WhatsApp : વોટ્સએપ ચેનલ પર હવે વૉઇસ અપડેટ્સ, પોલિંગ અને અન્ય ફીચર્સ ઉમેરાશે

WhatsApp : વોટસેએપ ચૅનલ (WhatsApp Channel) માટે તેમના ફોલોઅર્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની બીજી રીત પોલિંગ છે. હવે ચેનલો પોલ બનાવી શકે છે જેમાં યુઝર્સ મત આપી શકે છે, જે ચેનલોને રીપ્લાય એકત્ર કરવામાં અને રુચિ માપવામાં મદદ કરે છે. આ ઉપરાંત...

Written by shivani chauhan
January 18, 2024 08:15 IST
WhatsApp : વોટ્સએપ ચેનલ પર હવે વૉઇસ અપડેટ્સ, પોલિંગ અને અન્ય ફીચર્સ ઉમેરાશે
WhatsApp : વોટ્સએપ ચેનલ પર હવે વૉઇસ અપડેટ્સ, પોલિંગ અને અન્ય ફીચર્સ ઉમેરાશે (Credits : What'sApp)

WhatsApp : CEO માર્ક ઝકરબર્ગે તેની એક પોસ્ટમાં પોતાની વોટ્સએપ ચેનલ (WhatsApp Channel) પર જાહેરાત કરી હતી કે WhatsAppની એપ્લિકેશન ચેનલ્સ ફીચરમાં કેટલાક ઉપયોગી અપગ્રેડ થઈ રહ્યાં છે. નવી ફેસિલિટીનો ઉદ્દેશ્ય પ્રમાણમાં નવી પ્રોડક્ટ સાથે યુઝર્સનું એન્ગેજમેન્ટ વધારશે છે.સૌથી વધુ લોકપ્રિય એડિટિંગમાંની એક ચેનલો પર વૉઇસ અપડેટ્સ સેન્ડ કરવાની ક્ષમતા છે, વૉઇસ મેસેજની સુવિધાને પ્રતિબિંબિત કરે છે. વૉઇસ એ ઘણા લોકો માટે વાતચીત કરવાની અનુકૂળ અને વ્યક્તિગત રીત હોવાથી, ચૅનલ પર વૉઇસ અપડેટ્સ લાવવાથી ચૅનલ ક્રિએટર તેમના ઓડિયન્સ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે.

આ પણ વાંચો: Sensex Nifty Crash: સેન્સેક્સ 1600 પોઇન્ટ કકડભૂસ, શેરબજારમાં દોઢ વર્ષનો મોટો કડાકો, જાણો

ચૅનલ માટે તેમના ફોલોઅર્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની બીજી રીત વોટિંગ અથવા પોલિંગ છે. હવે ચેનલો પોલ બનાવી શકે છે જેમાં યુઝર્સ મત આપી શકે છે, જે ચેનલોને રીપ્લાય એકત્ર કરવામાં અને રુચિ માપવામાં મદદ કરે છે.ચેનલોને તેમની પહોંચ વધારવામાં મદદ કરવા માટે, યુઝર્સને હવે તેમના વ્યક્તિગત WhatsApp સ્ટેટસ પર ચેનલ અપડેટ્સ શેર કરી શકે છે. આ ઓર્ગેનિક શેરિંગ ચેનલ ક્રિએટરને તેમના ફોલોઅર્સ વધારવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: Share Market Crash Today: સેન્સેક્સ – નિફ્ટીમાં કડાકા માટેના 5 કારણો; રોકાણકારોએ હવે શું કરવું

16 જેટલા એડમિન રાખવાની ક્ષમતા સાથે ચેનલનું મેનેજમેન્ટ કરવું પણ સરળ બની રહ્યું છે. આ મોટી ચેનલોને તેમના ગ્રુપ અને કન્ટેન્ટને અસરકારક રીતે સંચાલિત કરવાની મંજૂરી આપશે.WhatsApp ચેનલ્સ પહેલેથી જ 500 મિલિયન મન્થલી એકટીવ યુઝર્સને હિટ કરી ચૂકી છે, પ્લેટફોર્મ કહે છે કે, કેટરિના કૈફ અને વિજય દેવેરાકોંડા જેવી સેલિબ્રિટી તેમજ મુંબઈ ઈન્ડિયન્સ , મર્સિડીઝ F1 અને નેટફ્લિક્સ જેવી બ્રાન્ડ્સને ચેનલ્સ દ્વારા મદદ કરવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ