VLC Media Player In India Ban Removed : ભારતમાં VLC Media Player પરથી બેન હટાવ્યો છે. મીડિયા પ્લેયરને બેન કર્યું હતું. પરંતુ ફરી એકવાર પોપ્યુલર વિડિયો સ્ટ્રીમિંગ એપ દેશમાં ઉપલબ્ધ કરાયું છે. યુઝેરને એક મેસેજ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનના દિશા- નિર્દેશ હેઠળ પ્રતિબંધ હટવાયો હતો.
માહિતી મુજબ, વિભિન્ન મંત્રાલયોની સાથે VLC ઓફિસરોની બેઠક પછી દેશમાં વેબસાઈટ પર બેન હટવાયો હતો. પંરતુ હાલ મીડિયા પ્લેયરને અનબ્લોક કરવાનું કારણ સાર્વજનિક કર્યું નથી.
VLC મીડિયા પ્લેયર પર પ્રતિબંધ હટાવ્યો
અહીં જણાવી દઈએ કે ઇન્ડિયન એક્સપ્રેસએ જાણકારી આપી છે કે VLC Media Player દેશમાં અગાઉ પ્રતિબંધિત એપ્લિકેશનના સર્વર સાથે કમ્યુનિકેટ કરી રહ્યું હતું અને યુઝર ડેટાને દુશમન દેશને ટ્રાન્સફર કરી રહ્યું હતું. અગાઉના એક અહેવાલમાં મંત્રાલયે જણાવ્યું હતું કે VideoLan ની વેબસાઈટ એક એપ Onmyoji Arena ની સાથે કમ્યુનિકેટ કરી રહી છે જે આ વર્ષે ફેબ્રુઆરીમાં MeitY( ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય) દ્વારા બૅન કરેલ 54 એપ્સમાં શામેલ છે.
યુઆરએલ(URL) videolan.org થી VLC Media Player સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકાય છે અને તેને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સેકશન 69(A) હેઠળ બ્લોક કરાઈ હતી. તે પછી દેશમાં વેબસાઈટનો એકસેસ ઉપલબ્ધ હતી નહી અને ન તો યુઝર્સ તેમના કમ્પ્યુટર પર પ્રોગ્રામને ડાઉનલોડ કરી શકતા હતા.
ગયા મહિને, VideoLan એ એક લીગલ નોટિસ મોકલી ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને પૂછ્યું હતું કે દેશમાં વેબસાઈટને બ્લોક કેમ કરાઈ હતી. તેના પછી ભારતમાં Internet Freedom Foundation ને કંપનીની મદદ કરી હતી. IFF એ પણ જૂનમાં એક RTI ફાઈલ કરી DoTની વેબસાઈટને બ્લોક કરવાનું કારણ પણ પૂછ્યું હતું. તે પછી DoTએ તેને ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયને ટ્રાન્સફર કર્યું હતું.