Vivo Y36t Launched : વીવોએ પોતાનો વાય-સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. વીવો વાય 36ટી કંપનીનો નવો હેન્ડસેટ છે અને બજેટ રેન્જમાં આવે છે. Vivo Y36tમાં 6GB રેમ, 5000mAhની બેટરી અને 13 મેગાપિક્સલનો રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. લેટેસ્ટ Vivo સ્માર્ટફોનમાં શું છે ખાસ, જાણો નવા ફોનની કિંમત અને ફીચર્સ વિશે.
વીવો વાય 36ટી કિંમત (Vivo Y36t Price)
વીવો વાય 36ટી સ્માર્ટફોનને ચીનની ઇ-કોમર્સ વેબસાઇટ જિંગડોંગ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. વીવોનો આ ફોન લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ બાદ ચીનમાં 749 યુઆનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ પછી ફોનની કિંમત 799 યુઆન હશે.
વીવો વાય 36ટી ફિચર્સ (Vivo Y36t Specifications)
વીવો વાય 36ટી સ્માર્ટફોનને સ્પેસ બ્લેક અને નીલમ ગ્રીન કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં 6.56 ઇંચની એલસીડી વોટરડ્રોપ સ્ક્રીન આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન (1612 x 720 પિક્સલ) છે. સ્ક્રીન 60હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – Xiaomi એ ભારતમાં લોન્ચ કરી 32, 40 અને 43 ઇંચ સ્ક્રીનવાળા નવા સ્માર્ટ ટીવી, કિંમત 12,999 રૂપિયાથી શરૂ
વીવોના હેન્ડસેટમાં મીડિયાટેક હીલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો
ફોટોગ્રાફી માટે ડિવાઇસમાં 4x ડિજિટલ ઝૂમ સાથે 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP54 રેટિંગ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત OriginOS 4 સાથે આવે છે. કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે.





