Wobble One Price in India : ઇંડકાલ ટેકનોલોજીસે ભારતમાં પોતાનો પહેલો સ્માર્ટફોન Wobble One લોન્ચ કર્યો છે. નવી વોબલ વન ને દેશમાં 22000 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. વોબલ વન સ્માર્ટફોનમાં 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ, એઆઈ સંચાલિત ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 50 એમપી રીઅર કેમેરા જેવા ફીચર્સ છે. નવા વોબલ વન હેન્ડસેટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ છે. આ સસ્તા લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે જાણો.
ભારતમાં વોબલ વનની કિંમત
ઇંડકાલ ટેકનોલોજીના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,000 રૂપિયા છે. હેન્ડસેટના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.
વોબલ વન સ્માર્ટફોનનું વેચાણ 12 ડિસેમ્બરથી એમેઝોન પર શરૂ થશે. આ સ્માર્ટફોનને વ્હાઇટ, બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
વોબલ વન ફીચર્સ
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. ડિવાઇસમાં 6.67-ઇંચની ફુલએચડી + એમોલેડ ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે. વોબલ વનમાં મીડિયાટેક ડાયમેન્સિટી ચિપસેટ છે જે 4nm પ્રક્રિયા પર આધારિત છે. આ નવા સ્માર્ટફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. આ ફોન કંપનીની એપિક હાયપરએન્જિન ગેમિંગ ટેક્નોલોજી સાથે આવે છે.
આ પણ વાંચો – મોટોરોલાનો આ દમદાર ફોન આ તારીખે થશે લોન્ચ, 7000mAh બેટરી, જાણો ફિચર્સ
ફોટા અને વીડિયો માટે વોબલ વનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (ઓઆઈએસ) સાથે 50 મેગાપિક્સલનો સોની એલવાયટી -600 સેન્સર છે. આ ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ, બોકેહ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં વોબલ મોડ સપોર્ટ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં હોલ-પંચ કટઆઉટ છે.
વોબલ વનમાં ગ્લાસ રીઅર પેનલ છે. ડિવાઇસની જાડાઈ 7.8 મીમી છે. કંપનીએ હજી સુધી બેટરી ક્ષમતાનો ખુલાસો કર્યો નથી. વોબલ વન 47 કલાક સુધી કોલિંગ, 24 કલાક સુધીના વીડિયો પ્લેબેક અને 22 દિવસ સુધીના સ્ટેન્ડબાય મોડનું વચન આપે છે.





