વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીએ પોતાનો પગાર 50 ટકા ઘટાડ્યો; શા માટે, હાલ કેટલી સેલેરી છે?

Wipro Rishad Premji salary : વિપ્રો લિમિટેડના ચેરમેન રિશદ પ્રેમજીનો 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ માટેના પોતાના પગારમાં 50 ટકાનો ઘટાડો કરાયો.

Wipro Rishad Premji salary : વિપ્રો લિમિટેડના ચેરમેન રિશદ પ્રેમજીનો 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ માટેના પોતાના પગારમાં 50 ટકાનો ઘટાડો કરાયો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Wipro Rishad Premji

રિશદ પ્રેમજી વિપ્રો લિમિટેડના સ્થાપક અને ચેરમેન અઝીમ પ્રેમજીના પુત્ર છે.

શેર બજારમાં લિસ્ટેડ કંપની વિપ્રો લિમિટેડના ચેરમેન રિશદ પ્રેમજીએ તેમના સેલેરી પેકેજના કમ્પેન્સેશનમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાની ઘોષણા કરી છે. એટલે કે, 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં રશીદ પ્રેમજીનો પગાર અડધો કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારી બાદ પહેલીવાર કોઇ કંપનીના ઉચ્ચ અધિકારીના પગારમાં આટલો મોટો કાપ મૂકવામાં આવ્યો છે.

Advertisment

રિશદ પ્રેમજીની હાલ કેટલી સેલેરી છે?

યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં વિપ્રોના ફોર્મ 20-એફ ફાઇલિંગ અનુસાર, રિશદ પ્રેમજીને નાણાંકીય વર્ષ 2023માં 951353 ડોલર એટલે કે લગભગ 8 કરોડ રૂપિયાનો પગાર મળ્યો હતો, જ્યારે તેની અગાઉના નાણાંકીય વર્ષ 2022માં તેમને 1819022 ડોલર એટલે કે આશરે 15 કરોડ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર રશીદ પ્રેમજીએ આ નિર્ણય જાતે લીધો છે.

સમગ્ર ઘટનાક્રમ શું છે?

ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીના નફામાં ઘટાડો થવાને કારણે તેમને કમિશનની ચૂકવણી કરવામાં આવી નથી. તેમના કમ્પેન્સેશનમાં રોકડ બોનસનો સમાવેશ થાય છે, જે તેમને મળ્યો નથી. તેની સરખામણીમાં વિપ્રો લિમિટેડના સીઇઓ થિયરી ડેલાપોર્ટે નાણાંકીય વર્ષ 2023માં 1 કરોડ ડોલરથી વધુનો પગાર મેળવ્યો હતો, જ્યારે તેની અગાઉના નાણાકીય વર્ષમાં 1.05 કરોડ ડોલર પગાર મળ્યો હતો. તો નાણાંકીય વર્ષ 2020માં રશીદ પ્રેમજીને 6.8 લાખ ડોલર અને નાણાંકીય વર્ષ 2021માં 9.8 લાખ ડોલર સેલેરી મળી હતી.

રશીદ પ્રેમજી કોણ છે?

વિપ્રો લિમિટેડના સ્થાપક અને ચેરમેન અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજી 2007માં કંપનીમાં જોડાયા હતા અને મે 2015માં બોર્ડના સભ્ય બન્યા હતા. ત્યારબાદ, ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે, તેમણે વિપ્રોની M&A સ્ટ્રેટેજીનું નેતૃત્વ કર્યું અને વિપ્રો વેન્ચર્સની સ્થાપના કરી. તેમને 31 જુલાઈ, 2019ના રોજ કંપનીના ચેરમેન તરીકે પાંચ વર્ષના સમયગાળા માટે નિમણુંક કરવામાં આવ્યા હતા.

Advertisment

કંપનીના પરિણામ કેવા આવ્યા

ભારતની દિગ્ગજ આઇટી કંપની ગણાતી વિપ્રો લિમિટેડના નાણાંકીય પરિણામ સારા આવ્યા નથી. નાણાં વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 0.4 ટકા ઘટીને 3074.50 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3087.30 કરોડ રૂપિયા હતો. તો સમીક્ષાધીન ક્વાર્ટરમાં કંપનીની આવક 11.17 ટકા વધીને 23,190 કરોડ રૂપિયા થઈ છે જે તેની અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 20,860 કરોડ રૂપિયા હતી.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

બિઝનેસ શેર બજાર