How To Reactivate Dormant Bank Account Online : બેંક એકાઉન્ટ માંથી લાંબા સમય સુધી જમા ઉપાડ કરવામાં ન આવે તો બેંક ખાતું ડોરમેટ થઇ શકે છે. સરળ શબ્દોમાં કહીયે તો બેંક એકાઉન્ટ નિષ્ક્રિય થઇ જવાની શક્યતા રહે છે. બેંક એકાઉન્ટ ડોરમેટ થતા તમારા ખાતામાંથી પૈસા જમા કે ઉપાડ કરવા કરી શકતા નથી. જો બેંક ખાતું નિષ્ક્રિય થઇ ગયું હોય તો તાત્કાલિક એક્ટિવ કરવા પગલાં લેવા જરૂરી છે. નહીત્તર ઇમરજન્સીના સમયમાં તમારે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સૌથી પહેલા બેંક એકાઉન્ટ ડોરમેટ થાય છે, નિષ્ક્રિય બેંક ખાતું ફરી એક્ટિવ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર જાણીયે
બેંક એકાઉન્ટ ડોર્મેટ કેમ થાય છે?
જો ખાતાધારક તેના બેંક ખાતામાં સતત 12 મહિના સુધી કોઇ લેવડદેવડ ન કરે તો બેંક તેને અનએક્ટિવ એકાઉન્ટ જાહેર કરે છે. જો 24 મહિના કે તેનાથી વધારે સમય સુધી બેંક એકાઉન્ટમાં 1 રૂપિયાનું પણ ટ્રાન્ઝેક્શન કરવામાં ન આવે તો બેંક ખાતું નિષ્ક્રિય થઇ જાય છે. એક વાતનું ધ્યાન રાખો કે નિષ્ક્રિય બેંક ખાતામાં બેંક દ્વારા જમા કરેલી વ્યાજની રકમને ગ્રાહક દ્વારા લેવડદેવડ માનવામાં આવતી નથી.
નિષ્ક્રિય અને ડોરમેટ બેંક એકાઉન્ટ વચ્ચે તફાવત
અનએક્ટિવ અને ડોરમેટ બેંક એકાઉન્ટ વચ્ચેનો મુખ્ય તફાવત ફંક્શનલ સ્ટેટ્સ છે. અનએક્ટિવ બેંક ખાતામાં મર્યાદિત ગતિવિધિ સાથે સક્રિય કરી શકાય છે. તેમા બેલેન્સ ચેક કે સ્ટેટમેન્ટ મેળવવું જેવી સુવિધા મળી શકે છે. પરંતુ ડોર્મેટ બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે નિષ્ક્રિય માનવામાં આવે છે. તેમા ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ પેમેન્ટ કે એટીએમ ઉપાડ જેવી સુવિધા બંધ થઇ જાય છે.
નિષ્ક્રિય બેંક એકાઉન્ટ ફરી સક્રિય કેવી રીતે કેરવું?
નિષ્ક્રિય કે ડોરમેટ બેંક એકાઉન્ટ ફરી સક્રિય કરવા માટે તમારે તમારી બેંક બ્રાન્ચની મુલાકાત લેવી પડશે. આ સાથે જ અમુક ડોક્યુમેન્ટ જમા કરવા પડશે. કદાચ તમારે ફરી કેવાયસી કરવાની ફરજ પણ પડી શકે છે.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ ફોટો
- સરનામાંનો પુરાવો
બેંક ખાતાધારક પાસેથી એક લેખિત અરજી માંગશે અને જરૂર પડે તો કેવાયસી ફોર્મ પણ ભરવાનું કહી શકે છે. અમુક બેંકો હવે વીડિયો કેવાયસી કે કોલ વેરિફિકેશન પણ સ્વીકારે છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં ફિઝિકલ વેરિફિકેશન જરૂરી હોય છે.
એક વાર આ પ્રક્રિયા પૂર્ણ થયા હાદ તમારું નિષ્ક્રિય બેંક ખાતું ફરી સક્રિય થઇ જશે. ખાતાધારક તેના બેંક ખાતામાં પૈસા ઉપાડ કે જમા કરાવી શકશે, યુપીઆઈ પેમેન્ટ, નેટ બેન્કિંગ, એમટીએમ અને ક્રેડિટ કાર્ડ, ચેક બુકની સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
ડોરમેટ બેંક એકાઉન્ટ એક્ટિવ કરવા ચાર્જ કે પેનલ્ટી ચૂકવવી પડે છે?
ના, RBIની ગાઇડલાઇન મુજબ ડોરમેટ કે નિષ્ક્રિય બેંક એકાઉન્ટને ફરી સક્રિય કરવા માટે બેંકો કોઇ પણ પ્રકારનો ચાર્જ કે પેનલ્ટી વસુલી શકશે નહીં. સાથે જ બેંક એકાઉન્ટ નિષ્ક્રિય છે તે સમયગાળા દરમિયાન પણ જમા થાપણ પર વ્યાજ મળતું રહેશે. બેંક ખાતું નિષ્ક્રિય કરવાનો હેતું ખાતાધારકોને બેંક ફ્રોડ અને છેતરપીંડિ જેવી ઘટનાઓથી સુરક્ષિત રાખવાનો છે.