Xiaomi 15T Pro Launch : શાઓમીનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, નેટવર્ક વગર ફોન કોલ કરી શકાશે

Xiaomi 15T, Xiaomi 15T Pro Price And Features : શાઓમી 15 ટી, શાઓમી 15ટી પ્રો સ્માર્ટફોનમાં 5500mAh બેટરી, ટ્રિપલ કેમેરા સેટઅપ અને IP68 રેટિંગ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ Xiaomi 15T અને Xiaomi 15T Pro સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Written by Ajay Saroya
Updated : September 25, 2025 16:31 IST
Xiaomi 15T Pro Launch : શાઓમીનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, નેટવર્ક વગર ફોન કોલ કરી શકાશે
Xiaomi 15T, Xiaomi 15T Pro Launch : શાઓમી 15ટી, શાઓમી 15ટી પ્રો સ્માર્ટફોન લોન્ચ થયા છે. (Photo: @Xiaomi)

Xiaomi 15T, Xiaomi 15T Pro Launch : શાઓમીએ મ્યુનિકમાં યોજાયેલા તેના ગ્લોબલ લોન્ચ ઇવેન્ટમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા. Xiaomi 15T અને Xiaomi 15T Pro કંપનીના નવા હેન્ડસેટ છે અને તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી પ્રોસેસર, Leica બ્રાન્ડેડ કેમેરા અને 5500mAh મોટી બેટરી આવે છે. Xiaomi 15T અને Xiaomi 15T Pro પાણી અને ધૂળ પ્રતિકાર માટે IP68 રેટિંગ સાથે આવે છે. ચાલો લેટેસ્ટ શાઓમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.

Xiaomi 15T Pro, Xiaomi 15T Price : શાઓમી 15ટી પ્રો, શાઓમી 15ટી કિંમત

શાઓમી 15ટી પ્રો હેન્ડસેટના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 649 જીબીપી (લગભગ 77,000 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 699 જીબીપી (લગભગ 83,000 રૂપિયા) અને 12 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ 799 જીબીપી (લગભગ 99,000 રૂપિયા) માં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ફોન બ્લેક, ગ્રે અને મોકા ગોલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

સ્ટાન્ડર્ડ Xiaomi 15T ની કિંમત 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 549GBP (આશરે રૂ. 65,000) છે. તો સમયે, 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 549 જીબીપી (લગભગ 65,000 રૂપિયા) માં પણ ખરીદી શકાય છે. ફોનને બ્લેક, ગ્રે અને રોઝ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

નેટવર્ક વગર ફોન કોલ કરી શકાશે

શાઓમીના નવા સ્માર્ટફોનમાં સારા થર્મલ મેનેજમેન્ટ માટે 3D IceLoop સિસ્ટમ આવે છે. શાઓમી 15ટી પ્રો અને શાઓમી 15ટી સ્માર્ટફોનમાં Xiaomi Astral કોમ્યુનિકેશન ફીચર્સ આપવામાં આવ્યા છે, જે વાઇ ફાઇ કે સેલ્યુલર નેટવર્ક વગર કોલિંગની સુવિધા આપે છે.

Xiaomi 15T Pro Specifications : શાઓમી 15ટી પ્રો સ્પેસિફિકેશન્સ

Xiaomi 15T Pro સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને આ ફોન Xiaomi HyperOS 2 સાથે આવે છે. હેન્ડસેટમાં 6.83-ઇંચની 1.5K (1,280×2,772 પિક્સેલ્સ) AMOLED LTPO સ્ક્રીન છે જે 144 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે, પિક્સલ ડેન્સિટી 447ppi છે. સ્ક્રીન 480Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન પ્રદાન કરે છે.

Xiaomi 15T Pro સ્માર્ટફોન 3nm octa-core MediaTek Dimensity 9400+ ચિપસેટ સાથે આવે છે. હેન્ડસેટમાં 12 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ સપોર્ટ છે.

કેમેરા વિશે વાત કરીએ તો, શાઓમી 15 ટી પ્રો સ્માર્ટફોનમાં Leica બ્રાન્ડેડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે જે Leica Summilux ઓપ્ટિકલ લેન્સ સાથે આવે છે. ફોનમાં એપરચર એફ / 1.62 અને OIS સાથે 50MP Light Fusion 900, 50 એમપી ટેલિફોટો સેન્સર અને 12 એમપી અલ્ટ્રા વાઇડ એંગલ સેન્સર આવે છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે, શાઓમી 15 ટી પ્રો સ્માર્ટફોનમાં 5 જી, વાઇ-ફાઇ 7, યુએસબી ટાઇપ-સી, બ્લૂટૂથ 6, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. આ હેન્ડસેટમાં એક્સિલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, કલર ટેમ્પરેચર સેન્સર, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર, એક્સ-એક્સિસ લિનિયર મોટર, આઇઆર બ્લાસ્ટર અને ફ્લિકર સેન્સર આપવામાં આવ્યા છે. હેન્ડસેટ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

Xiaomi 15T Pro મબાઇલમાં 5,500mAh બેટરી છે જે 90W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આ ડિવાઇસનું માપ 162.7×77.9×7.96 એમએમ છે અને તેનું વજન 210 ગ્રામ છે.

Xiaomi 15T Specifications : શાઓમી 15 ટી સ્પેસિફિકેશન

Xiaomi 15T સ્માર્ટફોનમાં પ્રો વેરિઅન્ટની જેમ જ સોફ્ટવેર, ડિસ્પ્લે અને ફ્રન્ટ કેમેરા મળે છે. Xiaomi 15T પાસે 120 હર્ટ્ઝ સુધી રિફ્રેશ રેટ સપોર્ટ મળે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8400 અલ્ટ્રા પ્રોસેસર છે. આ ડિવાઇસમાં 12 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

કેમેરાની વાત કરીએ તો, શાઓમી 15 ટી હેન્ડસેટમાં Leica બ્રાન્ડેડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો Light Fusion 800 સેન્સર, 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર છે.

આ પણ વાંચો | Xiaomi Pad Mini લોન્ચ, 7500mAh મોટી બેટરી અને 8.8 ઇંચ ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ

કનેક્ટિવિટી માટે, Xiaomi 15T અને Xiaomi 15T Pro સમાન ફીચર્સ મેળવે છે. ફોનમાં Xiaomi 3D IceLoop સિસ્ટમ અને IP68 બિલ્ડ છે.

સ્ટાન્ડર્ડ Xiaomi 15T વેરિઅન્ટમાં મોટી 5500mAh બેટરી છે જે 67W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્ટાન્ડર્ડ મોડેલ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું માપ 163.2×78.0×7.50 એમએમ છે અને તેનું વજન 194 ગ્રામ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ