અમેરિકામાં 40, યુરોપમાં 36… ભારત 70 કલાક કામ કરે તેવી અપેક્ષા! અન્ય દેશોમાં કેટલાક કલાક કામનું કલ્ચર

Working tima Culture India : ઈન્ફોસિસ (Infosys) કંપની સ્થાપક બિઝનેસમેન નારાયણમૂર્તિ (Narayana Murthy) એ કહ્યું, ભારતમાં યુવાનોએ દિવસમાં 12 કલાક કામ કરવું જોઈએ, તો સોશિયલ મીડિયામાં લોકો પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે, તો જોઈએ અન્ય દેશમાં સપ્તાહના કામના કલાક કેટલા છે.

Written by Kiran Mehta
October 28, 2023 22:58 IST
અમેરિકામાં 40, યુરોપમાં 36… ભારત 70 કલાક કામ કરે તેવી અપેક્ષા! અન્ય દેશોમાં કેટલાક કલાક કામનું કલ્ચર
ભારતમાં કામના કલાક - નારાયણમૂર્તિ

Working Culture in India : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિએ એક નિવેદન આપ્યું છે, જેણે નવી ચર્ચા જગાવી છે. નારાયણ મૂર્તિએ કહ્યું કે, દેશની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે અને તેને વધારવા માટે દરેક યુવાનોએ દિવસમાં લગભગ 12 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, યુવાનોએ દર અઠવાડિયે 70 કલાક કામ કરવું જોઈએ. નારાયણ મૂર્તિના આ નિવેદન બાદ લોકો સોશિયલ મીડિયા પર વહેંચાયેલા જોવા મળ્યા હતા. કેટલાકે તેમના નિવેદનનું સમર્થન કર્,યું તો કેટલાકે તેનો સખત વિરોધ કર્યો. આ દરમિયાન, ભારત સિવાય અન્ય દેશોમાં કેટલા કલાક કામ કરવું પડે છે તે જાણવું જરૂરી છે.

ભારતમાં ઘણી સંસ્થાઓમાં દર અઠવાડિયે 5 દિવસ કામ કરવામાં આવે છે. દેશમાં લોકો દરરોજ 8 થી 9 કલાક કામ કરે છે. આ મુજબ ભારતમાં લોકો દર અઠવાડિયે સરેરાશ 40 થી 45 કલાક કામ કરે છે.

યુરોપિયન દેશ ફ્રાંસમાં 36 કલાકનું કામકાજ સપ્તાહ છે. આવી સ્થિતિમાં, જો ફ્રાન્સમાં લોકો અઠવાડિયામાં 5 દિવસ કામ કરે છે, તો તેમને દરરોજ લગભગ 7 કલાક કામ કરવું પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં 38 કલાકનું કામ સપ્તાહ છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયામાં લોકોને દરરોજ લગભગ સાડા સાત કલાક કામ કરવું પડે છે.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં 5 દિવસની વર્કિંગ કલ્ચર છે. ત્યાંના લોકો દર અઠવાડિયે સરેરાશ 40 કલાક કામ કરે છે. મતલબ કે રોજ જોવામાં આવે તો, લોકો ઓફિસમાં 8 કલાક કામ કરે છે. જ્યારે નેધરલેન્ડમાં સપ્તાહમાં 29 કલાક કામ કરવાની સંસ્કૃતિ છે. એટલે કે નેધરલેન્ડમાં લોકો દરરોજ 6 કલાક કામ કરે છે. બ્રિટનમાં 48 કલાક વર્ક કલ્ચર છે. તેનો અર્થ એ કે, બ્રિટનમાં લોકો દરરોજ 9.30 કલાક કામ કરે છે. નારાયણ મૂર્તિએ 70 કલાક કામ કરવાની હિમાયત કરતા કહ્યું કે, “હાલમાં, ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે, જ્યારે આપણી સૌથી મોટી સ્પર્ધા ચીન સાથે છે અને તેથી યુવાનોને 70 કલાક કામ કરવું પડશે. વધારાના કલાકો કામ કરવા.. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન અને જર્મનીએ પણ આવું જ કર્યું હતું.

આ પણ વાંચોMukesh Ambani threat : મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, ’20 કરોડ નહીં આપો તો… અમારી પાસે છે દેશના શ્રેષ્ઠ શૂટર્સ’

70 કલાક કામ કરવાની હિમાયત કરતા નારાયણ મૂર્તિએ કહ્યું, “હાલમાં, ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે, જ્યારે અમારી સૌથી મોટી સ્પર્ધા ચીન સાથે છે અને તેથી યુવાનોએ વધારાના કલાકો કામ કરવું પડશે. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન અને જર્મનીએ પણ આવું જ કર્યું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ