Vivo Y300T સ્માર્ટફોન લોન્ચ, વારંવાર ચાર્જિંગનું ટેન્શન નહીં, જાણો કિંમત અને ફિચર્સ

vivo Y300t launched: વીવો વાય300ટી સ્માર્ટફોનમાં 6.72 ઇંચ (2408×1080 પિક્સલ) ફુલએચડી + સ્ક્રીન છે, જાણો વીવોના હેન્ડસેટની કિંમત અને તમામ ફીચર્સ વિશે.

Written by Ashish Goyal
April 01, 2025 21:25 IST
Vivo Y300T સ્માર્ટફોન લોન્ચ, વારંવાર ચાર્જિંગનું ટેન્શન નહીં, જાણો કિંમત અને ફિચર્સ
vivo Y300t launched: વીવોએ વાયદા મુજબ ચીનમાં Vivo Y300t ફોનની સાથે Vivo Y300 Pro + સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે

vivo Y300T launched: વીવોએ વાયદા મુજબ ચીનમાં Vivo Y300t ફોનની સાથે Vivo Y300 Pro + સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે. વીવો વાય300ટી સ્માર્ટફોનમાં 6500mAhની મોટી બેટરી, 6.72 ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે, MediaTek Dimensity 7300 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. વીવોના નવા સ્માર્ટફોનમાં એમઆઇએલ-એસટીડી-810એચ રેટિંગ સાથે મિલિટરી-ગ્રેડની ડ્યૂરેબિલિટી આપવામાં આવી છે. જાણો વીવોના હેન્ડસેટની કિંમત અને તમામ ફીચર્સ વિશે.

vivo Y300t ફિચર્સ

વીવો વાય300ટી સ્માર્ટફોનમાં 6.72 ઇંચ (2408×1080 પિક્સલ) ફુલએચડી + સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન 1050 નીટ્સ સુધીની પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7300 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં માલી-જી615 એમસી2 જીપીયુ મળે છે. વીવોનો આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ ઓરિજિનઓએસ 15 સાથે આવે છે.

વીવો વાય300ટીમાં 8 જીબી રેમ અને 12 જીબી રેમ અને 128 જીબી/256 જીબી અને 512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનને પાવર આપવા માટે 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ઓપ્ટિક્સની વાત કરીએ તો વીવો વાય 300ટીમાં એફ/1.8 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો, એફ/2.4 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં એપર્ચર એફ /2.05 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ઇન્ડિયન સ્માર્ટફોનની બજારમાં જોરદાર એન્ટ્રી, જાણો કિંમત અને અન્ય ફિચર્સ

હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું ડાઈમેંશન 165.7×76.3×8.19mm છે અને તેનું વજન 204 ગ્રામ છે. વીવો વાય300ટીમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં મિલિટરી ગ્રેડની ડ્યુરેબિલિટી છે અને તેને એમઆઇએલ-એસટીડી-810એચ રેટિંગ મળે છે. આ સ્માર્ટફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે.

Vivo Y300T પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G VoLTE, Wi-Fi 6 802.11ax, બ્લૂટૂથ 5.4, જીપીએસ, યુએસબી ટાઇપ-સી 2.0 અને એનએફસીનો સમાવેશ થાય છે.

vivo Y300t કિંમત

વીવો વાય 300ટી સ્માર્ટફોનને ઓશિયન બ્લૂ, રોક વ્હાઇટ અને બ્લેક કોફી કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,199 યુઆન (લગભગ 14,100 રૂપિયા) અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1299 યુઆન (લગભગ 15,300 રૂપિયા) છે.

જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1499 યુઆન (લગભગ 17,600 રૂપિયા) છે. જ્યારે વીવો વાય300ટી સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1699 યુઆન (લગભગ 19,900 રૂપિયા) રાખવામાં આવી છે. ચીનમાં ટૂંક સમયમાં ફોનનું વેચાણ શરૂ થશે. આ ફોનને ભારતમાં Vivo T4x નામથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ