Vivo Y500 Pro Launch : 200MP કેમેરા, 7000mAh સાથે વીવો વાય 500 પ્રો લોન્ચ; ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ

Vivo Y500 Pro Price And Features : વીવો વાય 500 પ્રો સ્માર્ટફોન 4 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ મોટી LED ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ, ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ ક્ષમતા સાથે આવે છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Written by Ajay Saroya
November 11, 2025 10:56 IST
Vivo Y500 Pro Launch : 200MP કેમેરા, 7000mAh સાથે વીવો વાય 500 પ્રો લોન્ચ; ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ
Vivo Y500 Pro Launch Price : વીવો વાય 500 પ્રો સ્માર્ટફોન IP68 + IP69 રેટિંગ ધરાવે છે. (Photo: Vivo)

Vivo Y500 Pro Launch : વીવો એ લેટેસ્ટ સ્માર્ટફોન વીવો વાય 500 પ્રો (Vivo Y500 Pro) ચીનમાં લોન્ચ કર્યો છે. વીવોના આ નવા હેન્ડસેટમાં 200 એમપી સેમસંગ એચપી 5 સેન્સર, 7000mAh બેટરી, 6.67 ઇંચની ઓએલઇડી ડિસ્પ્લે જેવા ફીચરો છે. Vivo Y500 Pro સ્માર્ટફોનને મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ, ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ માટે સારા રેટિંગ્સ મળ્યા છે. જાણો લેટેસ્ટ વીવો વાય 500 પ્રો સ્માર્ટફોનમાં શું ખાસ છે? કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

વીવો વાય 500 પ્રો કિંમત : Vivo Y500 Pro Price

વીવો વાય 500 પ્રો સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 1,799 યુઆન (લગભગ 22,000 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 1,999 યુઆન (લગભગ 25,000 રૂપિયા), 2,299 યુઆન (લગભગ 28,000 રૂપિયા) અને 2,599 યુઆન (લગભગ 32,000 રૂપિયા) માં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનને ઓસ્પિશિયસ, ક્લાઉડ, લાઇટ ગ્રીન, સોફ્ટ પાવડર અને ટાઇટેનિયમ બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

વીવો વાય 500 પ્રો સ્પેસિફિકેશન્સ : Vivo Y500 Pro Specifications

Vivo Y500 Pro સ્માર્ટફોનમાં 6.67-ઇંચ 1.5K (1,260×2,800 પિક્સેલ) OLED ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ OriginOS 6 સાથે આવે છે. આ સ્ક્રીન 1600 નિટ્સ પીક બ્રાઇટનેસ આપે છે. ફોનમાં ઓક્ટા-કોર 4nm મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ છે. ડિવાઇસમાં 12 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

વીવો વાય 500 પ્રો કેમેરા : Vivo Y500 Pro Camera

કેમેરાની વાત કરીએ તો, Vivo Y500 Proમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં એપરચર એફ / 1.88 સાથે 200 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 એમપી ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને IP68 + IP69 રેટિંગ મળ્યા છે, એટલે કે તે ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો | Moto G67 Power 5G ની ભારતમાં એન્ટ્રી, ઓછી કિંમતમાં મળશે દમદાર ફિચર્સ, જાણો શું છે ખાસ

આ વીવો સ્માર્ટફોનને પાવર આપવા માટે, એક મોટી 7000mAh બેટરી આપવામાં આવી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું માપ 160.23×74.51×7.81 મીમી છે અને તેનું વજન 198 ગ્રામ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એ-જીપીએસ, વાઇ-ફાઇ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. ડિવાઇસમાં ઇ-કંપાસ, ગાયરોસ્કોપ, ગ્રેવિટી સેન્સર, ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ, ફોટોસેન્સિટિવ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર છે. ડિવાઇસમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ રેકગ્નિશન ફીચર્સ પણ મળે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ