Vodafone Idea Share Price: ભારતીય શેરબજારમાં તાજેતરની તેજીમાં એક ટેલિકોમ શેરમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ટેલિકોમ શેરમાં વર્ષ 2023માં અત્યાર સુધીમાં 75 ટકા રિટર્ન મળ્યું છે અને હાલ તે તેના મજબૂત સપોર્ટ લેવલની ઉપર ટકેલો છે. ભારતમાં ટેલિકોમ સેક્ટર સતત વિકસી અને વિસ્તરણ પામી રહ્યું છે જો કે ઉંચા ઋણબોજ અને ટેરિફ હરિફાઇના લીધે આ કંપનીને મોટું નુકસાન થયું છે. આ કંપની છે વોડાફોન આઈડિયા. હવે રોકાણકારો પણ મૂંઝવણમાં છે કે, આ ટેલિકોમ કંપનીના શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા? જાણો માર્કેટ એક્સપર્ટ્સ શું કહે છે
વોડાફોન આઈડિયાના શેરમાં વાર્ષિક 75 ટકાનું રિટર્ન (Vodafone Idea Share 75% RETURN in 2023)
શેર બજારની તેજી પાછળ પાછળ વોડાફોન આઈડિયાનો શેર પણ વધ્યો છે. બીએસઇ 200 ઇન્ડેક્સની આ કંપનીએ વર્ષ 2023માં અત્યાર સુધી રોકાણકારોને 75 ટકા રિટર્ન આપ્યું છે. 18 ડિસેમ્બર, 2023ના રોજ વોડા-આઈડિયાનો શેર 14.44 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે નજીવો વધીને 14.09 રૂપિયા બંધ થયો છે. બંધ બજારે કંપનીની માર્કેટકેપ 68.589 કરોડ રૂપિયા થઇ હતી.
નોંધનિય છે કે, 31 માર્ચ, 2023ના રોજ વોડાફોન આઈડિયાના શેરનો ભાવ 5.70 રૂપિયા બોલાયો હતો, જે વર્ષનો સૌથી નીચો ભાવ છે. આમ હાલની માર્કેટ પ્રાઈસ અનુસાર રોકાણકારોને એકંદરે સારું રિટર્ન આપ્યું છે.

એક મીડિયા રિપોર્ટમાં ચોઈસ બ્રોકિંગના ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ દેવેન મહેતાના જણાવ્યા અનુસાર, વીઆઈના શેરમાં હાલ 15.15ના રેઝિસ્ટન્સ લેવલથી ઘટાડો દર્શાવે છે. આ શેરમાં 12.55 – 13.30ના લેવલે મજબૂત સપોર્ટ ઝોન છે, જે તેની 20-દિવસ અને 50-દિવસના એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (EMA) લેવલની નજીક છે.
નોંધનીય છે કે, વોડાફોન આઈડિયાનો શેર હાલ તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે, જે શેર ભાવ આ લેવલે મક્કમ હોવાના સંકેત આપે છે. મોમેન્ટમ ઈન્ડિકેટર, રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI), વધી ગયો છે અને હાલમાં 67 લેવલે છે, જે પોઝિટિવ ટ્રેન્ડ સૂચવે છે.
વોડાફોન આઈડિયાના શેરમાં આગામી ટાર્ગેટ (Vodafone Idea Share Target Price)
વોડાફોન આઈડિયાના શેરમાં આગામી પ્રતિકાર 15.15 રૂપિયા સ્તરે છે. જો શેર ભાવ આ પ્રતિકાર સ્તરને કુદાવી જાય તો 16.75 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી શકે છે.
તો મંદીની ચાલમાં સ્ટોપ લોસ 12.60 રૂપિયાના લેવલ પર મૂકવાની સાથે રોકાણકારોને નીચા સ્તરેથી પોઝિશન લેવાનું સૂચન છે.
સરકાર વોડાફોન આઈડિયાને 755 કરોડ પરત કરશે
વોડાફોન આઈડિયા કંપની માટે હાલ સારા સમાચાર આવ્યા છે. ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપલેટ ટ્રિબ્યૂનલ (TDSAT) તરફથી ટેલિકોમ કંપનીનો મોટી રાહત મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર TDSATએ કેન્દ્ર સરકારને 755 કરોડ રૂપિયા વોડાફો આઈડિયાને પરત કરવા નિર્દેશ આપ્યો છે. સરકારે આ રકમ ટેલિકોમ કંપનીને 15 દિવસની અંદર ચૂકવવાની રહેશે. વર્ષ 2019માં વોડાફોન અને આઈડિયા કંપનીનું મર્જર થયુ ત્યારે સરાકારને 3926 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જો કે પાછળથી મામુલ પડ્યું કે મૂલ્યાંકન અનુસાર આ રકમ 3170 કરોડ રૂપિયા જ થાય છે.

TDSATએ પોતાન આદેશમાં સરકારને આ વધારાની રકમ પરત કરવા અથવા એડજસ્ટ કરવા પણ સૂચન કર્યું છે. આથી એવું માનવામાં આવી રહ્યુ છે કે, આગામી કેટલાક મહિના સુધી કંપનીએ લાઇસન્સ ફી ચૂકવવાની રહેશે નહીં. લાઇસન્સ ફીમાં આ 755 કરોડ રૂપિયા એડજસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો | આ 10 શેરમાં રોકાણકારોના લાખના બાર હજાર થયા, ટેલિકોમ શેરમાં સૌથી વધુ 1.34 લાખ કરોડનું નુકસાન
વોડાફોન આઈડિયામાં સરકારનો 33 ટકા હિસ્સો (Government Share Holding In Vodafone Idea)
આ દરમિયાન સરકારે સ્પષ્ટતા કરી છે કે, વોડાફોન આઈડિયાને ટેકઓવર કરવાનો કોઇ પ્રસ્તાવ નથી. નોંધનિય છે કે, વોડાફોન આઈડિયા કંપની ઉપર સરકારના એડીઆર સહિત અન્ય ચાર્જીસ પેટે કરોડ રૂપિયાના બાકી લેણા હતા. જો કે કંપની દેવાની ચૂકવણીમાં અસક્ષમ હોવાથી ઇક્વિટી ટુ ડેટ સ્કીમ હેઠળ સરકારે 16133 કરોડ રૂપિયાના એડજસ્ટ ગ્રોસ રેવન્યૂ (એડીઆર)ના બાકી લેણાના બદલામાં વોડાફોન આઈડિયામાં 33.1 ટકા હિસ્સો મેળવ્યો છે.





