WhatsApp India Chief અને Facebook Public Policy Head એ છોડી કંપની, અભિજીત બોસે છટણી પહેલા આપ્યું રાજીનામું

અભિજીત બોસ (Abhijeet Bose) અને મેટા ઇન્ડિયા( (Meta India)ના સાર્વજનિક નીતિ નિર્દેશક રાજીવ અગ્રવાલ(Rajeev Aggrawal) એ પોતાના પદો પરથી રાજીનામુ આપ્યું હતું.

Written by shivani chauhan
November 16, 2022 10:29 IST
WhatsApp India Chief અને Facebook Public Policy Head એ છોડી કંપની, અભિજીત બોસે છટણી પહેલા આપ્યું રાજીનામું

WhatsApp India Head Resigns: મોબાઈલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp) એ ભારત પ્રમુખ અભિજીત બોસ (Abhijeet Bose) અને મેટા ઇન્ડિયા( (Meta India)ના સાર્વજનિક નીતિ નિર્દેશક રાજીવ અગ્રવાલ(Rajeev Aggrawal) એ પોતાના પદો પરથી રાજીનામું આપ્યું હતું. શિવનાથ ઠુકરાલ (Shivnath Thukral) ને હવે વ્હોટ્સએપ ઇન્ડિયા સહિત મેટાના બધા પ્લેટફોર્મના ડાયરેક્ટર પદ પર (Director of Meta Brands) નિયુક્તિ કર્યા છે, આ પહેલા શિવનાથ ઠુકરાલ વૉટ્સ એપ ઇન્ડિયાના પબ્લિક પોલિસી ડિપાર્ટમેન્ટના હેડ હતા.

તાજેતરમાં મેટાએ દુનિયાભરમાંથી લગભગ 11,000 નોકરીઓની છટણી કરી હતી. જેના પછી અત્યાર સુધીની આ સૌથી મોટી છટણી છે જે એક અઠવાડિયામાં 2 વખત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં ભારતમાં મેટાના પ્રમુખ અજિત મોહનએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવી કે તે એશિયા પેસિફિકના પ્રમુખ તરીકે હરીફ પ્લેટફોર્મ સ્નેપ ચેટમાં જોડાઈ રહ્યા છે.

WhatsApp હેડ વિલ કૈથકાર્ટ (Will Cathcart) એ આપ્યું કારણ

અભિજીત બોસએ રાજીનામુ આપવાની જાણકારી આપતી વખતે વૉટ્સએપના હેડ વિલ કૈથકાર્ટ (Will Cathcart)એ એક એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હું અભિજીત બોસને વૉટ્સએપ તરફથી ધન્યવાદ કહેવા માંગુ છું. અભજિતે વૉટ્સએપ ઇન્ડિયા હેડ કંપનીને ખુબજ સારી સેવા પ્રદાન કરી છે. અભિજીતએ અમારી સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે ખુબજ મહેનત કરી છે. તેમાં કંપની અને દુનિયાભરના લોકોને ફાયદો પણ થયો છે.

રાજીનામા પછી વૉટ્સએપ ઇન્ડિયાએ પાઠવી શુભકામનાઅભજિત બોસે રાજીનામુ આપ્યા પછી વૉટ્સએપ ઇન્ડાએ તેમને અને મેટા ઇન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ