Xiaomi 14 Ultra ભારતમાં ક્યારે લોન્ચ થશે? જાણો લેસ્ટેટ શાઓમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર સહિત તમામ વિગત

Xiaomi 14 Ultra Launch Price Features Specifications : શાઓમી 14 અલ્ટ્રા ચીનમાં લોન્ચ થયો છે. લેટેસ્ટ સ્માર્ટફોન 6.73 ઇંચ LTPO AMOLED ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જાણો શાઓમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર સહિત તમામ વિગત

Written by Ajay Saroya
February 23, 2024 19:27 IST
Xiaomi 14 Ultra ભારતમાં ક્યારે લોન્ચ થશે? જાણો લેસ્ટેટ શાઓમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર સહિત તમામ વિગત
Xiaomi 14 Ultra : શાઓમી 14 અલ્ટ્રા સ્માર્ટફોન. (Photo : financialexpress)

Xiaomi 14 Ultra Launch Price Features Specifications : શાઓમી એ આખરે ચીનમાં તેનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 14 Ultra લૉન્ચ કર્યો છે. Xiaomi 14 Ultra એ કેમેરા સેન્ટ્રિક સ્માર્ટફોન છે જે Leica Summilux ઓપ્ટિકલ લેન્સ સાથે આવે છે. આ નવા શાઓમી સ્માર્ટફોનમાં 6.73 ઇંચની AMOLED ડિસ્પ્લે, Android 14 બેઝ્ડ HyperOS અને 1 ટીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. Xiaomi 14 Ultra સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે, કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે

શાઓમી 14 અલ્ટ્રા સ્માર્ટફોન ની કિંમત (Xiaomi 14 Ultra Price)

શાઓમી 14 અલ્ટ્રા સ્માર્ટફોનની કિંમત ચીનમાં 6499 યુઆન રાખવામાં આવી છે. આ ફોન બ્લુ, બ્લેક, વ્હાઇટ અને સ્પેશલ ટાઇટેનિયમ કલરમાં ઉપલબ્ધ છે.

Xiaomi 14 Ultra | Xiaomi 14 Ultra smartphone | Xiaomi 14 Ultra price | Xiaomi 14 Ultra features | Xiaomi smartphone
Xiaomi 14 Ultra : શાઓમી 14 અલ્ટ્રા સ્માર્ટફોન. (Photo : @XiaomiIndia)

Xiaomi 14 Ultraના 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,499 યુઆન (લગભગ રૂ. 75,000) છે. તો શાઓમી 14 અલ્ટ્રા સ્માર્ટફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 યુઆન (લગભગ રૂ. 80,500) છે. તો 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,799 યુઆન (લગભગ રૂ. 88,900) છે. તો Xiaomi 14 Ultraના 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વાળા ટાઇટેનિયમ વર્ઝનની કિંમત 8,799 યુઆન છે (લગભગ રૂ. 1,03,250) માં લોન્ચ કરવામાં આવ્યો છે.

શાઓમી 14 અલ્ટ્રા સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે (Xiaomi 14 Ultra Launch Date In India)

ચાઇનીઝ સ્માર્ટફોન શાયોમી દ્વારા Xiaomi 14 Ultra સ્માર્ટફોન હાલ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આ સ્માર્ટફોન 25 ફેબ્રુઆરીએ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે. પ્રાપ્ત માહિતી મુજબ શાઓમી 14 અલ્ટ્રા ભારતમાં 7 માર્ચ, 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે.

શાઓમી 14 અલ્ટ્રા ફીચર (Xiaomi 14 Ultra

Xiaomi 14 Ultraમાં 6.73 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz છે અને ક્વાડ એચડી (3200 × 1440 પિક્સલ) રિઝોલ્યુશન ઓફર કરે છે. ડિસ્પ્લેની પિક્સેલ ડેનસિટી 522 પીપીઆઈ છે અને પીક બ્રાઇટનેસ 3000 નિટ્સ છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટઝ છે. Xiaomiનો આ ફોન HDR10+, ડોલ્બી વિઝન અને Xiaomi Longjing Glass પ્રોટેક્શન સાથે આવે છે.

શાઓમી 14 અલ્ટ્રામાં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે Adreno 750 જીપીયુ છે. આ ડિવાઇસમાં 12GB અને 16GB RAM ઓપ્શન સાથે 256 જીબી/512 જીબી અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપે છે. હેન્ડસેટ Android Droid 14 બેઝ્ડ HyperOS સાથે આવે છે.

ફોટોગ્રાફી માટે, Xiaomi 14 Ultraમાં Leica પાવર્ડ ક્વોડ-રીઅર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 1 ઇંચ સેન્સર સાઈઝ, અપર્ચર એફ/1.63 અને OIS સાથે 50MP સોની LYT 900 સેન્સર છે. તે ઉપરાંત રીઅર પર 50 મેગાપિક્સલ સોની IMX858 ટેલિફોટો સેન્સર, 50 MP સોની IMX858 પેરિસ્કોપ લેંસ તથા 50 MP એલ્ટ્રા વાઇડ એંગલ લેંચ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેન્સલ આપવામાં આવ્યા છે.

શાઓમીનો આ સ્માર્ટફોન ચાર્જ કરવા માટે 5300mAh બેટરી આપવામાં આવી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગ, 80W વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે Xiaomi 14 Ultra માં અલ્ટ્રા-સોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડોલ્બી એટમોસ સાથે સ્ટીરિયો સ્પીકર સેટઅપ પણ છે. ડિવાઇસનું ડાયમેન્શન 161.4 × 75.3 × 9.2mm અને વજન લગભગ 225 ગ્રામ છે. ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ IP68 રેટિંગ સાથે આવે છે.

આ પણ વાંચો | દુનિયાનો સૌથી સસ્તો ફ્લિપ ફોન લોન્ચ, મોંઘા Samsung Galaxy Z Flip5 કરતાં ચાર ગણો સસ્તો, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi 14 અલ્ટ્રા સ્માર્ટફોન ડ્યુઅલ-સિમ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, Wi-Fi 7, Wi-Fi 6, Wi-Fi 5, Bluetooth 5.4, NFC, GPS, ગ્લોનાસ જેવા ફીચરથી સજ્જ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ