WhatsApp Down: વોટ્સએપની સર્વિસ ફરી શરૂ થઈ ગઈ છે. લગભગ 96 મનિટ વોટ્સએપ ડાઉન રહ્યું. બપોરે 12.30 કલાકથી બપોરે 2 વાગ્યાને 6 મનિટિ લોકોને મેસેજની આપ લે કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે, દુનિયાની સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપની સર્વિસ ડાઉન થઈ ગઈ હતી. વોટ્સએપ યુઝર્સ ફરિયાદ કરી રહ્યા હતા કે તેઓ મેટાની માલિકીની એપમાં મેસેજ મોકલી નથી શકાતા અને પ્રાપ્ત પણ કરી શકતા નથી.
હાલમાં વોટ્સએપે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી
gujarati.indianexpress.com પર અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે યુઝર્સ WhatsApp પર વ્યક્તિગત અને જૂથ ચેટ બંનેમાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. હાલમાં, યુઝર્સ WhatsApp પર કોઈપણ જૂથમાં સંદેશા મોકલી શકતા ન હતા. સર્વિસ ડાઉન થવાના કારણે પર્સનલ ચેટ પર પણ અસર પડી હતી.
મોટા શહેરોના યુઝર્સ વોટ્સએપ ડાઉન અંગે ફરિયાદ કરી રહ્યા છે
એપ ડાઉન ડિટેક્ટર વેબસાઇટ DownDetector એ પણ પુષ્ટિ કરી હતી કે, એપ્લિકેશન WhatsAppના હજારો વપરાશકર્તાઓ માટે કામ કરી રહી નથી. વેબસાઈટના મેપ અનુસાર, ગુજરાતના અમદાવાદ સહિતના શહેરો સિવાય દેશમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનઉમાં વોટ્સએપ સેવાઓ ઠપ થઈ ગઈ હતી.
આ સાથે, આ આઉટેજને કારણે WhatsApp વેબની સેવા પણ પ્રભાવિત થઈ હતી અને અમે કહી શકીએ કે WhatsApp વેબ પણ કનેક્ટ થઈ શકતું ન હતુ. જો યુઝર્સ WhatsApp વેબનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો નીચે દર્શાવેલ મેસેજ યુઝર્સને બતાવવામાં આવી રહ્યો હતો.

અમે અગાઉ જણાવ્યું તેમ, WhatsAppએ હજુ સુધી સેવા ડાઉન વિશે કોઈ માહિતી આપી નથી. આશા છે કે ટૂંક સમયમાં કેમ વોટ્સઅપ સર્વિસ બંધ થઈ, શું સમસ્યા સર્જાઈ તે અંગે સત્તાવાર નિવેદન એપ દ્વારા બહાર પાડવામાં આવશે.