Xiaomi Smart Electric Blanket : શાઓમી એ લોન્ચ કર્યો 'અનોખો' ઇલેક્ટ્રિક ધાબળો, મશીનમાં ધોઈ પણ શકાશે, ફીચર્સ જાણી હોશ ઉડી જશે

Xiaomi Mijia Smart Electric Blanket : શાઓમી મિજિઆ નામનો સ્માર્ટ ઈલેક્ટ્રીક બ્લેન્કેટ લઈને આવી રહી છે. તો જોઈએ તની કિંમત (price) અને કેવી છે સુવિધા (Features).

Xiaomi Mijia Smart Electric Blanket : શાઓમી મિજિઆ નામનો સ્માર્ટ ઈલેક્ટ્રીક બ્લેન્કેટ લઈને આવી રહી છે. તો જોઈએ તની કિંમત (price) અને કેવી છે સુવિધા (Features).

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Xiaomi Mijia Smart Electric Blanket

શાઓમી ઈલેક્ટ્રીક બ્લેન્કેટ, કિંમત અને ફિચર્સ

Xiaomi Smart Electric Blanket : શાઓમી એ તેનો નવો સ્માર્ટ ઇલેક્ટ્રિક બ્લેન્કેટ લૉન્ચ કર્યો છે. Xiaomi Mijia સ્માર્ટ ઇલેક્ટ્રિક બ્લેન્કેટ 140W ડ્યુઅલ-ઝોન હીટિંગ સાથે રજૂ કરવામાં આવ્યો છે. Mijia એપનો ઉપયોગ કરીને, તમે આ બ્લેન્કેટમાં અલગ-અલગ ઊંઘ માટે ટાઈમ પણ સેટ કરી શકો છો.

Advertisment

ચીનમાં આ સ્માર્ટ બ્લેન્કેટની કિંમત 229 યુઆન (લગભગ 2,700 રૂપિયા) છે. જોકે, કંપની 20 અને 27 નવેમ્બરની વચ્ચે 189 યુઆન (લગભગ રૂ. 2,200) ની કિંમતે આ બ્લેન્કેટને પ્રી-ઓર્ડર કરવાની તક આપી રહી છે. હાલમાં વૈશ્વિક બજારમાં આ બ્લેન્કેટના લોન્ચિંગ સંબંધિત કોઈ માહિતી નથી.

Xiaomi Mijia સ્માર્ટ ઇલેક્ટ્રિક બ્લેન્કેટ ફીચર્સ

યુઝર્સની સલામતી અને સગવડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ ઈલેક્ટ્રિક કોમ્બરમાં ટ્રિપલ ઈન્સ્યુલેશન ડિઝાઈન છે. તેમાં ઓવર-ટેમ્પરેચર, શોર્ટ સર્કિટ, ઓવરલોડ, લાઈટનિંગ સ્ટ્રાઈક, લો-ટેમ્પરેચર બર્ન અને ચાઈલ્ડ લોક પ્રોટેક્શન જેવી ઘણી સુવિધાઓ છે. બ્લેન્કેટ 15 કલાક ઓટોમેટિક સ્ટેન્ડબાય સપોર્ટ પૂરો પાડે છે.

Xiaomi નો દાવો છે કે, આ ઈલેક્ટ્રિક બ્લેન્કેટને મશીનમાં ધોઈ પણ શકાય છે. અને તેના હીટિંગ વાયરને નુકસાન થયા વિના 25,000 વખત વળાંક આપી શકાય છે.

Advertisment

Xiaomi Mijia સ્માર્ટ ઇલેક્ટ્રિક બ્લેન્કેટમાં ઘણી ઈન્ટેલિજન્સ સગવડ આપવામાં આવી છે. યુઝર્સ XiaoAI દ્વારા વૉઇસ કમાન્ડ આપીને તેને નિયંત્રિત કરી શકે છે. આ ઉપરાંત, બ્લેન્કેટની કામગીરીને Mijia એપ દ્વારા દૂરથી નિયંત્રિત કરી શકાય છે અને અન્ય Xiaomi સ્માર્ટ ઉપકરણોને તેની સાથે સાંકળી શકાય છે.

આ પણ વાંચો - 2024 Kia Sonet Facelift : ધૂમ મચાવશે 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ, 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થશે; જાણો સેફ્ટી ફિચર સહિત તમામ વિગતો

આ ધાબળાનું તાપમાન 6 વિવિધ સ્તરો પર ગોઠવી શકાય છે. તેમાં વન-ક્લિક માઇટ રિમૂવલ/ડ્રાયિંગ મોડ, ડિજિટલ હેન્ડ કંટ્રોલ અને અનુકૂળ વાયરિંગ પોર્ટ છે.

ગુજરાતી ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ