Vivo Y58 5G Launch: 4 વર્ષ બેટરી ગેરંટી અને 50 એમપી કેમેરા, વીવો વાય58 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ જાણો

Vivo Y58 5G Price And Features: વીવો વાય58 5જી સ્માર્ટફોન 6000 mAh બેટરી અને 50MP કેમેરા ઉપરાંત 4 વર્ષની બેટરી ગેરંટી સાથે ઉપલબ્ધ છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Written by Ajay Saroya
June 21, 2024 21:22 IST
Vivo Y58 5G Launch: 4 વર્ષ બેટરી ગેરંટી અને 50 એમપી કેમેરા, વીવો વાય58 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ જાણો
Vivo Y58 5G Smartphone: વીવો વાય58 5જી સ્માર્ટફોન આઈપી 64 રેટિંગ અને તે ધૂળ અને પાણી પ્રતિરોધક જેવા ફીચર્સ સાથે આવે છે. (Photo - Social Media)

Vivo Y58 5G launched: વીવો વાય58 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે.Vivo Y58 5G કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 6.72 ઇંચની 120Hz એલસીડી સ્ક્રીન, 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા અને 6000 mAh બેટરી છે. આ વીવો સ્માર્ટફોનથી કંપનીએ 24-ડાયમેન્શન સિક્યોરિટી પ્રોટેક્શન સાથે 4 વર્ષ સુધી બેટરીમાં કોઈ ખામી નહીં હોવાનું વચન આપ્યું છે. આવો જાણીએ વીવો વાય58 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

વીવો વાય58 5જી (Vivo Y58 5G specifications)

Vivo Y58 5G સ્માર્ટફોનમાં 6.72 ઇંચ (2408×1080 પિક્સલ) ફુલએચડી+ એલસીડી સ્ક્રીન છે. સ્ક્રીનમાં 129 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને પીક બ્રાઇટનેસ 1024 નાઇટ્સ છે. આ સ્માર્ટફોનમાં ગ્રાફિક્સ માટે ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4 જેન 2 જેન 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ અને એડ્રેનો 613 જીપીયુ આપવામાં આવ્યું છે.

વીવો સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ ફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમ કાર્ડ સાથે આવે છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ફન્ટચ ઓએસ ૧૪ છે. હેન્ડસેટને પાવર આપવા માટે 6000 mAh બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Vivo Y58 5G સ્માર્ટફોનમાં એપર્ચર F/1.8 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને અપાર્ચર F/2.4 સાથે 2 મેગાપિક્સલનું પોટ્રેટ સેન્સર આપવામાં આવ્યું છે. આ મોબાઇલમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે. ડિવાઇસનું ડાયમેન્શન 165.70x76x7.99mm છે અને તેનું 199 ગ્રામ વજન છે.

લેટેસ્ટ વીવો સ્માર્ટફોન આઈપી 64 રેટિંગ સાથે આવે છે અને તે ધૂળ અને પાણી પ્રતિરોધક છે. વિવોના આ સ્માર્ટફોનમાં 3.5mm ઓડિયો જેક અને સ્ટીરિયો સ્પીકર્સ પણ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.1 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો | રિયલમી જીટી 6 લોન્ચ, સ્માર્ટફોનના પ્રી ઓર્ડર પર 5000ની બચત, જાણો કિંમત અને ફીચર્સ

વીવો વાય58 5જી કિંમત (Vivo Y58 5G Price)

Vivo Y58 5G સ્માર્ટફોન હિમાલયન બ્લૂ અને સુંદરવન ગ્રીન કલરમાં આવે છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 19,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોન ફ્લિપકાર્ટ, વિવો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. એસબીઆઈ, યસ બેન્ક, બેન્ક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ અને ઈન્ડસઈન્ડ બેંકના કાર્ડથી ફોનને 1500 રૂપિયાના કેશબેક સાથે ખરીદી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ