Circle to Search : સર્કલ ટુ સર્ચ શું છે? સ્માર્ટફોન પર આ રીતે કરો ઉપયોગ

Circle to Search : અત્યારે, સર્કલ ટુ સર્ચ (Circle to Search) ફીચર્સ માત્ર પ્રોડક્ટ સર્ચ પુરતી લિમિટેડ નથી, તે મલ્ટીસર્ચનો ઉપયોગ કરીને જટિલ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
January 23, 2024 08:35 IST
Circle to Search : સર્કલ ટુ સર્ચ શું છે? સ્માર્ટફોન પર આ રીતે કરો ઉપયોગ
Circle to Search : સર્કલ ટુ સર્ચ શું છે? સ્માર્ટફોન પર આ રીતે કરો ઉપયોગ

Vivek Umashankar : ગુગલ (Google) એ તાજેતરમાં “સર્કલ ટુ સર્ચ” (Circle to Search) તરીકે ઓળખાતા મોબાઇલ વેબ સર્ચના વરઝ્ન લોન્ચ છે, જે યુઝર્સને ઝડપથી પ્રોડક્ટ સર્ચ અથવા ચોક્કસ વિષય વિશે જાણવાની મંજૂરી આપે છે. હાલમાં Pixel 8 અને Galaxy S24 સ્માર્ટફોન્સ પર ઉપલબ્ધ છે, Google એ પુષ્ટિ કરી છે કે આ સુવિધા આગામી દિવસોમાં વધુ પ્રીમિયમ ફોનમાં રોલઆઉટ કરવામાં આવશે.

તેનું નામ હોવા છતાં, સર્કલ ટુ સર્ચ માત્ર સર્કલ સુધી મર્યાદિત નથી. યુઝર્સ સમાન પ્રોડક્ટ સર્ચ કરવા માટે ઇમેજના ચોક્કસ એરિયાને હાઇલાઇટ અથવા સ્ક્રિબલ પણ કરી શકે છે, જે તેને શોર્ટ વિડિઓઝ અથવા સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જોવા મળેલી વસ્તુને ઓળખવા માટે આદર્શ બનાવે છે. સર્કલ ટુ સર્ચ વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે બીજી એપ પર સ્વિચ કર્યા વિના કંઈપણ શોધવાની ક્ષમતા ઇમેજનો સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી, જે યુઝર્સને નવી Google એપ્લિકેશન દ્વારા સંચાલિત, Google પર સર્ચ માટે જરૂરી સ્ટેપ્સની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Whatsapp File Sharing : વોટ્સએપ ટૂંક સમયમાં ‘નિયરબાય શેર’ ફોચર્સ લાવશે, ફાઈલ શેર કરવાનું બનશે સરળ

અત્યારે, સર્કલ ટુ સર્ચ એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ સુધી મર્યાદિત છે. આ સુવિધા માત્ર પ્રોડક્ટ સર્ચ પુરતી મર્યાદિત નથી, તે મલ્ટીસર્ચનો ઉપયોગ કરીને જટિલ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે, જે Google સર્ચ પરની એક વિશેષતા છે જે એક જ સમયે ટેક્સ્ટ અને ઇમેજ બંનેને ઓળખી અને તેને એનલાઈઝ કરી શકે છે. તમે આર્ટિકલ, ફોટો અથવા વિડિયો પરના ટેક્સ્ટને પણ હાઇલાઇટ કરી શકો છો અને સર્કલ ટુ સર્ચ AI-જનરેટેડ રિઝલ્ટ સહિત સંબંધિત સ્પષ્ટતાઓ પ્રદાન કરશે.

સર્કલ ટુ સર્ચ સુવિધાઓનો ઉપયોગ કરવાની બે રીત છે. જો તમે નેવિગેશન બટનનો ઉપયોગ કરો છો, તો હોમ સ્ક્રીન પર જ લાંબો સમય દબાવો, જ્યાં Google સર્ચ મેનૂ દેખાય છે, અને પછી તમે જે પ્રોડક્ટ સર્ચ કરવા માંગો છો તેના પર સર્કલ અથવા સ્ક્રિબલ કરો.તેવી જ રીતે, જો તમે હાવભાવ-આધારિત નેવિગેશનનો ઉપયોગ કરો છો, તો જેસ્ચર બાર અને સર્કલ પર લાંબો સમય દબાવો, સ્ક્રિબલ કરો અથવા ટેક્સ્ટ અથવા પ્રોડક્ટને હાઇલાઇટ કરો કે જેના વિશે તમે વધુ જાણવા માગો છો.

આ પણ વાંચો: Share Market: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શેરબજાર બંધ રહેશે, શનિવારે સેન્સેક્સ- નિફ્ટીમાં ટ્રેડિંગ ચાલુ રહેશે

જો તમારી પાસે Galaxy S24 Ultra જેવા સ્ટાઈલસ (S-Pen) સાથેનો સ્માર્ટફોન છે, તો તમે S-Pen નો ઉપયોગ પ્રોડક્ટ અથવા સ્ક્રિબલની આસપાસ ચક્કર લગાવવા માટે પણ કરી શકો છો. અન્ય મોડેલ પર, વ્યક્તિ આંગળીનો ઉપયોગ કરીને વર્તુળ અથવા સ્ક્રિબલ કરી શકે છે, અને બંને કિસ્સાઓમાં, આ સુવિધા બરાબર કામ કરે છે.

જો તમારી પાસે આ લેટેસ્ટ સ્માર્ટફોનની ઍક્સેસ નથી, તો સર્કલ અથવા સ્ક્રિબલ કરવાની ક્ષમતાને બાદ કરતાં સમાન સર્કલ અનુભવ મેળવવાનો એક માર્ગ છે. હોમ બટન લાંબો સમય દબાવો અથવા નીચે જમણા કે ડાબા ખૂણેથી સ્વાઇપ કરો અને સ્ક્રીન શોધ પસંદ કરો, પછી તમે જે ઇમેજ અથવા ટેક્સ્ટ સર્ચ માંગો છો તેને હાઇલાઇટ કરો. સર્ચ રિઝલ્ટ સર્કલ ટુ સર્ચ અનુભવ જેવા જ હશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ