ક્રૂડ - ડીઝલ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો, વિમાન કંપનીઓને પણ રાહત મળી

windfall Tax : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (crude oil)ની કિંમત (petrol diesel pric)માં ઘટાડા બાદ સરકારે વિન્ડફોલ ટેક્સ (windfall Tax) ઘટાડવાનો નિર્ણય લીધો છે. જુલાઇથી ઇંધણ (Fuel price)ની પરથી વસૂલવામાં આવતા વિન્ડફોલ ટેક્સથી સરકારી તિજોરી છલકાઇ.

windfall Tax : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (crude oil)ની કિંમત (petrol diesel pric)માં ઘટાડા બાદ સરકારે વિન્ડફોલ ટેક્સ (windfall Tax) ઘટાડવાનો નિર્ણય લીધો છે. જુલાઇથી ઇંધણ (Fuel price)ની પરથી વસૂલવામાં આવતા વિન્ડફોલ ટેક્સથી સરકારી તિજોરી છલકાઇ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

કેન્દ્ર સરકારે ફરીવાર ક્રૂડ ઓઇલ (crude oil) અને ડીઝલ (diesel) પર વસૂલવામાં આવતા વિન્ડફોલ ટેક્સ (windfall Tax)ને ઘટાડી સ્થાનિક ઓઇલ-ગેસ કંપનીઓને (oil and gas companies) રાહત આપી છે. આ સાથે એરલાઇન્સ કંપનીઓને (airlines company) મોટી રાહત આપતા એવિએશન ટર્બાઇન ઓઇલ (Aviation Turbine Fuel) એટલે કે વિમાન ઇંધણ (jet Fuel) પરનો ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. સરકારનો આ નિર્ણય 2 ઓક્ટોબરથી લાગુ થયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઘટાડા બાદ સરકારે વિન્ડ ફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

Advertisment

સરકારના આ નિર્ણય બાદ સ્થાનિક સ્તરે ઉત્પન્ન કરાયેલા ક્રૂડ ઓઇલ પર વસૂલવામાં આવતો વિન્ડફોલ ટેક્સ 10,500 રૂપિયા પ્રતિ ટનથી ઘટીને હવે 8,000 રૂપિયા પ્રતિ ટન થયો છે. તેવી જ રીતે ડીઝલની નિકાસ પર લાગેતો ટેક્સ 10 ટકાથી ઘટીને હવે પાંચ રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.

ઉપરાંત હાલ નાણાંકીય તરલતાનો સામનો કરી રહેલા એરલાઇન્સ સેક્ટર (airlines)ને રાહત આપતા સરકારે જેટ ફ્યૂઅલ વિન્ડફોલ ટેક્સ (windfall Tax)માંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. અત્યાર સુધી વિમાન ઇંધણ પર પ્રતિ 1 લિટર દીઠ પર પાંચ રૂપિયા ટેક્સ વસૂલવામાં આવતો હતો.

publive-image

સરકારે જુલાઇ મહિનામાં ક્રૂડ (crude oil), પેટ્રોલ-ડીઝલ (petrol diesel price) અને જેટ ફ્યૂઅલ પર પહેલીવાર વિન્ડફોલ ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી. આ વિન્ડ ફોલ ટેક્સની દર પખવાડિયે સમીક્ષા કરવાનું નક્કી કર્યુ હતુ. આ પૂર્વેના પખવાડિયામાં સરકારે ક્રૂડ ઓઇલ પરનો વિન્ડફોલ 13,300 રૂપિયાથી ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. જુલાઇમાં વિન્ડફોલ ટેક્સ લાદયા બાદ સરકારીની તિજોરી છલકાઇ છે.

Advertisment

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં જંગી ઘટાડો

આર્થિક મંદીના ભણકારા અને માંગ ઘટવાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઘટાડો આવ્યો છે. વિતેલ સપ્તાહે ક્રૂડ ઓઇલની કિંમત 0.79 ટકા ઘટીને 85 ડોલર પ્રતિ બેરલના સ્તરે બંધ થઇ હતી. મંદીના કારણે માંગ ઘટવાથી ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવને વધુ ઘટતા રોકવા માટે OPEC+ દેશોનું સમૂહ ઓઇલના પ્રોડક્શનમાં કાપ મૂકવાની વિચારણા કરી રહ્યુ છે.

દેશ