વોટ્સએપ દ્વારા ચેટ ફિલ્ટર ફીચર્સ લોન્ચ, લેટેસ્ટ WhatsApp ફીચર્સ વાપરવાની ટીપ્સ અને ફાયદા જાણો

WhatsApp Chat Filters Feature Launches : વોટ્સએપ દ્વારા ચેટ ફિલ્ટર ફીચર્સ રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર્સ વડે વોટ્સએપ પર ચેટ કરવું વધુ મજેદાર અને સરળ બનશે. જાણો વોટ્સએપ ચેટ ફિટલ્ટર ફીચર્સનો ઉપયોગ કરવાની રીત અને અને તેના ફાયદા

Written by Ajay Saroya
April 17, 2024 21:07 IST
વોટ્સએપ દ્વારા ચેટ ફિલ્ટર ફીચર્સ લોન્ચ, લેટેસ્ટ WhatsApp ફીચર્સ વાપરવાની ટીપ્સ અને ફાયદા જાણો
વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ એપ છે. (Express Photo)

WhatsApp Chat Filters Feature Launches : વોટ્સએપ દ્વારા યુઝર્સ માટે ચેટ ફિલ્ટર રજૂ કરવામાં આવ્યું છે. યુઝરના અનુભવને ઉત્કૃષ્ઠ બનાવવા માટે મેટાની માલિકીની વોટ્સએપ દ્વારા ચેટ ફિલ્ટર્સ ફીચર્સ રજૂ કરવામાં આવ્યું છે. મેટાએ નવી બ્લોગ પોસ્ટમાં લેટેસ્ટ ફીચર્સ વિશે વિગતવાર માહિતી આપી છે. વોટ્સએપ ચેટ ફિટલ્ટર ફીચર્સનો ઉપયોગ કરવાની રીત અને અને તેના ફાયદા જાણો

વોટ્સએપ ચેટ ફિલ્ટર્સ એક્સપ્લેન (WhatsApp Chat Filters Explained)

મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે ખુલાસો કર્યો હતો કે નવા ચેટ ફિલ્ટરથી હવે વોટ્સએપ યુઝર્સ ચેટમાં સરળતાથી મેસેજ શોધી શકશે. લેટેસ્ટ ફીચર આવવાથી વોટ્સએપમાં ચેટ ઓપન કરવામાં લાગતો સમય ઓછો થઇ જશે અને યૂઝર્સ જરૂરિયાત મુજબ યોગ્ય કન્વર્ઝેશન (વાતચીત) એક્સેસ કરી શકશે.

તમને જણાવી દઈએ કે નવા ફિલ્ટર્સ ફીચરને લોન્ચ કરવાની યોજના ત્યારે બનાવવામાં આવી જ્યારે યૂઝર્સે ઘણા ઓફિશિયલ અને પર્સનલ ટાસ્ક પૂરા કરવા માટે વોટ્સએપનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ ફીચરની મદદથી યૂઝર્સ આખા ઇનબોક્સને સ્ક્રોલ કર્યા વગર યોગ્ય ચેટને સરળતાથી એક્સેસ કરી શકશે.

વોટ્સએપ એ હમણાં જ ત્રણ ડિફોલ્ટ ફિલ્ટર્સ રજૂ કર્યા છે જેનો ઉપયોગ યોગ્ય વાતચીતને એક્સેસ કરવા માટે થઈ શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે મેટાની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનમાં ચેટ ફિલ્ટર્સ ફીચર્સને કેવી રીતે એક્સેસ કરી શકાય છે.

WhatsApp, WhatsApp HD Photos And videos Send
હવે વોટ્સએપ પર યુઝર્સ માટે વધુ એક ઉપયોગી ફીચર આવ્યું છે (Image credit: Meta)

વોટ્સએપમાં ચેટ ફિલટર્સ ફીચર્સનો ઉપયોગ કરવાની ટીપ્સ

સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ કે આઇઓએસ સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરો. એ ખાતરી કરો કે તમારી વોટ્સએપ એપ્લિકેશનનું લેટેસ્ટ અપડેટ વર્ઝન હોય.

હવે ચેટ વિન્ડોની સૌથી ઉપર તમને ત્રણ ફિલ્ટર્સ – All, Unread અને ગ્રૂપ્સ દેખાશે. તમે તમારી જરૂરિયાત અનુસાર ફિલ્ટર પસંદ કરી શકો છો.

All ફીચર્સ : વોટ્સએપમાં જો તમે પર્સનલ અને ગ્રૂપ ચેટને ડિસ્પ્લે કરવા માંગતા હો, તો All ફિલ્ટર પસંદ કરો.

Unread ફીચર્સ : જો તમે માત્ર એવા જ મેસેજને ડિસ્પ્લે કરવા માંગો છો જે યુઝર્સે હજુ સુધી વાંચ્યા નથી, તો પછી તમે ‘અનરીડ’ ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. આ ફિલ્ટરનો ઉપયોગ કરવા કરીને યુઝર્સ દ્વારા ચેટ ઓપન કર્યા બાદ Unread માર્ક કરાયેલા મેસેજ પણ જોઇ શકશે.

Groups ફીચર્સ : વોટ્સએપનું ગ્રપ્સ ફીચર્સ યુઝર્સમાં ખૂબ લોકપ્રિય છે અને વોટ્સએપ કોમ્યુનિટીઝ ફીચર શરૂ થયા બાદ વોટ્સએપ ગ્રૂપની સંખ્યામાં વધારો થયો છે. Groups ફિલ્ટરનો ઉપયોગ કરીને યુઝર્સ તેની વોટ્સએપ ચેટમાં તે બધા ગ્રૂપને જોઇ શકશે જેમા તે જોડાયેલા છે. આ ઉપરાંત વોટ્સએપ કોમ્યુનિટી ગ્રૂપના સબ ગ્રૂપ્સ પર જોવા મળશે.

આ પણ વાંચો | 15000 કરતા ઓછી કિંમતનો પાવરફુલ વિવો ટી3એક્સ 5જી સ્માર્ટફોન લોન્ચ, શાનદાર ફીચર્સ અને કેમેરા

વોટ્સએપે જણાવ્યું છે કે, ચેટ ફિલ્ટર્સ ધીમે ધીમે દુનિયાભરના વોટ્સએપ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન તમારા મોબાઇલમાં હોવું જરૂરી છે. ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈને તમે તમારી વોટ્સએપ એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ