસિફિકેશન (Vivo Y18s Specifications)
વિવો વાય18એસ સ્માર્ટફોન કંપનીના વિવો વાય18 નું રિબ્રાન્ડેડ વર્ઝન લાગે છે. તમને જણાવી દઈએ કે વિવો વાય 18ને વિયેતનામ અને ભારત સહિત ઘણા બજારોમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. વિવો વાય 18એસમાં 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.56 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિઝાઇન અને સ્પેસિફિકેશન સાથે ફોન વેબસાઇટ પર ઓનલાઇન લિસ્ટ કરવામાં આવ્યો છે.
Vivo Y18sમાં મીડિયાટેક હેલિયો G85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. લેટેસ્ટ વિવો સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. જ્યારે રેમને પણ વર્ચ્યુઅલ રીતે 6 જીબી સુધી વધારી શકાય છે.
વિવો વાય18એસ ફીચર્સ (Vivo Y18s Features)
વીવોના આ લેટેસ્ટ સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. ડિવાઇસમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0 અને એફએમ રેડિયો જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બજેટ સ્માર્ટફોનને મોકા બ્રાઉન અને ગ્રીન હાઈ લુક કલરમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો | સ્માર્ટફોન ખરીદવો છે? મે 2024માં લોન્ચ થશે એક થી એક શાનદાર મોબાઇલ, જુઓ યાદી
વિવો વાય18એ (Vivo Y18s) ભારતમાં ક્યારે લોન્ચ થશે તેના વિશે સત્તાવારી માહિતી ઉપલબ્ધ નથી. કંપની Vivo Y18 અને Vivo Y18e સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર ચૂકી છે.





